________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્બોધક કારણના અભાવમાં કાર્યરત નથી થતા, ત્યારે પ્રસુત દશામાં હોય છે અને એ જયારે તપ આદિ ક્રિયાયોગથી એટલા શિથિલ અથવા મંદ (દુર્બળ) કરી દેવામાં આવે છે કે તે કાર્યરત થવાનું સાહસ નથી કરી શકતા, ત્યારે તેમની તનુદશા થાય છે. અને જયારે એ લેશો સજાતીય અથવા વિજાતીય સંસ્કારોથી દબાયેલા રહે છે, ત્યારે વિચ્છિન્ન દશા હોય છે, જેમ કે જયારે રાગ-દ્દેશ ઊભરે છે ત્યારે ક્રોધ દબાયેલો રહે છે. લેશોની ચોથી ઉદાર દશા એ હોય છે, કે જયારે તેમનો ભોગનો વર્તમાન રહે છે, ત્યારે તે પોતાના પૂરા વેગથી ઊભરીને કાર્યરત રહે છે. જેમ કે - જયારે રાગ ક્લેશ ઊભરે છે, ત્યારે ક્રોધ દબાયેલો રહે છે. એમાં રાગ ઉદાર દશામાં છે અને ક્રોધ વિચ્છિન્ન દશામાં. ક્લેશોની આ ચતુર્વિધ અવસ્થાઓમાં જે ઉદાર' દશા છે તે સ્થળ છે, કેમ કે આ દિશામાં એ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. બાકીની ત્રણેય અવસ્થાઓ સૂક્ષ્મ છે. આ દિશાઓમાં રહેલા લેશો ફરીથી ન ઊભરવા લાગે અર્થાતુ ઉદાર દશાને ન પ્રાપ્ત થઈ જાય, એટલા માટે યોગીએ સતત જાગ્રત રહેવું જોઈએ અને લેશોની પ્રવૃત્તિઓની સમાધિજનિત વિવેકખ્યાતિથી દગ્ધબીજની જેમ ફળ આપવામાં અસમર્થ કરી દેવા જોઈએ.
સૂત્રમાં ધ્યાન' શબ્દનો અર્થ વ્યાસભાપ્યમાં પ્રસંખ્યાન=વિવેકખ્યાતિ કર્યો છે. ધ્યાન'નો અર્થ “à વિનાયા- ધાત્વાર્થ પ્રમાણે “ચિંતન કરવું છે, જયારે યોગી પ્રકૃતિજન્ય વસ્તુઓના ભોગથી થનારાં સુખ-દુઃખનું ચિંતન કરે છે અને પરિણામમાં તેમને દુઃખદ સમજી લે છે, તો યોગીનું ચિત્ત પૂર્ણ વિરક્ત થઈ જાય છે. અને ઉત્તરોત્તર ક્રમશઃ વૈરાગ્યની ઉત્કૃષ્ટ (સર્વોત્તમ) દશા સુધી પહોંચવાથી સૂક્ષ્મ ફ્લેશોની સ્થિતિ પ્રથમ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થઈ જાય છે. અને છેવટે દગ્ધબીજની જેમ અંકુરિત (ઊગવામાં) થવામાં અસમર્થ થઈ જાય છે. એ જ ધ્યાનથી લેશો વૃત્તિઓનું દ્રીકરણ (દૂર કરવાનું) કરવાનું કહેવાય છે.
વ્યાસ-ભાયમાં ક્લેશ-વૃત્તિઓને દૂર કરવાની પ્રક્રિયાને વઢના દષ્ટાંતથી સમજાવ્યું છે. જેમ કપડાંનો સ્થૂળ મેલ પ્રથમ દૂર કરવામાં આવે છે અને તે ઓછા પ્રયત્નથી જ દૂર થઈ જાય છે. પરંતુ તેનો (વસનો) જે સૂક્ષ્મ મેલ હોય છે, તેને દૂર કરવામાં ભારે પ્રયત્ન કરવો પડતો હોય છે. કપડાંમાં સાબુ વગેરે લગાવીને અથવા ગરમ પાણીમાં પલાળીને, ધોકાથી કૂટીને વસ્ત્રોનો સૂક્ષ્મ મેલ દૂર કરવામાં આવે છે. તે જ રીતે લેશોની સ્થૂળ વૃત્તિઓની સરખામણીમાં સૂક્ષ્મ વૃત્તિઓને બાળવામાં (નાશ કરવામાં) અતિશય લાંબો વખત પ્રયત્ન કરવો પડતો હોય છે. આ જ પ્રમાણે સૂક્ષ્મ લેશોની પણ પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન આદિ દશાઓ થાય છે. જેમ જેમ યોગીની વિવેકખ્યાતિ સમૃદ્ધ તેમ જ દઢ થશે, તેમ તેમ જ આ સૂક્ષ્મ-વૃત્તિઓને દગ્ધ કરી શકાય છે. પરંતુ આ કાર્ય સરળ નથી, આયોગની સર્વોચ્ચ દશા છે. એટલા માટે વ્યાસ-ભાષ્યમાં સૂક્ષ્મતુ મહાપ્રતિપક્ષી : = સૂક્ષ્મવૃત્તિઓ પ્રબળ-પ્રતિપક્ષ સાપેક્ષ હોય છે, એમ કહીને યોગી પુરુષને સચેત કરવામાં આવ્યો છે. જે યોગી ક્રિયા યોગને કરીને જ પોતાને ૧૩૬
યોગદર્શન
For Private and Personal Use Only