________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દષ્ટજન્મમાં જ યોગસાધનાથી મનુષ્કતાથી ઉપર ઊઠીને દેવત્વપદને પ્રાપ્ત કર્યું અને જે તીવ્ર ક્લેિશ=ઘોર અવિદ્યા આદિના કારણે ભયભીત, રોગી, દયનીય જીવોની અથવા તેજસ્વી વિશ્વસનીય તપસ્વીઓની વારંવાર હાનિ કરવામાં લાગેલાં રહે છે, તેમને પણ ખરાબ કર્મોનું ફળ તરત જ મળે છે. જેમ કે- દેવોનો રાજા નહુપ કુટિલ (ખરાબ) કર્મોના કારણે દેવત્વપદથી પૃથફ થઈ દુષ્કર્મ કરનારો થઈને દુઃખોને પ્રાપ્ત થયો.
પરંતુ જે નારકીય જીવ છે અર્થાત અત્યંત ધૃણિત જઘન્ય પાપોને કરે છે તેનું ફળ આગળના જન્મોમાં (હવે પછી થવાના જન્મોમાં) = નારકીય યોનિઓમાં જ મળે છે, દષ્ટ જન્મ = વર્તમાન (ચાલુ જન્મ) જન્મમાં નહી. જે યોગાભ્યાસીઓના વિવેકખ્યાતિથી અવિદ્યા આદિ ક્લેશ સર્વથા ક્ષીણ થઈ જાય છે, તેમનું કર્ભાશય દગ્ધબીજની જેમ અંકુરિત થવામાં (ઊગવામાં) અસમર્થ થઈ જાય છે. માટે તેમનો અદષ્ટ ભાવી જન્મ નથી થતો અને તેઓ મોક્ષના અધિકારી થઈ જાય છે. ૧૨ નોંધ - અહીંયાં ઘણા ભાગે ભાખકારોએ વ્યાસ-મુનિના આશયની વિરૂદ્ધ વ્યાખ્યા કરી છે. જેમ કે – નંદીશ્વરકુમાર મનુષ્ય શરીર છોડીને દેવ શરીરને અને દેવોનો રાજા નહુષ દેવ શરીરને છોડીને સર્પ આદિના શરીરને પાપ્ત થયા. યથાર્થમાં વ્યાસમુનિ ઉદાહરણ આ વાતનું આપી રહ્યા છે કે સંઘ વર્ત = દર જન્મમાં જ ફળ મળી જાય છે. જો યોનિ - પરિવર્તન કર્યા પછી ફળ મળે છે, તો તે દષ્ટ-જન્મ નથી હોઈ શકતો. માટે વર્તમાન જન્મપરક વ્યાખ્યા જ પ્રસંગને અનુકૂળ છે. (યો. ૨/૧૩) સૂ ના ભાખમાં દ્રિવિપારી વા યુëતુત્વ માં પણ આ વાતની જ પુષ્ટિ થઈ રહી છે.
सति मूले तद्विपाको जात्यायुर्भोगा: ॥१३॥ સૂત્રાર્થ - (ત મૂત્તે કર્માશયન અવિદ્યા આદિ ક્લેશરૂપ મૂળ રહેતાં તપાવે છે કર્ભાશયનો વિપાક = ફળ (ગાચા ) = જાતિ = જન્મ, આયુષ્ય અને ભોગ હોય છે. અને અવિદ્યા આદિ ક્લેશોની વિવેકખ્યાતિથી નિવૃત્તિ થતાં કર્ભાશય પોતાનો વિપાક = ફળ આપવામાં અસમર્થ થાય છે. ભાખ અનુવાદ - તે અવિદ્યા આદિ પાંચ ક્લેશોનાં રહેતાં ય = કર્મવાસના = ફળને લાવનારી=પ્રાપ્ત કરાવનારી હોય છે. ક્લેશરૂપમૂળનું ઉચ્છિન્ન (ઉચ્છેદ) થઈ જતાં કર્ભાશય ફળ આપવાની શરૂઆત નથી કરતું. જેમ કે જે તુN = ભૂસા (છોતરાં)થી ઢંકાયેલાં હોય અને બળી ગયાં ન હોય તે ચોખા ઊગવામાં સમર્થ હોય છે. પરંતુ જે છોતરાંથી રહિત બળેલા ચોખાનાં બીજ છે તે ઊગવામાં સમર્થ નથી થતાં. તે જ પ્રકારે અવિદ્યા આદિ ક્લેશોથી ઢંકાયેલાં કર્માશય કર્મફળને અંકુરિત (પ્રાપ્ત) કરાવનારાં હોય છે. લેશોથી રહિત થયેલાં અથવા વિવેકખ્યાતિથી દગ્ધબીજ થયેલાં નહીં..
આ તિ ) વિષયમાં વિચાર કરવામાં આવે છે – શું એક કર્મ એક જન્મનું કારણ છે. અથવા એક કર્મ અનેક જન્મોનું કારણ છે.
સાંધન પાદ
૧૩૯
For Private and Personal Use Only