________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં આ વાતને ઘણી જ દઢતાથી તથા સ્પષ્ટ કરતાં લખ્યું છે - "सत्सु क्लेशेषु कर्माशयो विपाकारम्भी भवति नोच्छिन्नक्लेशमूल: ।
અર્થાત ન લેશોવાળું કર્ભાશયફળ આપવામાં સમર્થ નથી થતું. વ્યાસ-ભાષ્યમાં આ જ બાબતને ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ કર્યું છે કે જેમ ધાન (અનાજ)નું બીજ ત્યાં સુધી અંકુરિત (ઊગવાનું) થઈ શકે છે, જયાં સુધી તેનું છોતરું (છોડું) જુદુ ન કર્યું હોય અથવા દગ્ધ = બાળી ન મુકયું હોય, પરંતુ છોતરું જુદું થતાં અથવા દગ્ધ = બળી જતાં અનાજનું બીજ વિદ્યમાન રહેવા છતાં પણ ઊગતું નથી. બરાબર એ જ પ્રકારે જે યોગીએ યોગસાધનાના બળથી કર્ભાશયનું મૂળ અવિદ્યા આદિ ક્લેશોનો નાશ કરી દીધો છે અથવા યોગની ઉચ્ચતમ દશાને પ્રાપ્ત કરીને સંચિત કર્ભાશયને જ્ઞાનરૂપી અગ્નિમાં દગ્ધબીજવત્ કરી દીધાં છે, તેનું કર્ભાશય વિપાક = ફળ આપવામાં સમર્થ નથી થતું અર્થાત્ તે કર્મોનું ફળ નથી મળતું અને અવિદ્યામૂલક કર્ભાશય જાતિ = જન્મ, આયુષ્ય તથા ભોગ ત્રિવિધ ફળોને આપનારું હોય છે. અને એ ફળ અવિદ્યા આદિ લેશોનો નાશ થતાં નથી થતાં (ફળ નથી આપતાં).
જન્મરૂપ ફળનું કારણ એક કર્મ છે કે અનેક? – આ વિષયમાં વ્યાસ-ભાગ્યમાં ચાર વિકલ્પ બતાવ્યા છે - (૧) શું એક કર્મ એક જન્મનું કારણ હોય છે? (૨) શું એક કર્મ અનેક જન્મોનું કારણ હોય છે ? (૩) શું અનેક-કર્મ મળીને અનેક જન્મનું કારણ છે? (૪) અથવા અનેક કર્મ એક જન્મનું કારણ છે? તેમાં પહેલા ત્રણ વિકલ્પોમાં દોપ બતાવીને અંતિમ પક્ષને સિદ્ધાંત માન્યો છે. પહેલાં ત્રણ પક્ષોમાં નીચે પ્રમાણેના દોષ બતાવ્યા છે - (૧) એક કર્મ એક જન્મનું કારણ નથી કેમ કે આ પક્ષમાં અનાદિકાળથી સંચિત બાકીનાં અસંખ્ય કર્મો તથા આ જન્મનાં કર્મોનાં ફળોમાં કોઈ ક્રમ નહી થઈ શકે, અને તેમના ફળનો કયારે અવસર આવશે ? એમાં સંદેહ થવાથી કર્મફળના વિષયમાં લોકમાં અસંતોષ ફેલાઈ જશે. જેથી લોકમાં શુભ કર્મો પ્રત્યે અરુચિ (અણગમો) થવાથી અનિષ્ટ થઈ જશે. (૨) એક કર્મ અનેક જન્મોનું કારણ નથી. - આ પક્ષ પણ પૂર્વ પક્ષની માફક અયોગ્ય છે. કેમ કે એક કર્મ જ અનેક જન્મોનું કારણ છે, તો અનાદિકાળથી સંચિત ભોગવ્યા વિનાનાં કર્મોનો તથા આ જન્મનાં કર્મોનાં ફળ આપવામાં ક્રમ ન રહેવાથી પ્રથમ પક્ષથી પણ વધારે અસંતોષ ઉત્પન્ન થશે. માટે એ પણ અનિષ્ટકારક છે. (૩) અનેક કર્મ અનેક જન્મોનું કારણ નથી - કેમ કે અનેક જન્મ એક સાથે તો સંભવ નથી, તે ક્રમથી હોઈ શકે છે, અને અનેક જન્મ ક્રમથી થતાં પૂર્વવત જ દોષ આવશે. અર્થાત જો સો કર્મ મળીને સો જન્મ આપે છે, તો એક કર્મ જ એક જન્મનું કારણ થશે અને પહેલાં વિકલ્પની જેમ દોપ આવશે. અને જો કર્મોની સંખ્યાથી ઓછા અથવા વધારે જન્મ થશે તો પણ અસંખ્ય ભોગવ્યા વિનાના કર્મો તથા ચાલુ જન્મનાં કર્મોનું ફળ મળ
સાધન પાદ
૧૪૩
For Private and Personal Use Only