________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેપ રૂપને જાણવાને માટે, આ સમાધિ પ્રજ્ઞાની ઘણી મોટી જરૂરિયાત છે. તેના સિવાય સૂક્ષ્મ-પદાર્થોના વિશેષરૂપનો તથા આત્મતત્ત્વનો સાક્ષાત્કાર નથી થઈ શકતો. માટે સમાધિપ્રજ્ઞાને શબ્દ આદિ પ્રમાણોથી ભિન્ન વિષય હોવાથી પ્રાપ્ત કરવો યોગીને માટે પરમ આવશ્યક છે. આ ૪૯ છે નોંધ - અહીં વેદના જ્ઞાનને સામાન્ય કહેવાનો એ અભિપ્રાય નથી કે વેદનું જ્ઞાન અપૂર્ણ છે અથવા અધૂરું છે. વેદજ્ઞાન નિબ્રાન્ત તથા પૂર્ણ છે. પરંતુ જ્ઞાનની પૂર્ણતા ચાર પ્રકારની હોય છે. (૧) આગમકાળ=ગુરુ મુખથી ભણવું (૨) સ્વાધ્યાયકાળઃસ્વયં મનન કરવું (૩) પ્રવચનકાળ બીજાને શીખવવું અથવા ઉપદેશ કરવો (૪) વ્યવહારકાળ=વ્યવહારમાં (આચરણમાં) લાવવું. જેમ કે - ગુરુમુખથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે પૂર્ણ હોવા છતાં પણ વ્યવહારકાળ સુધીની વિધિઓ વિના અપૂર્ણ છે. તે જ રીતે વેદનું જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે કે જ્યાં સુધી યોગાભ્યાસ વગેરે દ્વારા તેને આચરણમાં ન લાવવામાં આવે. અહીં વ્યાસ-મુનિનો પણ એ જ આશય છે. હવે - સમાધિ-પ્રજ્ઞા=ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થતાં યોગીને ઋતંભરા પ્રજ્ઞા દ્વારા નવા નવા સંસ્કારો પેદા થાય છે.
तज्ज : संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी ॥५०॥ સૂત્રાર્થ - તિજ્ઞ ) એ ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર ) સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબન્ધી) સમાધિ વિરોધી વ્યુત્થાન = (સામાન્યદશા)ના સંસ્કારોના વધ=રોકનારા હોય છે. ભાપ્ય-અનુવાદ – સમાધિજા ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર બીજા વ્યુત્થાન-સંસ્કાર (સમાધિ વિરોધી સંસ્કારો) તથા તેમનો આશય=વાસનાને, વધતે પોતાના કાર્ય કરવામાં અસમર્થ કરી દે છે. યુત્થાન=સમાધિ વિરોધી સંસ્કારોના વને નાશ થવાથી તેમનાથી ઉત્પન્ન થનારી પ્રતીતિઓ (જ્ઞાન) નથી થતી. તે પ્રતીતિઓ (જ્ઞાન)ના નિરોધ થતાં સમાધિની ઉપસ્થિતિ થઈ જાય છે (લાગી જાય છે). તે સમાધિથી સમાધિજ્ઞાજ્ઞિક સમાધિજન્ય પ્રજ્ઞા (ઋતંભરા પ્રજ્ઞા) અને ત્યાર પછી પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર (ઉત્પન્ન)થઈ જાય છે. આ પ્રકારે નવા નવા સંસ્કારોનો આશય સમૂહ પેદા થવા લાગે છે. અને તેમનાથી સમાધિજા પ્રજ્ઞા અને તે પ્રજ્ઞાથી સંસ્કાર પેદા થાય છે. (પ્રશ્ન) આ પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોનો સમૂહ ચિત્તને સાધાર=પોતાના કર્તવ્ય ભોગોનુખ વૃત્તિવાળો શું નથી કરતો? (ઉત્તર) તે સમાધિ-પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર અવિદ્યા આદિ લેશોના નાશનું કારણ હોવાથી ચિત્તને ધિક્કાર વિશિષ્ટ સાધિકાર=ભોગોનુખ વૃત્તિવાળા નથી કરતા. કેમ કે તે પ્રજ્ઞાકૃત સંસ્કાર ચિત્તને પોતાનાં કાર્યથી = ભોગોનુખવૃત્તિથી જુદા કરી દે છે અને ચિત્તની ક્રિયાઓ વ્યતિપર્યવસાન-વિવેક-ખ્યાતિ પર્યત જ હોય છે (રહે છે). અર્થાત વિવેકાતિ સિદ્ધ થઈ જતાં ચિત્તનો બધો વ્યવહાર સમાપ્ત થઈ જાય છે.
સમાધિ પાદ
૧ ૧૭
For Private and Personal Use Only