________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, કે જે ત્યાજ્ય છે. (૨) સંસાર હેતુ = આ જન્મ-મરણરૂપ રોગનું કારણ અવિવેક છે, જેના કારણે જીવાત્મા સંસારમાં ફસાઈ જાય છે. (૩) મોક્ષ = અવિવેકપૂર્ણ પ્રકૃતિપુરુષના સંયોગનો નાશ જ મોક્ષ છે, તેને “હાન” પણ કહે છે. (૪) મોક્ષનો ઉપાય = સમ્યગ્દર્શન છે. તેનું બીજું નામ વિવેકખ્યાતિ છે. આ સંસારરૂપી રોગનો સમૂળો નાશ કરવાનું પરમ ઔષધ છે.
પરંતુ એ સદા સ્મરણ રહેવું જોઈએ કે આ ઉપરોક્ત ચારેય મુખ્ય અંગ ફક્ત દેહ (શરીર) અથવા ભૌતિક રચનાઓ સુધી જ સીમિત રહે છે. ચેતન જીવાત્મામાં નથી લાગતાં. કેમ કે આ જીવાત્મા ન તો હેય = ત્યાજ્ય છે અને ન તો એ ઉપાદેય = ગ્રાહ્ય છે. હેય પક્ષમાં જીવાત્માનો નાશ પ્રાપ્ત થઈ જશે અને ગ્રાહ્ય પક્ષમાં તેનું કારણ બતાવવું પડશે કે કોણ કોને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી રહ્યું છે. માટે જીવાત્મા ઉત્પત્તિ તથા નાશથી રહિત અપરિણામી નિત્ય તત્ત્વ છે. તે ૧૫ | નોંધ - સંસ્કરોના વિષયમાં ક્રમ આ પ્રમાણે સમજવો જોઈએ સુખ અથવા દુઃખના અનુભવથી તજ્જાતીય વાસના સંસ્કાર બને છે, તેમનાથી આગળ સુખ વગેરેની સ્મૃતિ થાય છે, તે સ્મૃતિથી રાગ અથવા ષ ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેપથી ત્રિવિધ ચેષ્ટાઓ થાય છે. આ ચેષ્ટાઓથી કર્ભાશય સંસ્કાર બને છે. પછી વિપાક = જન્મ, આયુ અને ભોગની પ્રાપ્તિ અને તેનાથી ફરી વાસના-સંસ્કાર બને છે. હવે - તેવું આ યોગશાસ ચાર વિભાગોવાળું કહ્યું છે, અર્થાત્ હેય, હેયહેતુ, હાન અને હાનોપાય. તેમાં પ્રથમ હેયનું સ્વરૂપ આ છે -
ચંદુ:રવમના તિમ્ રહૃાા સૂત્રાર્થ - (મના તમ) જે દુઃખ હજી આવ્યું નથી = આગળ આવવાનું છે = ભવિષ્યનું (ટુકવF) દુઃખ છે તે દુઃખને હેયમ) = દૂર કરવું જોઈએ. ભાષ્ય-અનુવાદ - જે દુઃખ ૩૧મો = ભોગ કરવાથી અતિક્રાન્ત થઈ ગયું છે=ભોગવાઈ ગયું છે = ભોગ કરવાથી સમાપ્ત થઈ ગયું છે, તે હેય= ત્યાજ્યની કોટિમાં નથી આવતું. અને જે વર્તમાનમાં દુઃખ ભોગવાઈ રહ્યું છે, તે પોતાના સમયમાં ભોગની પ્રક્રિયામાં ચાલુ છે, માટે તે દુઃખ કાલાન્તરમાં હેય-પક્ષમાં નથી થઈ શકતું. (કેમ કે કાલાન્તરમાં તેની સત્તા જ નથી અને જે ભોગવી રહ્યાં છીએ તેને તાત્કાલિક છોડી નથી શકાતું.) એટલા માટે જે અનાગત દુઃખ છે, હજી સુધી આવ્યું નથી, ભવિષ્યમાં થનારું છે, તે જ
ક્ષ-પાત્રમ્ = જેમ કરોળિયાના જાળાનો તંતુ આંખમાં પડી જવાથી મહાન દુ:ખ આપે છે, પરંતુ શરીરના બીજાં અંગો પર નહીં, તે જ રીતે નિર્મળ નેત્ર ગોલક સમાન અવિદ્યા આદિ ક્લેશોથી રહિત યોગી પુરુષ છે, તેને ક્લેશ = પીડા આપે છે = બેચેન કરે છે, બીજા સાધારણ (અવિવેકી), પ્રતિપત્તા = અનુભવ કરનારા મનુષ્યોને નહીં. તે જ અનાગત (ભવિષ્યનું) દુઃખ દેવતા= ત્યાજ્યતાને પ્રાપ્ત થાય છે અર્થાત તેને છોડવા = દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ.
સાધન પાદ
For Private and Personal Use Only