________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે એ વન્દ્ર = ચંદ્ર બિંબને ફાડીને નીકળી છે. નીલકમલના પત્રની સમાન વિશાળ નેત્રોવાળી આ કન્યા શૃંગાર (શણગાર)ના હાવભાવોથી પૂર્ણ નેત્રોથી જાણે પ્રાણિજગતને આશ્વાસન આપતી દેખાય છે. તેનો ક્યા (ભાગ્યશાળી) પુરુષની સાથે ક્યાં (શુભ) કર્મોના કારણે સંબંધ થશે? આ પ્રકારે અપવિત્ર દેહમાં પવિત્ર બુદ્ધિ કરવી એમિથ્યાજ્ઞાન છે. આ જ અવિદ્યાના બીજા લક્ષણથી) સપુષ્પ = પાપમાં પુણ્યની પ્રતીતિ તથા અનર્થકારી પદાર્થમાં મર્થપ્રત્ય= સાર્થકતાની પ્રતીતિ અર્થાત અયોગ્યમાં યોગ્ય બુદ્ધિ કરવી પણ અવિદ્યા જ જાણવી જોઈએ.
તે જ રીતે દુઃખમાં સુખ બુદ્ધિના વિષયમાં સૂત્રકાર કહેશે – પરિતાપાર ટુfMવૃત્તિવરોધષ્ય સુવમેવ સર્વ વિવેક્સિન : (યો. ૨/૧૫) આ આગામી સૂત્ર દ્વારા સૂચિત દુઃખોમાં સુખ બુદ્ધિ કરવી અવિદ્યા છે.
તે જ રીતે મનાનિ=આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્માની પ્રતીતિ કરવી (થવી) ચોથા પ્રકારની અવિદ્યા છે. જેમ કે વેતન = સ્ત્રી, પુત્ર, ગાય આદિમાં અને અચેતન (જડ) ગૃહ આદિ પદાર્થોમાં અથવા મોકITTધMીન = ભોગના આશ્રયભૂત શરીરમાં, અથવા પુરુષ = જીવાત્માનાં સાધન મનાત્મા = આત્માથી ભિન્ન (જુદાં) મન = અંતઃકરણમાં આત્મરાતિ = આત્મ= માલિકીપણું માનવું (સ્વામીત્વ માનવું) અથવા ચેતન છે એવી બુદ્ધિ કરવી, શરીર તથા મનને જ આત્મા માનવો, તેનાથી જુદા ચેતન આત્માને ન માનવો ઈત્યાદી અવિદ્યા છે.
' તે જ રીતે આ વિષયમાં (પ્રાચીન આચાર્યું પણ કહ્યું છે) - ચત્ત = ચેતન પદાર્થ (પુત્ર, સ્ત્રી, પશુ આદિ)ને તથા અવ્યક્ત = અચેતન પદાર્થ (ઘર, ભોજન, વસ્ત્ર, શરીર, મન વગેરે)ને માત્મત્વેન= આત્મીય રૂપથી અથવા આત્મરૂપ (ચેતન) સમજીને તે ચેતન-અચેતન પદાર્થોની સંપ-સમૃદ્ધિને પોતાની સમૃદ્ધિ માનતાં પ્રસન્ન થાય છે, અને આ પદાર્થોની વિપત્તિ= ક્ષય અથવા અવનતિને પોતાની વિપત્તિ ક્ષય તથા અવનતિ સમજતો શોકાગ્રસ્ત થઈ જાય છે. એવાં બધાં જ પ્રાણી અપ્રતિબુદ્ધ = ના સમજ = અવિદ્યાગ્રસ્ત છે. એ અવિદ્યા નામનો વનેશ-ચતુષ્પદ્ = ચાર પ્રકારના છે એ સમસ્ત લેશોનું તથા જાતિ (જન્મ), આયુષ્ય તથા ભોગરૂપ વિવિધ કર્મફળોવાળા સમસ્ત કર્ભાશયનું મૂળ કારણ છે. અહીં “ફતિ પદ અવિદ્યાની વ્યાખ્યાની સમાપ્તિનું સૂચક છે.
(અવિદ્યાની ભાવાત્મક સત્તા) તે અવિદ્યાનું વસ્તુ સ્વરૂપ (ભાવાત્મક સત્તા) “અમિત્ર” અને “અગોપદ' શબ્દોની જેમ જાણવું જોઈએ. જેમ કે “અમિત્ર' શબ્દથી ન તો મિત્રનો અભાવ અને ન તો મિત્ર જ (જાણવામાં આવે છે, પરંતુ એ મિત્રનો વિરોધી શત્રુ (ભાવાત્મક) જાણવામાં આવે છે અથવા જેમ કે - “અગોષ્પદ શબ્દથી ન તો ગોષ્પદ ગાયના પગનાં ચિનનો અભાવ અને ન તો ગોષ્પદ (જાણવામાં આવે છે). પ્રત્યુત એ બંને અર્થોથી જુદો વક્વન્તર = ભિન્ન વસ્તુ દેશ = સ્થાન છે, કે જયાં ગાયનો પગ પણ ન રખાયો હોય. સાધન પાદ
૧૨૯
For Private and Personal Use Only