________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - જયારે યોગીનું ચિત્ત નિરંતર અભ્યાસ કરતાં કરતાં એકાગ્રતાના ઊંચા સ્તર સુધી પહોંચી જાય છે, ત્યારે યોગીને યથાર્થ-બોધ કરાવનારી ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી એ પ્રજ્ઞાથી આધ્યાત્મ વિષયવાળા એવા પ્રબળ સંસ્કાર ઉત્પન્ન થાય છે કે જે વ્યુત્થાન સંસ્કારો-સમાધિ વિરોધી સંસ્કારોને રોકી દે છે. તેમનાથી તે સંસ્કારોથી થનારી વ્યુત્થાનકાળની પ્રતીતિઓ (જ્ઞાન) તથા વાસનાઓ સમાપ્ત થઈ જાય છે. અને એ સમાધિપ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર એટલા બધા બળવાન હોય છે કે તેમને વ્યુત્થાન સંસ્કારો રોકવામાં સમર્થ નથી થઈ શકતા. તેનું કારણ એ છે કે ઋતંભરા પ્રજ્ઞાથી યથાર્થ બોધ થાય છે. બધી જ ભ્રાન્તિઓ (ગેરસમજો) સમાપ્ત થઈ જાય છે. એટલા માટે આ સમાધિજ પ્રજ્ઞાથી લેશો સમૂળ નાશ પામે છે. કેમ કે લેશોનું મૂળ કારણ અવિદ્યા હોય છે અને યોગીના ચિત્તને આ સમાધિ-પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર વિષયોને ભોગવવા તરફ જવામાં શિથિલ (ઢીલા) કરી દે છે. એટલા માટે આ સંસ્કારોથી ચિત્ત ભોગો તરફ પ્રવૃત્ત નથી થતું અને ભોગોની ભાવના નિતાંત શાન્ત થઈ જાય છે. છે ૫૦ હવે – ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોના સમૂહનું શું ફળ હોય છે? तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीज : समाधिः ॥५१॥ સૂત્રાર્થ - (તથાપિ નિવે) એ ઋતંભરા પ્રજ્ઞાજનિત સંસ્કારોનો પણ નિરોધ કરી દેતાં સર્વ નિરોધત) સમસ્ત સંસ્કારોનો નિરોધ થવાથી (ચિત્તની સાથે જ પ્રકૃત્તિમાં લય થવાથી) (નિર્વાન: સમાધિ) બાહ્ય વસ્તુના આલંબનથી રહિત અસંપ્રજ્ઞાત નામની સમાધિ સિદ્ધ થાય છે. ભાપ્ય અનુવાદ - તે (નિર્વાના ) ફક્ત સમાધિ પ્રજ્ઞા (ઋતંભરા પ્રજ્ઞા)ની જ વિરોધી નથી, પરંતુ તે પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોનો પણ વિરોધ કરે છે. કયા કારણથી નિરોધ કરે છે ? નિરોધજન્ય સંસ્કાર સમાધિજન્ય સંસ્કારો (ઋતંભરાપ્રજ્ઞાજન્ય સંસ્કારો)ને પણ બાધિત કરે છે–દબાવે છે=નાશ કરે છે. (અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું નિરોધથી પણ સંસ્કાર ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર ભાણકાર આપે છે)
નિરોધ અવસ્થામાં કાળક્રમના અનુભવથી નિરોધકાલીન ચિત્તમાં ઉત્પન સંસ્કારોની સત્તા અનુમાન પ્રમાણથી જાણી શકાય છે. (હવે અહીં ફરીથી પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ નિરોધજન્ય સંસ્કારોનો વિરોધ શેનાથી થાય છે? શું એ નિરોધજન્યસંસ્કાર ચિત્તમાં બનેલા જ રહે છે? ભાપ્યકાર તેનું સમાધાન કરે છે)
(ગુસ્થાન-નિરોધમfધમલૈ) વ્યુત્થાન સંસ્કારોનો વિરોધ કરનારી અસંપ્રજ્ઞાત સમાધિમાં ઉત્પન્ન (વા મળે: સંરે સદ) મોક્ષ પ્રાપ્ત કરાવનાર સંસ્કારોની સાથે ચિત્ત પોતાની પ્રકૃત્તિમાં (કારણમાં) લીન થઈ જાય છે. એટલા માટે તે (નિરોધજન્ય) સંસ્કાર ચિત્તના વિવિધન ) કાર્યકભોગોનુખ વૃત્તિના વિરોધી હોય છે, ચિત્તની સ્થિતિ બની રહેવાના કારણે નથી થતા. કેમ કે જયારે ચિત્તનું
યોગદર્શન
૧૧૮
For Private and Personal Use Only