________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોધ -વિમર્શ (૧) અહીં તથ્થાયુષ્ય તથા “જો : સપૂ આદિ પદોનો અર્થ પ્રકરણ અનુસાર ન સમજવાથી ઘણા ભાગે એવી ભ્રાન્તિ રહે છે કે મનુષ્યનું આયુષ્ય પૂર્વકર્મોથી નિશ્ચિત =નક્કી થાય છે અને વર્તમાન જન્મમાં જે પણ ફળ મળે છે, તે પૂર્વજન્મનાં કર્મોનું જ ફળ છે. આ જન્મનાં કર્મોનું નથી. આ માન્યતા જયાં પ્રકરણની વિરૂદ્ધ છે, ત્યાં પ્રત્યક્ષની પણ વિરૂદ્ધ છે. આ જન્મનાં કર્મોનું ફળ આ જન્મમાં પણ મળે છે. એ સર્વ જન વિદિત છે અને પ્રસંગ જન્મ = શરીરેન્દ્રિય બુદ્ધિઓના સમૂહના પ્રાદુર્ભાવનો છે. તેની પ્રાપ્તિ ભલે જન્મ મનુષ્ય, પશુ, પક્ષી, કૃમિ, કીટ આદિ કોઈનો હોય, પૂર્વ જન્મનાં કર્મો પ્રમાણે જ હોય છે (થાય છે) તે જન્મને કોઈ પણ જીવ સ્વેચ્છાથી બદલી શકતો નથી. દરેક યોનિમાં ભોગની વ્યવસ્થા પણ જુદી જુદી છે. જેમ કે - સિંહ માંસાહારી છે, ગાય ઘાસ વગેરે ખાનારી છે. આ વ્યવસ્થા તો જન્મની સાથે જ નક્કી હોય છે. પરંતુ આયુષ્ય = ઉમરનું નિર્ધારણ પૂર્વકર્મોથી સંભવ નથી. નહીંતર મવીરીતે થયું (મન) ઇત્યાદિ ઋષિમુનિઓનાં પ્રમાણ તથા વૈદિક પ્રાર્થનાઓ મિથ્યા જ થઈ જશે અને વ્યાસ-ભાખની ‘ષ્ટન્મવેનતુ ની આગળની પંક્તિઓથી વિરૂદ્ધ છે. (૨) નિશ્ચિત આયુ માનવાવાળાઓએ વ્યાસ-મુનિના આ શબ્દો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દ્વિપાક આદિ શબ્દોથી તથા નંદીશ્વર અને નહુપના દષ્ટાંતોથી સ્પષ્ટ છે કે વર્તમાન જન્મનાં કર્મોનું ફળ (આયુષ્ય તથા ભોગ) આ જન્મમાં પણ મળે છે.
પુષ્યાન વગેરે વૈદિક પ્રાર્થનાઓમાં ત્રણ ગણા આયુષ્યનું વિધાન પણ ત્યારે જ સંભવ છે કે જયારે આયુષ્ય અને ભોગની વૃદ્ધિ (વધારો) અથવા હાસ (ઓછું થવું) ચાલુ જીવનના કર્મોથી પણ સંભવ હોય. (૩) નિયત વિપાક અને અનિયત વિપાકનો ક્રમ ઈશ્વરીય જ્ઞાનમાં જ હોય છે. (૪) અહીં નિત ક્રિયાને જોઈને એ શંકા થાય છે કે શું એવાં કર્મ પણ છે કે જે ફળ ભોગવ્યા વિના જ નાશ થઈ જાય છે. યથાર્થમાં કર્મોનું અદર્શન જ નાશ છે. જે યોગીઓ મોક્ષના અધિકારી થઈ જાય છે, તેમના અવિદ્યા આદિ લેશોનો નાશ થઈ જાય છે અને વલ્લેઆમવાત્H શયામાવલ (યો. ભા. ૩/૫૫) આ પ્રમાણથી ક્લેશ ન રહેવાથી કર્મોનું ફળ ન મળવું તે જ નાશ છે, એ અર્થ અભિપ્રેત છે. પરંતુ મોક્ષની અવધિ સમાપ્ત (પૂરી) થતાં તે ન ભોગવેલાં કર્મો પ્રમાણે જ જીવાત્મા સંસારમાં જન્મ લે છે. મહર્ષિ દયાનંદે પણ વેદ-ભાખમાં એવું માન્યું છે. જુઓ (ક) મહર્ષિ દયાનંદ (ઋ. ૧/૨૪/૨) મંત્રના ભાવાર્થમાં લખે છે. - પાપ પુણ્યાત્મક કર્મ ફળોની વ્યવસ્થા કરનારા પરમેશ્વર જ મુક્ત જીવોને (મોક્ષની અવધિ પૂરી થતાં) મહાકલ્પના અંતે પાપ-પુણ્યની તુલ્યતાથી પિતા અને માતાનું મનુષ્ય જન્મ ધારણ કરાવીને દર્શન કરાવે છે.
આનાથી સ્પષ્ટ છે કે મોક્ષ પછી પણ મુક્ત જીવોને જે મનુષ્ય જન્મ મળે છે, તેનું કારણ પાપ અને પુણ્ય કર્મોની તુલ્યતા છે. (ખ) જીવાત્મા બે પ્રકારનાં કર્મ કરે છે - પાપવાળા અને પુણ્યવાળા. જયારે જીવાત્મા ૧૪૬
યોગદર્શન
For Private and Personal Use Only