________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ઉદાર-દશા - જયારે કોઈ લેશ ભોગ-દશામાં વર્તમાન રહે છે, તે પોતાના પૂરા વેગથી કાર્યરત રહે છે (થાય છે) એ ક્લેશની ઉદાર-દશા છે. તેનું ઉદાહરણ વિચ્છિન્ન દશામાં જોઈ શકાય છે. કેમ કે આ બન્ને દશાઓમાં એક ક્લેશ દબાય છે, તો બીજો કાર્યરત રહે છે. રાગ કાર્યરત રહે છે તો પ દબાઈ જાય છે. અને ક્રેપ કાર્યરત થાય છે ત્યારે રાગ દબાઈ જાય છે.
આ બધા જ ક્લશો પોતાની બધી જ દશાઓમાં, ફ્લેશભાવનો પરિત્યાગ નથી કરતા. આપણે એવું કદાપિ ન સમજવું જોઈએ કે આ ક્લેશ ઉદાર દશા = કાર્યરત દશામાં જ દુઃખ આપે છે અને બીજી દશાઓમાં નહી. બીજી દશાઓમાં (પ્રસુપ્ત આદિમાં) પણ ક્લેશ દુઃખનું કારણ બની રહે છે. કેમ કે તેમનામાં ક્લેશ કરવાની શક્તિ બીજી દશાઓમાં પણ વિદ્યમાન (હાજર) રહે છે. આ બધા જ લેશોમાં અવિદ્યા મૂળ કારણ છે. અવિદ્યાના હોવાથી તે ક્લેશ હોય છે અને અવિદ્યાના નાશથી તેમનો નાશ થઈ જાય છે. માટે આ બધા જ લેશો અવિદ્યાના જ ભેદ કહેવાય છે. નોંધ - (૧) ક્લેશની આ ચાર દશાનું વિવરણ (૨/૧૧)ના ભાવાર્થમાં દટવ્ય છે. (૨) જેમબાળપણમાં રાગ (કામવાસના) પ્રસુપ્ત હોય છે અને યુવાનીમાં ઉદાર (જાગૃત) થઈ જાય છે. | ૪ હવે – એ ફ્લેશોમાં પ્રથમ અવિદ્યાનું સ્વરૂપ કહેવામાં આવે છે.
अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ॥५॥ સૂત્રાર્થ - (ક) “જે અનિત્ય સંસાર અને દેહ આદિમાં નિત્ય અર્થાત્ જે કાર્યજગત જોવા-સાંભળવામાં આવે છે, સદા રહેશે, સદાથી છે અને યોગબળથી આ જ દેવોનાં શરીર સદા રહે છે, તેવી જ વિપરીત (ઊલટી) બુદ્ધિ હોવી અવિદ્યાનો પ્રથમ ભાગ છે. અશુચિ અર્થાત્ મળમય સ્ત્રી આદિનાં (શરીર) અને મિથ્યાભાષણ, ચોરી આદિ અપવિત્રમાં પવિત્ર બુદ્ધિ બીજો, અત્યંત વિષય સેવનરૂપ દુ:ખમાં સુખ બુદ્ધિ આદિ ત્રીજો, અનાત્મામાં આત્મ બુદ્ધિ કરવી અવિદ્યાનો ચોથો ભાગ છે. આ ચાર પ્રકારનું વિપરીત જ્ઞાન અવિદ્યા કહેવાય છે.
તેનાથી વિપરીત (ઊલટું) અર્થાતુ અનિત્યમાં અનિત્ય અને નિત્યમાં નિત્ય, અપવિત્રમાં અપવિત્ર અને પવિત્રમાં પવિત્ર, દુઃખમાં દુઃખ, સુખમાં સુખ, અનાત્મામાં અનાત્મા અને આત્મામાં આત્માનું જ્ઞાન થવું હોવું) એ વિદ્યા છે. જેનાથી પદાર્થના યથાર્થ સ્વરૂપનો બોધ થાય, તે વિદ્યા અને જેનાથી તત્ત્વસ્વરૂપન જાણી શકાય, અન્યમાં અન્ય બુદ્ધિ થવી હોવી) અવિદ્યા કહેવાય છે” (સ. પ્ર. નવમો સમુલ્લાસ) (ખ) “અવિદ્યાનાં લક્ષણ આ છે (અનિત્ય) અનિત્ય અર્થાતુ કાર્ય જે શરીર આદિ ધૂળ પદાર્થ તથા લોક-લોકાંતરમાં નિત્ય બુદ્ધિ તથા જે નિત્ય અર્થાત્ ઈશ્વર, જીવ, જગતનું સાધન પાદ
૧૨૭
For Private and Personal Use Only