________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#ોધ = બાહ્ય ગુસ્સો પેદા થાય છે, તે લૅપ છે. ભાવાર્થ - પુરુષને લોકમાં (સંસારમાં) જે વસ્તુઓને ભોગવવાથી પ્રતિકૂળતા થવાથી દુઃખાત્મક અનુભૂતિ થાય છે, તેના સંસ્કારોની સ્મૃતિ પણ વારંવાર બની રહે છે, અને એવી ઈચ્છા બની રહે છે કે હું એ દુઃખ આપનારા ભોગોથી સદા જુદો રહું. પરંતુ જયારે એવી પરિસ્થિતિ આવી જાય છે કે તે પ્રતિકૂળ વસ્તુઓને ભોગવવી પડે, અથવા તેના માટે જ કોઈ દબાણ આપે અથવા સુખ આપનારા ભોગોમાં કોઈ બાધક બની રહ્યું હોય, ત્યારે તેમના પ્રત્યે એક વિરોધી ભાવના ઉત્પન્ન થાય છે કે હું એ પ્રતિકૂળ વસ્તુઓ અથવા બાધાઓથી બચી શકું. એવી પ્રતિકૂળાત્મક ભાવના જપ નામનો ક્લેશ કહેવાય છે. આ hશ રાગથી વિપરીત (ઊલટા)ભાવને બતાવે છે. તેનાથી ચિત્ત ઘણું જ દુઃખી (વ્યથિત) થઈ જાય છે, જેનાથી પુરુપ અનિષ્ટ કાર્ય કરવાને માટે વિવશ થઈ જાય છે, જેની પાછળ થી પશ્ચાત્તાપ જ કરવો પડે છે. માટે યોગીએ આ ફ્લેશથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ | ૮ | નોંધ – (૧) અહીં વ્યાસ-મુનિએ “મન્યુ” અને “ક્રોધ' બંનેનો પાઠ આપ્યો છે. આ બંને શબ્દોમાં તફાવત આ છે – મન્યુનો આંતરિક ક્રોધ અથવા પ્રબળ તેજરૂપ એવો અર્થ છે. અને ગુસ્સાની દશામાં જે બાહ્ય આકૃતિ અથવા ચેષ્ટા જોવામાં આવે છે, તેને “ક્રોધ શબ્દથી કહ્યો છે. હવે - અભિનિવેશ – ક્લેશનું સ્વરૂપ - स्वरसवाही विदुषोऽपि तथा रूढोऽभिनिवेश: ॥९॥ સૂત્રાર્થ - (વિદુષોડપિ) વિદ્વાનોને પણ મૂર્મોની વાત જ શું) (સ્વરસવાદી જે પૂર્વ જન્મ અનુભૂત મૃત્યુ સ્વરૂપ સંસ્કાર (તથાહ૮) શરીર ન છોડવાનો ભાવ પૂર્વ જન્મની જેમ બની રહે છે, એ ઝિમિનિવેશ:) અભિનિવેશ લેશ છે. મહર્ષિ કૃત વ્યાખ્યા - “સ્વરસ્વાદી) પાંચમો “અભિનિવેશ' ક્લેશ છે. જે પ્રાણીઓને નિત્ય આશા હોય છે કે હું શરીર સાથે હંમેશાં બનેલો રહું અર્થાત્ કદી પણ મરું નહી, તે પૂર્વ જન્મના અનુભવથી થાય છે (હોય છે, અને એનાથી પૂર્વ જન્મ પણ સિદ્ધ થાય છે. કેમ કે નાના નાના કૃમિ, કીડી વગેરેને પણ મરણનો ભય બરાબર બની રહે છે. એટલા માટે આ ક્લેશને અભિનિવેશ કહે છે, કે જે વિદ્વાન, મૂર્ખતથા શુદ્ર જતુઓમાં પણ બરાબર જોવામાં આવે છે. આ ક્લેશની નિવૃત્તિ તે સમયે થશે કે જયારે જીવ પરમેશ્વર અને પ્રકૃતિ અર્થાત જગતના કારણને નિત્ય અને કાર્યદ્રવ્યના સંયોગ-વિયોગને અનિત્ય જાણી લેશે. આ લેશોની શાન્તિથી જીવને મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે.” (ઋ. ભૂ. મુક્તિવિજય)
તથા યોગશાસ્ત્રમાં પણ પૂર્વ જન્મનું વિધાન કર્યું છે. (સ્વર) (સર્વસ્ત્ર પ્રાળિ) દરેક પ્રાણીઓની એ ઇચ્છા નિત્ય જોવામાં આવે છે કે (પૂયાતિ ) અર્થાત્ હું સદાય સુખી બની રહું, મરું નહીં. એવી ઈચ્છા કોઈ પણ નથી કરતું કે તમારપૂર્વ) અર્થાત્ હું ન હોઉં. એવી ઈચ્છા પૂર્વ જન્મના અભાવમાં કદી પણ નથી હોઈ શકતી, આ સાધન પાદ
૧૩૩
For Private and Personal Use Only