________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જ પ્રકારે “અવિદ્યા' નામનો ક્લેશ નતો પ્રમાણ (વિદ્યા) છે અને નથી પ્રમાણ=વિદ્યાનો અભાવ છે. પરંતુ વિદ્યાથી બીજું અયથાર્થ જ્ઞાન જ અવિદ્યા છે. ભાવાર્થ - આ સૂત્રમાં અવિદ્યાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. કેમ કે અવિદ્યા બધા લેશોનું મૂળ કારણ હોવાથી યોગમાં પ્રબળ (ઘણું જ) બાધક છે. માટે યોગીએ અવિદ્યાનું સ્વરૂપ સારી રીતે સમજવું જોઈએ. આ સૂત્રમાં અવિદ્યાના ચાર પ્રકાર બતાવ્યા છે. જો કે અવિદ્યાનું ક્ષેત્ર ઘણું જ વિસ્તૃત તથા મહાન છે. તેમ છતાં ચારેયની અંદર જ બધી અવિદ્યાનો સમાવેશ થઈ જાય છે. સૂત્રમાં અનિત્ય પદાર્થોમાં નિત્ય બુદ્ધિ કરવી (નિત્ય સમજવાં), અપવિત્ર પદાર્થોમાં પવિત્ર હોવાની) ભાવના કરવી, દુ:ખમાં સુખ માનવું અને અનાત્મા=અચેતનોમાં આત્મબુદ્ધિ કરવી - એમ ચાર પ્રકારની અવિદ્યા માની છે. પરંતુ આનાથી વિદ્યાનું સ્વરૂપ પણ સમજી શકાય છે. અર્થાત નિત્યમાં નિત્ય, અનિત્યમાં અનિત્ય, અશુચિમાં અશુચિ, દુઃખમાં દુઃખ, સુખમાં સુખ, આત્મામાં આત્મા તથા અનાત્મામાં અનાત્મ-બુદ્ધિ કરવી (રાખવી) વિદ્યાનું સ્વરૂપ છે. મહર્ષિ દયાનંદે આ પ્રકારે આ સૂત્ર પર અવિદ્યાની સાથે વિદ્યાની પણ વ્યાખ્યા કરી છે. જેમ કે - અર્થપત્તિ પ્રમાણથી જીનો વત્ત તિવા ન મુજે દેવદત્ત જાડો છે, દિવસે નથી ખાતો. આ ઉદાહરણથી એ સમજમાં આવી જાય છે કે જાડા થવું ભોજન વિના સંભવ નથી. માટે દેવદત્ત દિવસે નથી ખાતો તો રાત્રે અવશ્ય ખાય છે. અહીં જે પ્રકારે એ રાત્રે ખાવાનો અર્થ પણ તે જ વાકયથી સમજમાં આવી જાય છે, તે જ પ્રકારે અવિદ્યાના સ્વરૂપથી વિદ્યાનું સ્વરૂપ પણ સૂત્રથી જ સમજવું જોઈએ. અવિદ્યાના સ્વરૂપને વ્યાસ-ભાગ્ય અને મહર્ષિ-દયાનંદની વ્યાખ્યામાં સારી રીતે સમજી શકાય છે. જે ૫ છે નોંધ - (૧) અવિદ્યા-અહીં અવિદ્યામાં નિષેધનું ગ્રહણ નથી પરંતુ તેનાથી ભિન્ન (જુદી) તેના જેવી વસ્તુનો (વિદ્યાનો) બોધ કરાવે છે. (૨) મહર્ષિની આ સૂત્રાર્થ કરવાની વિશેષ શૈલી છે કે તેઓ જ્ઞાનના સાધન અર્થપત્તિથી પણ અર્થ કરે છે. જ્ઞાન પ્રાપ્તિનાં પ્રત્યક્ષ આદિ પ્રમાણમાં અર્થપત્તિ પણ એક પ્રમાણ છે. માટે અહીં અવિદ્યાની વ્યાખ્યાથી વિપરીત વિદ્યાની વ્યાખ્યા જ જાણવી જોઈએ. “હવે – અસ્મિતા ક્લેશનું સ્વરૂપ નીચેનાં સૂત્રથી બતાવવામાં આવે છે –
दृग्दर्शनशक्त्योरेकात्मतेवास्मिता ॥६॥ સૂત્રાર્થ - દ્િર્શનાવો ) દફશક્તિ = દષ્ટ શક્તિ = જીવાત્મા અને દર્શન શક્તિ= જ્ઞાનનું સાધન બુદ્ધિ શક્તિ અથવા ચિત્તની (ાત્મતા વ) એકરૂપતા જેવી પ્રતીતિ (મિતા) અસ્મિતા નામનો ક્લેશ છે. મહર્ષિ કૃત વ્યાખ્યા -“(મિતા) બીજો ક્લેશ “અસ્મિતા' કહેવાય છે. અર્થાત્ જીવ અને બુદ્ધિને મળેલા સમાન જોવી (એક હોય તેવી સમજવી), તથા અહંકાર અભિમાનથી પોતાને મોટો સમજવો ઈત્યાદિ વ્યવહારને અસ્મિતા જાણવી. જયારે સમ્યક વિજ્ઞાનથી
૧૩૦
યોગદર્શન
For Private and Personal Use Only