________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપોમાં ફસાઈને ખરાબ કામ વધારે કરે છે, તો તેનું ફળ પશુ વગેરેની યોનિમાં ભોગવીને પાપ પુણ્ય સરખાં થતાં તેને ફરીથી મનુષ્ય જન્મ મળે છે. અને જયારે નિષ્કામ પુણ્યકર્મ કરે છે, ત્યારે તેનું ફળ મોક્ષ મળે છે. અને મોક્ષની અવધિ પૂરી થતાં પાપ-પુણ્ય સરખાં થતાં ફરીથી મનુષ્ય જન્મમાં આવે છે. આ વિષયમાં મહર્ષિનાં વચન દષ્ટવ્ય છે - (અ) “જયારે પાપ વધી જાય છે, પુણ્ય ઓછું થઈ જાય છે, ત્યારે મનુષ્યનો જીવ પશુ વગેરે નીચ શરીર અને ધર્મ વધારે તથા અધર્મ ઓછો હોય છે, ત્યારે દેવ અર્થાત્ વિદ્વાનોનાં શરીર મળે છે, અને જયારે પાપ-પુણ્ય બરાબર થાય છે, ત્યારે સાધારણ મનુષ્ય જન્મ થાય છે (હોય છે). એમાં પણ પુણ્ય પાપનાં ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ (નીચ) હોવાથી મનુષ્ય આદિમાં પણ ઉત્તમ, મધ્યમ, નિકૃષ્ટ શરીર આદિ સામગ્રીવાળ થાય છે. અને જયારે વધારે પાપનું ફળ પશુ વગેરે શરીરમાં ભોગવી લીધું છે, ફરીથી પાપ પુણ્ય સરખાં રહેતાં મનુષ્ય શરીરમાં આવે છે, અને પુણ્યનાં ફળ ભોગવીને ફરીથી પણ મધ્યસ્થ મનુષ્યના શરીરમાં આવે છે. (આ) અભક્ત નહી ભોગવેલાં) કર્મ કદી પણ ક્ષીણ (નાશ) થતાં નથી. એ વિષયમાં મહર્ષિનું વચન જુઓ - એ ચાર પુરુષ તો સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા હતા તેમનું પૂર્વ પુણ્ય કર્મ કયાંથી આવ્યું? (ઉત્તર) - જીવ, જીવોનાં કર્મ અને સ્થૂળ કાર્ય જગત એ ત્રણેય અનાદિ છે. જયારે જીવ અને કારણ જગત સ્વરૂપથી અનાદિ છે. કર્મ અને સ્થૂળ કાર્ય જગત પ્રવાહથી અનાદિ છે.
(ઋ. ભૂ. વેદોત્પત્તિ) ते लादपरितापफला : पुण्यापुण्यहेतुत्वात् ॥१४॥ સૂત્રાર્થ- (તે) તે જાતિ = જન્મ આયુષ્ય અને ભોગ પુથાપુNહેતુસ્ત્રાત) શુભ-અશુભ અથવા પુણ્ય પાપ કર્મોથી ઉત્પન્ન થવાના કારણે (દત્તાત્ પરિતાપના :) આનંદ (સુખ) અને દુઃખરૂપ ફળવાળાં છે. ભાપ્ય અનુવાદ - તે જન્મ, આયુ અને ભોગરૂપ કર્મવિપાક TUવૃદેતુ: = પુણ્ય કર્મજન્ય હોવાથી સુખરૂપ ફળવાળાં છે અને પુત્ર પાપ કર્મજન્ય હોવાથી દુઃખરૂપ ફળવાળાં હોય છે. જેમ એ દુઃખ પ્રતિત્મિક = અરુચિકર = અપ્રિય હોય છે, એ જ પ્રમાણે યોગી પુરુષને વિષયોનાં સુખ પરિણામમાં દુઃખમય હોવાથી અથવા વિષયોનાં સુખ મિશ્રિતદુ:ખ હોવાથી પ્રતિજૂના-% = અપ્રિય હોવાથી દુઃખરૂપ જ દેખાય છે ભાવાર્થ-જેમ હિંસા આદિ પાપ આચરણથી ઉત્પન્ન દુઃખ પ્રતિકૂળ હોવાથી અપ્રિય હોય છે, તે જ રીતે પુણ્ય આચરણથી ઉત્પન્ન લૌકિક (સાંસારિક) સુખ પરિણામમાં દુઃખાત્મક હોવાથી યોગીને અપ્રિય હોય છે. જેમ - કોઈક વ્યક્તિ ન્યાયના આચરણથી ધન કમાયો, તે ધન આદિથી તેને સાંસારિક સુખ મળ્યું. પરંતુ આ લૌકિક સુખ પરિણામ - તાપ આદિ દુઃખોથી મિશ્રિત હોય છે, માટે યોગી પુરુપને સુખ પણ દુઃખ મિશ્રિત હોવાથી દુઃખ જ દેખાય છે. અને એ લૌકિક સુખ યોગીના યોગમાર્ગમાં બાધક હોવાથી પ્રતિકૂળ જ રહે છે. કેમ કે એ વિષયોના સુખ બંધનનાં જ કારણ છે. એ સુખોનું પરિણામ સાધન પાદ
૧૪૭
For Private and Personal Use Only