________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળને જોઈને તેના સુખમય અથવા દુ:ખમય સ્વરૂપને સમજવું જોઈએ અને બીજે પણ કહ્યું છે જેમ કે - (क) न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
વિષI Mવર્તેવ જૂથ વિધિવત (મનુ.) (૩) મોત મુવા વયેત્ર પુરા: (ભતૃહરિ )
ન વત્તજે વિવિ રિઝમૃતોપAYI (ગીતા)
અર્થાત્ - વિપયસુખોનો ભોગ કરવાથી કદી પણ ઈચ્છાની તૃપ્તિ થતી નથી. બળે તેનાથી ઈચ્છાઓ એવી જ વધી જાય છે, જેમ ઘી આદિની આહુતિથી અગ્નિ વધારે અને વધારે વધતો જાય છે. અને ભોગોને ભોગવતાં ભોગવતાં આપણે જ સમાપ્ત થઈ જઈએ છીએ, પરંતુ ભોગ સમાપ્ત નથી થઈ શકતા. અને જે પરિણામમાં અમૃત જેવા કાર્યો હોય છે, તે પહેલાં ઝેર જેવાં દુ:ખદ જણાય છે. માટે ભૌગોમાં આસક્ત થઈને ઈદ્રિયોને કદી પણ તૃપ્ત નથી કરી શકાતી બલ્ક ભોગો પ્રત્યે રાગ ઉત્તરોત્તર વધતો જાય છે. ભલે મનુષ્ય વૃદ્ધ થઈ જાય, તેમ છતાંય ભોગોને ભોગવવાથી તૃષ્ણા શાન્ત નથી થતી અને ઈદ્રિયોનું કૌશલ=ભોગ-ભોગવવાની દક્ષતા વધી જાય છે અને વિષયસુખ ન મળતાં એ દક્ષતા મનુષ્યને અતિશયરૂપે તડપાવતી રહે છે. પરંતુ યોગી (વિવેક ધીર) પુરપને એ પરિણામદુઃખતા સદા સચેત કરતી રહે છે અને તે સદા જાગ્રત રહીને વિષયોના પરિણામને જોઈને દુઃખોથી જુદો = સુરક્ષિત રહીને અધ્યાત્મ માર્ગમાં જ લાગેલો રહે છે. (૨) તાપ- દુઃખ - પ્રત્યેક મનુષ્ય જે લૌકિક વસ્તુઓમાં સુખનો અનુભવ કરે છે, તે તેમનો સંગ્રહ કરવામાં સતત લાગેલો રહે છે. તે સુખદસાધનોમાં ચેતન=સ્ત્રી, પુત્ર વગેરે તથા અચેતન = મકાન, ધન, ભૂમિ, ઊંચું પદ વગેરે આવે છે. એ સાધનોની ઇચ્છા કરતો મનુષ્ય મન, વચન, કર્મથી તેમનામાં સંલગ્ન રહે છે. એ સાધનો મેળવવામાં જે સહાયક થાય છે, તેમની પર અનુગ્રહ કરે છે. અને જે બાધક બની જાય છે, તેમને દૂર કરવા માટે ક્રેપ, હિંસા વગેરે ઉપાયોને પણ અપનાવતાં નથી ગભરાતો. એ લોભ તથા મોહથી ઉત્પન્ન કર્ભાશયપ આદિથી પૂર્ણ હોય છે. જેના વશીભૂત થઈને તે વ્યક્તિ ધર્મ તથા અધર્મ બંનેનો સંગ્રહ કરે છે. એ પમૂલક અગ્નિ વ્યક્તિને વિષયસુખોના ભોગોમાં પણ સંતપ્ત કરતો રહે છે. તે સિવાય એ વ્યક્તિ એમ પણ ઈચ્છે છે કે એ વિષયભોગનો ક્રમ કદી પણ સમાપ્ત ન થાય, સદાય બનેલો રહે. એ કેપ-અગ્નિ તથા ભોગ-લાલસા તેને સદા સતાવતી રહે છે, એ જ તાપ-દુઃખતા છે. તેના વિષયમાં જ કોઈક કવિએ ઘણું જ સુંદર કહ્યું છે -
अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे ।
आये दुःख व्यये दुःखं घिगर्थान् कष्टसंश्रयान् ॥ અર્થાત્ વિષયસુખના મુખ્ય સાધન ધન કમાવામાં, કમાઈને તેનું રક્ષણ કરવામાં
સાધન પાદ
૧પ૩
For Private and Personal Use Only