________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવું કેવી રીતે શકય છે? માટે ક્ષીણ લેશોવાળા યોગી કુશળ અને વરHફેદ = (મોક્ષ પ્રાપ્તિનો અધિકારી હોવાથી) અંતિમદેહ (છેલ્લા શરીર)વાળો કહેવાય છે. દગ્ધબીજરૂપતાવાળી લેશોની એ પાંચમી અવસ્થા તે જ=વિવેકખ્યાતિ પ્રાપ્ત કરનાર યોગીમાં જ હોય છે, બીજે કયાંય નહીં. hશોની સત્તા હોવા છતાં પણ સમય = વિવેકપ્યાતિ પ્રાપ્ત કરી લેવાથી, લેશોની બીજરૂપ શક્તિ બળી જતાં અર્થાત વિષયોના ઉપસ્થિત થવા છતાં પણ લેશોનું જાગરણ નથી થતું. આ પ્રકારે દગ્ધબીજની જેમ ક્ષીણ ક્લેશનું ફરીથી મારોટ = અંકુરિત ન થવું (કાર્યોનુખ ન થવું) લેશોની પ્રસુપ્તિ દશા કહી છે. આ પ્રસુપ્તિ તથા દગ્ધબીજભાવોનો અપ્રરોહ = ન ઊગવું કહી દીધું.
(તબુ) હવે તનુત્ત્વ (દશા)ને બતાવવામાં આવે છે. ક્રિયાયોગ દ્વારા પ્રતિપક્ષ ભાવનોપતી = વિરોધી ભાવનાથી ૩૫દત = ૩૫૫fક્ત = દબાયેલા આ અવિદ્યા આદિ લેશો તનવ: = સૂક્ષ્મ થઈ જાય છે.
| (વિચ્છિન) અને તે જ રીતે વચમાં વચમાં રોકાઈ રોકાઈને અથવા ટૂટી ફૂટીને ફરીથી તે તે રૂપથી પ્રકટ થવું, એ ક્લેશની વિચ્છિન્ન દશા છે. કેવી રીતે? (ઉત્તર આપે. છે) રાગ નામના ફ્લેશ વખતે ક્રોધ નામના ક્લેશનો અભાવ થાય છે. કેમ કે રાગ વખતે ક્રોધ પ્રકટ નથી થતો. (આ કાલિક વિચ્છિન્ન દશા છે) અને રાગ પણ કોઈ સ્ત્રી આદિ) આલંબન પ્રત્યે દેખાતાં, બીજે બીજા આલંબન પ્રત્યે બિલકુલ ન હોય એવી વાત પણ નથી (જેમ કે) ચૈત્ર નામનો પુરુપ કોઈ સ્ત્રી પ્રત્યે રાગવાળો છે, એટલા માટે બીજી સ્ત્રીઓ પ્રત્યે બિલકુલ વિરક્ત હોય એવું પણ નથી હોતું. પરંતુ ત્યાં રાગ તળવૃત્તિ = વર્તમાન પ્રવૃત્તિવાળો છે, બીજે તો ભવિષ્યવૃત્તિ = ભવિષ્યમાં થનારી પ્રવૃત્તિવાળો છે. તે રાગ તે વખતે (બીજી સ્ત્રીઓ પ્રત્યે) પ્રસુપ્ત અથવા તનુ અથવા વિચ્છિન્નરૂપથી હોય છે. (આ દૈશિક વિચ્છિન્નતા છે.)
(૩૨) જે ક્લેશ વિષ = આલંબનમાં નશ્વવૃત્તિ = પોતાની વૃત્તિ =સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા છે, તે ઉદાર અવસ્થાવાળા છે. અને આ બધી જ અવસ્થાઓવાળા આ લેશો વિષયd = ક્લેશપદ વાચ્ય વિષય અર્થને નથી છોડતા માટે ક્લેશ જ કહેવાય છે. (પ્રશ્ન) જો એ દરેક દશામાં ક્લેશ જ છે, તો પછી વિચ્છિન્ન, પ્રસુપ્ત, તનુ અને ઉદાર આ ચાર નામ રાખવાનું શું પ્રયોજન છે? (ઉત્તર) તેનો ઉત્તર બતાવવામાં આવે છે. એ તો સત્ય જ છે કે એ બધી અવસ્થાઓમાં ક્લેશરૂપ રહે છે, પરંતુ વિશેષ અવસ્થામાં રહેવું (સ્થિત થવું) જ એ લેશોનાં વિચ્છિન્ન આદિ નામ હોવાનું કારણ છે. જે પ્રકારે આ લેશો પ્રતિપક્ષ-માવત: = ક્રિયા યોગના કરવાથી વિરોધી ભાવનાના કારણે નિવૃત્ત થઈ જાય છે. તે જ રીતે પોતાના પ્રકાશક કારણને પામીને પ્રકટ થઈ જાય છે. એ બધા જ લેશો અવિદ્યાના ભેદ છે. કેમ કે બધા જ લેશોમાં અવિદ્યાનાં ભેદ છે. કેમ કે બધા લેશોમાં અવિદ્યા જ મર્ણિવતે = વ્યાપ્ત
સાધન પાદ
૧૨૫
For Private and Personal Use Only