________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ક્યાંક ચોર, ડાકુ ચોરી ન જાય, તેમ જ રાજા વધારે કર ન લગાવી દે અને ભાઈ વગેરે પરિવારનાં સભ્યો વહેંચી ન લે) મા = એ સંપત્તિને બીજા ઉપાયોથી વધારવામાં અને ચ= ખર્ચ કરવામાં પણ અનેકવિધ દુઃખ આવે છે. માટે દુઃખોના આશ્રયભૂત ધન આદિને ધિક્કાર છે. (૩) સંસ્કાર દુઃખ-ચિત્તમાં સુખોના ભોગથી સુખોના સંસ્કાર તથા દુઃખોને ભોગવવાથી દુ:ખોના સંસ્કાર ઉત્પન્ન થાય છે. અને આ સંસ્કાર જ સ્મૃતિના કારણે થાય છે. કાલાન્તરમાં ઉપયુક્ત વસ્તુને જોઈને એ સંસ્કાર અનુકૂળ (સુખદ) વસ્તુ પ્રત્યે રાગને અને પ્રતિકૂળ (દુઃખદ) વસ્તુ પ્રત્યે દ્વેષને પેદા કરે છે. અને વ્યક્તિ સંસ્કારવશ જ ફરીથી તે જ કર્મોના અનુષ્ઠાનમાં લાગી જાય છે. આ પ્રકારે એ અનાદિકાળથી પ્રવાહિત થનારો સુખ દુઃખનો ક્રમ યોગી પુરુપને પ્રતિકૂળ હોવાથી દુઃખ આપે છે, સામાન્ય પુરુષોને નહી. સામાન્ય માણસ તો પોતાના કર્મોથી મળતાં દુઃખોને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત દુઃખોને છોડવાની ઈચ્છા પણ કરે છે. પરંતુ છોડેલાં દુઃખોનાં કારણોને ફરીથી ગ્રહણ કરતાં, અનાદિકાળથી સંચિત-વાસનાઓથી ચિત્રિત ચિત્તવૃત્તિ હોવાથી અવિદ્યામાં ગ્રસ્ત રહે છે અને યથાર્થ બોધથી ઘણા જ દૂર રહેવાથી, અહંકાર તથા મમતાને વશીભૂત થઈને ત્રિવિધતાપ=આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક દુઃખોથી ગ્રસ્ત રહે છે. પરંતુ યોગી પુરુષ આ દુઃખોથી પોતાને તથા બીજાં પ્રાણીઓને દુઃખી જોઈને દુઃખોથી છોડાવનારા સમ્યગ્દર્શન–વિવેકખ્યાતિને પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. (૪) ગુણવૃત્તિ-વિરોધ-ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે. અને એ ત્રણેય ગુણોની વૃત્તિ = વ્યાપાર પરસ્પર વિરોધી છે. અર્થાત્ સત્ત્વગુણથી સુખ (શાન્તગુણ) રજોગુણથી ચંચળતા અને તમોગુણથી મોહ વગેરે ઉત્પન્ન થાય છે. પરસ્પર વિરોધી થઈને પણ એ સત્ત્વ આદિ ગુણ પ્રધાન-ગૌણ ભાવથી કાર્ય કરે છે. જે ગુણની જે સમયે પ્રધાનતા (મુખ્યતા) હોય છે, તે સમયે તેની વૃત્તિ કાર્ય કરે છે. અને બીજા ગુણ અભિભૂત દબાયેલા અથવા અવ્યક્ત (અપ્રકટ) રૂપમાં રહે છે. આ પ્રકારે આ ગુણોના કારણે સુખના અનુભવ વખતે દુઃખ પણ જરૂર વિદ્યમાન (હાજર) રહે છે. કેમ કે સુખની પાછળ દુઃખ તથા વિષાદ (શોક) સદા છુપાયેલો રહે છે. એટલા માટે વ્યાસ-ભાષ્યમાં “વર્ત દિ ગુણવૃત્ત{ ગુણોનો વ્યાપાર ચંચળ બતાવ્યો છે. યોગી પુરુષ લોકના સુખોમાં પરિણામ દુઃખ, તાપ દુઃખ, સંસ્કાર દુઃખ તથા ગુણવૃત્તિના કારણે દુઃખનો અનુભવ જ કરે છે. અને તેમનાથી હંમેશાં જુદો જ રહે છે.
આ બધાં જ દુઃખોનું મૂળ અવિદ્યા છે, જેના કારણે એ દુઃખ ઉત્પન્ન થાય છે. દુઃખોથી છૂટવાનો એકમાત્ર ઉપાય સમ્યગ્દર્શન = વિવેકગ્રાતિને પ્રાપ્ત કરવાનો છે અને જેમ ચિકિત્સાશા (વૈદકશાસ્ત્રોમાં ચિકિત્સાનાં ચાર મુખ્ય અંગ હોય છે, અર્થાત રોગ, રોગનું કારણ, આરોગ્ય તથા ભૈષજ્ય = રોગને દૂર કરવાની દવા. તે જ રીતે આ શાસ્ત્રના પણ ચાર ભાગ છે. - (૧) દુઃખૂબહુલ સંસાર = જન્મ-મરણની પ્રાપ્તિ જ રોગ ૧૫૪
યોગદર્શન
For Private and Personal Use Only