________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે સ્વીકાર કરે. નહીંતર સાધકનું રક્ષણ ક્લેશોથી કદી પણ થઈ શકતું નથી.
સૂત્રકારે ઉપરનાં ત્રણેય સાધનોને “ક્રિયાયોગ' કહ્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે આ ક્રિયાયોગ મન, વચન અને કર્મથી નિયમિત રૂપે આચરણ કરવાનું નામ છે. સૂત્રકારે યોગાંગોમાં નિયમોની વ્યાખ્યામાં પણ (યોગ. ૨/૩૨) આ ત્રણેયનું પરિગણન કર્યું છે. યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવાનું ફળ (યોગ. ર/૨૮)માં અશુદ્ધિનો ક્ષય અને જ્ઞાન દીપ્તિ બતાવ્યા છે. અને (યો ૨/૨માં)માં પણ ક્લેશોનો નાશ કરવો એ ક્રિયાયોગનું ફળ બતાવ્યું છે. જેમ કે – ખેડૂત ખેતર ખેડીને પ્રથમ ઘાસ આદિ કચરાને દૂર કરે છે, તે જ રીતે સાધકે પ્રથમ ક્રિયાયોગ દ્વારા ક્લેશ આદિ મળોને દૂર કરીને અશુદ્ધિનો નાશ કરવો જોઈએ. તે ૧ દા હવે - તે ક્રિયાયોગનું ફળ (પ્રયોજન) આ છે. -
समाधिभावनार्थ : क्लेश तनूकरणार्थश्च ॥२॥ સૂત્રાર્થ - પૂર્વ સૂત્રમાં કહેલા ક્રિયાયોગનાં સમ્યક (બધા) અનુષ્ઠાનનું ફળ છે - (Ifધમાવનાર્થ :) સમાધિની સિદ્ધિ કરાવાને માટે (૨) અને (કન્સેશ તનુજરાર્થ) અવિદ્યા વગેરે પાંચ લેશોને સૂક્ષ્મ કરવાને માટે તથા વિવેકખ્યાતિથી સૂક્ષ્મ લેશોને દગ્ધબીજની માફક કાર્ય કરવામાં અસમર્થ કરવાને માટે છે. ભાપ્ય અનુવાદ – તે પૂર્વ સૂત્રોક્ત ક્રિયાયોગ માણેન= નિરંતર વારંવાર સમ્યક અનુષ્ઠાન કરેલા સમાધિને સિદ્ધ કરે છે અને અવિદ્યા આદિ લેશોને ઘણા સુક્ષ્મ (નબળા) કરી દે છે. ક્રિયાયોગથી સૂક્ષ્મ થયેલા લેશોનેuસંર૦૧નાનિના વિવેકખાતિરૂપી અગ્નિથી પ્રસવકઃ = અંકુરો ઉત્પન્ન કરવામાં અસમર્થ = રાધ = બળી ગયેલાં બીની જેમ (સમાન) (કાર્યોન્મુખ કરવામાં અસમર્થ) કરી દે છે. અને પછી લેશોને સૂક્ષ્મ કરવાથી જ લેશોના સંપર્કથી રહિત સર્વપુરુષાન્યતારાતિઃ = વિવેકખ્યાતિરૂપી પ્રજ્ઞા = સમાધિ પ્રજ્ઞા, જે સૂક્ષ્મ = સૂક્ષ્મ વિષયોનો સાક્ષાત કરનારી છે, અને સમાપ્તાધિશોરી = “સમાપ્તચિતfધારો થયા જેનાથી ચિત્તનાં કાર્ય સમાપ્ત થઈ જાય છે, એવી સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રતિપ્રસવાય = સ્વકારણમાં વિલીન થવામાં સમર્થ થઈ જશે. ભાવાર્થ-જે વિક્ષિપ્ત વૃત્તિવાળા સાધક હોય છે, તેમના દ્વારા નિરંતર કરાયેલા ક્રિયાયોગ (તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન)થી બે પ્રયોજન સિદ્ધ થાય છે - (૧) સમાધિભાવના ચિત્તવૃત્તિનો વિક્ષિપ્ત ભાવ દૂર થઈ જઈને એકાગ્ર થવું અને તેનાથી યોગ પ્રત્યે દઢ ભાવના થવી (બનવી). કેમ કે ચિત્તનું વિક્ષિપ્ત થવાનું કારણ જન્મજન્માંતરોથી અર્જિત અવિદ્યા આદિ ક્લેશ અને વિષય વાસનાઓ છે. તેમનો નાશ ક્રિયાયોગથી થવાથી મન એકાગ્ર થવા લાગે છે. (૨) બીજું પ્રયોજન (હેતુ) ક્લેશોનું તનૂકરણ સૂક્ષ્મ કરવાનું છે. જેમ કે - કઠીયારો લાકડાને છોલી છોલીને સૂક્ષ્મ કરીદેછે, તે જ રીતે સ્વાધ્યાય, તપ તથા ઈશ્વર પ્રણિધાનના
૧૨૨
યોગદર્શન
For Private and Personal Use Only