________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાં અસંતોષ જ થશે. અને જો કહેવામાં આવે કે અનેક કર્મ મળીને એક જન્મ આપે છે, ત્યાર પછી બીજાં અનેક કર્મ મળીને બીજો જન્મ આપે છે, આ પ્રકારે અનેક કર્મ અનેક જન્મોનું કારણ છે. તો તો ચોથા વિકલ્પથી કોઈ ભેદ નથી રહેતો. માટે ચોથો વિકલ્પ અર્થાત્ અનેક કર્મોનું ફળ એક જન્મ હોય છે, એ નિર્દોપ પક્ષ છે અને આ પક્ષમાં પણ કર્મોની ગણના ઈશ્વરીય વ્યવસ્થાને આધાંત હોવાથી પરિણિત નથી કરી શકાતી કે કેટલાં કર્મોનું ફળ એક જન્મ હોય છે.
આ ચોથા વિકલ્પમાં પણ વ્યાસ-ભાગ્યમાં એ નિર્ણય કર્યો છે કે ચાલુ જીવનનાં શુભ અશુભ કર્મ, પૂર્વ સંચિત ભોગવેલાં કર્મોથી મળીને મુખ્ય-ગૌણરૂપમાં ઊભાં રહી જાય છે. એ કર્મોમાં અપ્રધાન કર્મ= ગૌણ કર્મ દબાયેલાં જેવાં રહેવાથી ફલોન્મુખ નથી થતાં પરંતુ પ્રધાન કર્મ મરણ પછી પ્રબળ થવાથી બીજા જન્મનું કારણ બને છે.
=
કોઈ પણ દૃષ્ટજન્મવેદનીય કર્માશય ત્રિવિપાક નથી હોતું - ગયા સૂત્રમાં ક્લેશ મૂલક કર્માશયનાં ફળ બે પ્રકારનાં બતાવ્યાંછે-(૧) દૃષ્ટ-જન્મવેદનીય અને (૨) અદૃષ્ટ જન્મવેદનીય. જોકે આ વ્યવસ્થા પણ ઈશ્વરાધીન છે કે કયું કર્માશય દૃષ્ટજન્મવેદનીય હોય છે અને કયું (કર્માશય) અદૃષ્ટજન્મવેદનીય છે. તેમ છતાં પણ જે અદૃષ્ટજન્મવેદનીય કર્માશય છે તે જ ત્રિવિપાક જન્મ, આયુ અને ભોગ આપનારું હોય છે અને જે દૃષ્ટજન્મવેદનીય કર્માશય છે તે ચાલુ જીવનમાં પોતાનું ફળ આપે છે. આ કર્માશય વિપાવ ગરમી = એક ભોગરૂપ ફળને આપનારું હોય છે અથવા ધ્રુિવપાારખી = ભોગ અને આયુષ્યને આપનારું હોય છે પરંતુ ત્રિવિવાારમ્મી = જન્મ, આયુ અને ભોગ આપનારાં કયારેય પણ નથી હોતાં, કેમ કે દૃષ્ટ જન્મવેદનીય કર્માશય જાતિ જન્મનો હેતુ (કારણ) નથી હોતું. આનાથી સ્પષ્ટ છે કે વ્યાસ ભાષ્યમાં નંદીશ્વર અને નહુપનાં ઉદાહરણ આપ્યાં, તે જન્માંતર પ્રાપ્તિનાં નથી બલ્કે ચાલુ જીવનમાં જ ઊંચી અથવા નીચી દશાને પુણ્ય-અપુણ્ય કર્મોના કારણે પ્રાપ્ત કરવાના જ છે. શંકા સમાધાન – વ્યાસ ભાગ્યમાં અહીં એક શંકા થાય છે કે ભાષ્યમાં જે એમ લખ્યું छे } "तच्च जन्म तेनैव कर्मणा लब्धायुष्कं भवति । तस्मिन्नायुषि तेनैव कर्मणा મોન: સંપદ્યતે ।”
=
અર્થાત્ જે કર્મોના કારણે આગળનો (હવે પછીનો) જન્મ મળે છે, તેનાથી જ તે જીવનમાં આયુ અને ભોગ મળે છે. એનાથી એ ભ્રાન્તિ પેદા થાય છે કે જીવનમાં પૂર્વ કર્મોથી જ આયુષ્યનું નિર્ધારણ (નક્કી) થઈ જાય છે અને ભોગ પણ તે જ કર્મોનું જ ફળ હોય છે.
પરંતુ એ માન્યતા વ્યાસ ભાગ્યના આશયથી સર્વથા વિરૂદ્ધ છે. એ તો સત્ય છે કે જન્મ (મનુષ્ય આદિ યોનિઓમાં) પૂર્વ કર્મોના કારણે મળે છે અને તે તે યોનિમાં આયુ = જીવન તથા ભોગ પણ યોનિ પ્રમાણે જ મળે છે. પરંતુ એનો અભિપ્રાય એ કદાપિ નથી કે ચાલુ જીવનના કર્મોનાં ફળ આ જન્મમાં નથી મળતાં. જો એવું હોત તો વ્યાસ-મુનિ
૧૪૪
યોગદર્શન
For Private and Personal Use Only