________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
__
ओ३म्
अथ द्वितीय : साधनपाद : प्रारभ्यते ।।
૨. સાધન પાદ હવે – એકાગ્ર ચિત્તવાળા સાધકને માટે પહેલા સમાધિ પાદમાં યોગનો ઉપદેશ કર્યો છે. વિક્ષિપ્ત ચિત્તવાળા પણ યોગમાં કેવી રીતે પ્રવેશે, આ બીજા સાધનપાદમાં શરૂ કરવામાં આવે છે.
तप: स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ॥१॥ સૂત્રાર્થ - (તપ :) યોગ સાધના કરતાં કરતાં કંકો શરદી-ગરમી, ભૂખ-તરસ, લાભ-નુકશાન, સુખ-દુ:ખ, માન-અપમાન, જીત-હાર વગેરે દ્વતોને સહન કરવાં. (સ્વાધ્યાય) પ્રણવ રૂન વગેરે પવિત્ર વચનો અને મંત્રોનો જપ કરવો તથા મોક્ષ-શાસ્ત્રોને વાંચવાં. ફૅશ્વરપ્રધાન) સાધકે પોતાનાં બધાં જ કર્મોને પરમેશ્વરને અર્પણ કરીને, એમનાં ફળની ઈચ્છાનો પણ ત્યાગ કરી દેવો. (શિયા-ચોળ :) યોગ-સાધકનો નિત્યનો યોગ વ્યવહાર છે. અથવા તપસ્યા કરવી, સ્વાધ્યાય કરવો, અને ઈશ્વર-પ્રણિધાન કરવું, આ ત્રણેય ક્રિયાઓથી વુત્થિત=અસ્થિર ચિત્તવાળો પણ યોગમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે અર્થાતુ આ યોગભ્યાસ કરનારનાં બહિરંગ (બહારનાં અંગ) સાધન છે. ભાપ્ય અનુવાદ – જે યોગસાધક તપસ્વી નથી, તેનો યોગ સિદ્ધ નથી થતો. પ્રવાહથી અનાદિ પુણ્ય-અપુણ્ય કર્મો, અવિદ્યા આદિ ક્લેશોની વારાનાઓ (સંસ્કારો)થી ચિત્રિત (ચિતરાયેલી), વિવિધ પ્રકારનાં બંધનનાં કારણે, વિષયોને ઉપસ્થિત કરનારી (રજોગુણ, તમોગુણથી પૂર્ણ) ચિત્તને વિક્ષિપ્ત કરનારી અશુદ્ધિમલિનતા, તપસ્યા વિના જુદી નથી થતી શિથિલ થઈને નાશ નથી થતો. માટે સૂત્રમાં તપ શબ્દનું (ક્રિયાયોગમાં સર્વપ્રથમ) ગ્રહણ કર્યું છે. અને આ તપસ્યા એ સાધકે એવી કરવી જોઈએ, જેનાથી સાધકના ચિત્તની પ્રસન્નતા=નિર્મળતા અને માધવ્યાધિ (રોગ) વગેરે શારીરિક દુઃખ આપનારી ન હોય એવું યોગીઓ દ્વારા માનવામાં આવ્યું છે.
સ્વાધ્યાય'નો અભિપ્રાય છે – પ્રણવ=ોરૂમ આદિ પવિત્ર કરનાર વચનો તથા મંત્રોનો જપ કરવો અને મોક્ષનો ઉપદેશ કરનારાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો. ઈશ્વર પ્રણિધાન'નો અર્થ છે-સાધકનું પોતાની બધી ક્રિયાઓને પરમગુરુ=પરમેશ્વરમાં સમર્પિત કરવું તથા તે ક્રિયાઓના ફળનો પરિત્યાગ (સંપૂર્ણત્યાગ) કરવો. ભાવાર્થ-આયોગ-શાસ્ત્રનાં પહેલાં પાદ (પ્રકરણોમાં સમાધિનું સ્વરૂપ, સમાધિનાં ભેદ, સમાધિને માટે અત્યંત આવશ્યક અંતરંગસાધન-અભ્યાસ, વૈરાગ્ય તથા ઈશ્વર
૧૨૦
યોગદર્શન
For Private and Personal Use Only