________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ કે – “પરંતર = પગનું તળિયું વીંધાઈ જવું એ દુઃખ છે. ટ = કાંટાનું પગને વીંધવું એ દુઃખનું કારણ છે. પરિહાર = આ દુ:ખને દૂર કરવાનો ઉપાય છે – કાંટા ઉપર પગ ન રાખવો અથવા પાત્ર = જૂતાંથી પગ ઢાંકીને કાંટા પર પગ મૂકવો. આ ત્રણેય વાતોને = દુઃખ, દુઃખનું કારણ, અને દુઃખથી છૂટવાનો ઉપાય - જે વિવેકી પુરુપ જાણી લે છે, તે સંસારમાં દુઃખના પ્રતિકાર કરતાં કરતાં ભેદજ કાંટાથી થનારા દુઃખને પ્રાપ્ત નથી કરતો. કેમ કે ત્રણેય વાતોની ઠીક ઠીક જાણકારીની ક્ષમતાના કારણે દુઃખનો પ્રતિકાર થઈ જાય છે.
એવી રીતે અહીં પણ દુઃખથી મુક્તિ ઈચ્છનારાને તાપ = દુઃખ આપનારા રજોગુણનો સર્વમેવ = ચિત્તવૃત્તિમાં રહેલો સત્ત્વગુણ જ તપ્ય = તપાવવાને યોગ્ય છે. કેમ કે તfપક્રિયા ર્મથ = કર્મમાં રહેલી હોવાથી સત્ત્વગુણરૂપ કર્મમાં હોય છે, કર્મમાં પરિણામ લાવે છે, અપરિVTiff = પરિણામશુન્ય = ગુણપરિણામથી રહિત અવિકારી અને નિષ્ક્રિય = ક્રિયાહીન ક્ષેત્રજ્ઞ = પુરુપમાં નહીં. પુરુપને દુઃખ શા માટે થાય છે? તેનો ઉત્તર એ છે કે-fશતવિષયત્વીત = બુદ્ધિ=ચિત્તવૃત્તિ દ્વારા પુરુપને ભોગનો વિષય દેખાડવાના કારણે સત્ત્વગુણના (રજોગુણના કારણે) સંતપ્ત થતાં તીરનુરોધી તેના આકારને આત્મસાત્ કરનારો અથવા તેના પ્રતિસંવેરી = અનુભવ કરનાર પુરુપ = આત્મા પણ મનુષ્યન્ત = ચિત્તવૃત્તિની પાછળ દુઃખી થાય છે. ભાવાર્થ-દ્રષ્ટા અને દશ્ય સંયોગ જ દુ:ખનું કારણ છે, તેને જ અહીં ત્યાજ્ય કહ્યો છે. દ્રષ્ટાનું લક્ષણ એ છે કે જે બુદ્ધિ-પ્રતિસંવેદી=સમસ્ત પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થોના ભોગનો અનુભવ કરનારો છે. કેમ કે પ્રકૃતિ અથવા પ્રકૃતિજન્ય પદાર્થ જડ હોવાથી અનુભવ નથી કરી શકતા. દશ્યનું સ્વરૂપ (યો. ૨/૧૮)માં સ્પષ્ટ કર્યું છે, અર્થાત્ આ ત્રિગુણાત્મક પ્રકૃતિ પુરુષના ભોગ તથા અપવર્ગને માટે છે. “દશ્ય' શબ્દથી બધા જ પ્રકૃતિજન્ય પદાર્થોનું ગ્રહણ થઈ જાય છે. જેના અંતર્ગત જ રૂપ, રસ, ગંધ આદિ ગુણવાળા બાહ્ય પદાર્થો તથા ભોગ ગ્રહણ કરાવનારી ઇન્દ્રિયોનું પણ ગ્રહણ છે. પુરુષ આ
ક્યા=પ્રકૃતિના પદાર્થોથી સંયોગના કારણે જ દુઃખ આદિ બંધનોમાં ફસાય છે. મોક્ષ પ્રાપ્તિને માટે પ્રકૃતિ-સંયોગને છોડવો એ જ ઉત્તમ ઉપાય છે. માટે મોક્ષાર્થીએ ત્રણ વાતોને જાણવી અતિ આવશ્યક છે. (૧) દુઃખ શું છે? (૨) દુઃખનું કારણ શું છે? અને (૩) દુઃખથી છૂટવાનો ઉપાય શું છે? વ્યાસ-ભાષ્યમાં આ વાતને એક દષ્ટાંત આપીને સમજાવવામાં આવી છે. જેમ- પગમાં કાંટો પેસી જવાથી દુઃખ થાય છે. આમાં પગનું છેદાવુંદુઃખ છે, દુઃખનું કારણ કાંટો છે, કાંટાથી બચીને રહેવું અથવા જૂતાં (જોડા) આદિ પહેરવા તે દુઃખનો પ્રતિકાર છે. આ જ પ્રકારે પુરુષ પણ ત્યારે જ દુઃખોથી બચી શકે છે, કે જયારે તે દુઃખ, દુઃખના કારણ અને તેનાથી છૂટવાના ઉપાયોને જાણતો હોય. માટે પ્રકૃતિ-સંયોગથી બચવા માટે શાસ્ત્રીય ઉપદેશોનું પાલન કરવું જોઈએ. પ્રકૃતિ-પુરુષનું સ્વરૂપ- સૂત્રના ભાષ્યમાં પ્રકૃતિ તથા પુરુષના સ્વરૂપ પર પણ પ્રકાશ
સાધન પાદ
૧૫૭
For Private and Personal Use Only