________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(હવે અદષ્ટ જન્મમાં ફળ મળવાનું ઉદાહરણ આપીએ છીએ.).
તે (દષ્ટ જન્મ વેદનીય તથા અદષ્ટજન્મ વેદનીય કર્મો)માં નર = અત્યંત નીચ ગતિને આપનારાં દષ્ટ કર્મોને કરનારાનો કર્માશય ઝનન = વર્તમાન જન્મમાં ફળ . આપનારાં નથી હોતાં (થતાં). - (કેમ કે તેમનું ફળ તો અત્યંત અંધકારમયી સ્થાવર આદિ (વૃક્ષ વગેરે) નરક યોનિઓમાં જ મળી શકે છે, અને ક્ષત્તેિશાનામ = વિવેકખ્યાતિથી દગ્ધબીજવતું લેશોવાળા જીવનમુક્ત જીવોના પણ મg = ભાવી જન્મમાં ફળ આપનારાં કર્ભાશય નથી હોતાં. કેમ કે તે પુનર્જન્મમાં જવાને યોગ્ય ન રહ્યા, શરીરના ત્યાગ પછી જ મોક્ષને પ્રાપ્ત થઈ જશે.) ભાવાર્થ – જીવાત્મા જન્મ-જન્માંતરોમાં જે કંઈ પણ શુભ-અશુભ કર્મ કરે છે, તે સંચિત બધાં પુણ્ય-અપુણ્યરૂપ કર્મ કર્તાશય કહેવાય છે. અને એ કશયનું મૂળ અવિદ્યા આદિ ક્લેશ હોય છે. આ શોના કારણે જે પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તેમને વ્યાસ-ભાગ્યમાં કામ, લોભ, મોહ અને ક્રોધ એમ ચાર ભાગોમાં વહેંચ્યા છે. આ લેશો કામ-લોભ આદિને ઉત્પન્ન કરીને મનુષ્યને પુણ્ય-અપુણ્ય કર્મોમાં પ્રવૃત્ત કરાવે છે. જેમ કે-કામનાથી પ્રેરિત મનુષ્ય યજ્ઞ આદિ પુણ્ય કર્મોમાં અને કામવશ જ પરસ્ત્રીગમન આદિ પાપ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. શિપ્યો પ્રતિ હિત પ્રેરિત ગુરુજનોનો તથા શત્રુઓ પ્રત્યે યોદ્ધાઓનો ક્રોધ પુણ્યપ્રદ, અને તે જ ક્રોધ - હિંસા કરવી, કોઈની સાથે વેરભાવના અથવા અસૂયાવૃત્તિ (ઈર્ષાવૃત્તિ) કરવી વગેરે અપુણ્યજનક કર્મોમાં પ્રવૃત્ત કરે છે. લોભવૃત્તિ તો બધા જ પાપોનું મૂળ છે. લોભવશ પુણ્ય કર્મની આશા તો ઘણી જ ઓછી છે, પરંતુ ચોરી કરવી, બીજાના ધનને છળ, કપટ વગેરેથી અપહરણ કરવું વગેરે પાપકર્મોમાં પ્રવૃત્તિ લોભવશ જ થાય છે. તે જ પ્રકારે મોહવશ વ્યક્તિ શ્રેષ્ઠ કર્મોને છોડીને પાપકર્મોમાં પ્રવૃત્ત થઈ જાય છે. જેમ કે - અર્જુન મોહવશ જ કર્તવ્યથી વિમુખ થઈ ગયો હતો. અને મનુષ્ય પોતાનાં સંતાનોને મોહવશ જ સન્માર્ગનાં પથિક (સન્માર્ગે ચાલનારાં) નથી બનાવી શકતો વગેરે.
આ સંચિત પુણ્ય અપુણ્ય કર્મોનો સમૂહ દુષ્ટ જન્મ- વર્તમાન જન્મમાં પણ ફળ આપે છે અને અદષ્ટ જન્મ = આગળના જન્મોમાં પણ ચાલુ જીવનમાં ક્યાં અને કેટલાં કર્મોનું ફળ મળે છે તથા આગળના જન્મમાં કયાં કર્મોનું ફળ મળે છે ? તેનો નિયતા પરમાત્મા છે. માટે જીવ તે સમજવામાં અસમર્થ જ રહે છે. પરંતુ વ્યાસ મુનિએ કેટલાંક ફળોનો સંકેત અવશ્ય કર્યો છે. તીવ્ર સંવેગ = દઢ વૈરાગ્ય તથા અભ્યાસવાળાને તથા તીવ્ર ક્લેશવાળાને વર્તમાન જન્મમાં જ ફળ મળી જાય છે. અને અત્યંત નીચલી કોટિનું પાપ કરનારાંને આગળના (હવે પછી થનારા) જન્મમાં ફળ મળે છે. જેમ કે - જે યોગાભ્યાસી તીવ્ર સંવેગ તીવ્ર વૈરાગ્ય તથા સતત અભ્યાસ, મંત્રજપ, કઠોર તપસ્યાથી ઈશ્વર ભક્તિ તથા વિદ્વાન, મહર્ષિ, યોગી વગેરેના સંપર્કથી સમાધિ સિદ્ધ કરી ચૂક્યા છે તેમને દષ્ટ જન્મમાં જ જલદી ફળ પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે - નંદીશ્વરકુમારે
યોગદર્શન
૧૩૮
For Private and Personal Use Only