________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्विचारवैशारोऽध्यात्मप्रसादः ॥४७॥ સૂત્રાર્થ- વિવારેશર) પૂર્વોક્ત નિર્વિચારા સમાપત્તિ વધારે નિર્મળ થતાં યોગીને (અધ્યાત્મપ્રભા :) આંતરિક પ્રજ્ઞાલોક=બુદ્ધિ પ્રકાશ પ્રકટ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ (રજોગુણ તથા તમોગુણની) અશુદ્ધિરૂપી આવરણ કરનારા મળથી રહિત, પ્રકાશસ્વરૂપ સાત્ત્વિક ચિત્તનું જે રજોગુણ તથા તમોગુણના પ્રભાવથી રહિત સ્વચ્છ (નિર્મળ) સ્થિતિવાદ = નિરંતર સ્થિર બની રહેવું (એકાગ્રતાની ધારા) છે, તે વૈશારદ્ય' કહેવાય છે. જયારે નિર્વિવાર, સમશે ) નિર્વિચાર સમાપત્તિવાળી સંપ્રજ્ઞાત સમાધિનું આ વૈJરદ્ય નિર્મળરૂપ પ્રકટ થઈ જાય છે અર્થાત્ નિરંતર ચિત્ત એકાગ્ર તથા સાત્ત્વિકરૂપ બનેલું રહે છે, ત્યારે યોગીને મધ્યાત્મપ્રચિત્ત (બુદ્ધિ)ની નિર્મળતા પ્રાપ્ત થાય છે. (તે અધ્યાત્મ પ્રસાદ કેવો છે?) મૂતાઈવિષય = યથાર્થ વિષયક (કલ્પના આદિથી શૂન્ય) નિનુરોધી ક્રમની પ્રતીતિ રહિત એક જ કાળમાં છુટ = શુદ્ધ પ્રજ્ઞાસ્તો : = બુદ્ધિ પ્રકાશ પ્રકટ થઈ જાય છે. અને એવું કહ્યું પણ છે - પ્રજ્ઞા અધ્યાત્મપ્રસાદ=ચિત્તની નિર્મળતાને પ્રાપ્ત થઈને અને (અશોન્ગ ) શોક આદિથી રહિત પ્રજ્ઞ:) બુદ્ધિમાન યોગી શોક કરનારાં બીજાં અયોગી મનુષ્યોને એવી રીતે જુએ છે, જેમ શતર્થ પર્વત પર સ્થિત મનુષ્ય નીચે ભૂમિ પર સ્થિત મનુષ્યોને જુએ છે. ભાવાર્થ-આ સૂત્રમાં “પ્રસાદ' પદનો અર્થ છે – ચિત્તવૃત્તિની નિર્મળતા તથા એકાગ્રતા. નિર્વિચારા - સમાપત્તિ સૂક્ષ્મ વિષયવાળી કહી છે અને જયારે તેની ઉન્નત દશામાં સાધકની ચિત્ત સ્થિતિ એવી થઈ જાય છે કે રજોગુણ તથા તમોગુણના પ્રભાવથી રહિત સત્ત્વગુણ મુખ્ય હોવાથી અશુદ્ધિરૂપી મળથી પૃથફ અને ચિત્તવૃત્તિનિબંધરૂપે એકાગ્ર થઈ જાય છે, ત્યારે સાધકને અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેની બુદ્ધિવૃત્તિ એવી શુદ્ધ થઈ જાય છે કે એક જ કાળમાં (વખતે) પદાર્થોનો યથાર્થ બોધ કરાવનારી થઈ જાય છે. તેનું જ્ઞાન ભ્રાન્તિ રહિત હોવાથી શોક આદિ દુઃખોના પ્રભાવથી રહિત થઈ જાય છે અને તેને આ ઉન્નત સ્વરૂપનો બોધ એવો જ થવા લાગે છે કે જેમ કોઈ બુદ્ધિમાન પુરુષ પર્વતના શિખર પર ચઢીને ભૂમિ પર રહેલા, ત્રિવિધ દુઃખોથી યુક્ત અને શોક આદિથી પ્રભાવિત મનુષ્યોને જોઈ રહ્યો હોય. ૪૭ મા નોંધ - જેમાં ક્રમ હોવા છતાં પણ ક્રમની પ્રતીતિ ન હોય એવા એક જ કાર્યમાં થનારા પ્રજ્ઞાલોકને “ક્રમાનનુરોધી' કહે છે. હવે - અધ્યાત્મપ્રસાદની દશામાં યોગીની પ્રજ્ઞાનું વિશેષ નામ -
ऋतम्भरा तत्र प्रज्ञा ॥४८॥ સૂત્રાર્થ - (12) તે પ્રજ્ઞાલોકના પ્રકટ થતાં યોગીની પ્રજ્ઞા (ઋતંભરા) ત્રત- સત્ય વિપત્તિ ધારયતતિ સT અર્થાત્ સત્યને ધારણ કરનારી થઈ જાય છે. ૧૧૪
યોગદર્શન
For Private and Personal Use Only