________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્ષ્મ વ્યવધાનવાળી (છુપાયેલી) અથવા દૂરની વસ્તુનું નોપ્રત્યક્ષ=પ્રત્યક્ષ પ્રમાણથી જ ગ્રહણ નથી થતું અને ન તો એમ કહી શકાતું કે વસ્તુના વિશેષ અંશનું જેનું લૌકિક પ્રમાણોથી ગ્રહણ નથી કરી શકાતું, અભાવ જ છે. એટલા માટે એ વિશેપ અંશનું સમાઘિપ્રજ્ઞા=ઋતંભરા પ્રજ્ઞાથી જ ગ્રહણ થાય છે. પછી ભલે તે વિશેપ અંશ પાંચ મહાભૂતોનાં સૂક્ષ્મ-તત્ત્વો સંબંધી હોય અથવા પુરુષ–જીવાત્મા-પરમાત્મા સંબંધી હોય એટલા માટે એ ઋતંભરા પ્રજ્ઞાનો આગમ અને અનુમાન પ્રજ્ઞાથી ભિન્ન (જુદો) વિષય હોય છે કેમ કે તે વિશેષ અંશનો બોધ કરાવે છે. ભાવાર્થ - (ક) આનાથી પૂર્વસૂત્રમાં યોગજ ઋતંભરા-પ્રજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે, જેના દ્વારા યોગી સૂક્ષ્મ તથા અતીન્દ્રિય પદાર્થોને યથાર્થ રૂપમાં જાણી લે છે. જો એ જ્ઞાન પ્રત્યક્ષ આદિ પ્રમાણો તથા શાસ્ત્રોથી થઈ શકતું હોય તો પછી આ પ્રજ્ઞા પ્રાપ્તિને માટે શું કામ આટલો બધો કઠોર શ્રમ (યોગ સાધના) કરવો જોઈએ ? તેનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં “શ્રુત' (સાંભળેલું) શબ્દથી શબ્દ-પ્રમાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (ખ) દરેક પદાર્થનું રૂપ સામાન્ય તથા વિશેષ એમ બે પ્રકારનું હોય છે. સામાન્યરૂપ તે જ પ્રકારના બીજા પદાર્થોમાં રહે છે. અને વિશેષરૂપ એ છે કે જે સામાન્યરૂપના હોવા છતાં પણ ભેદક વિશિષ્ટ નિજીરૂ૫ (તેનું પોતાનું) હોય છે. જેમ કે – (ગાય) શબ્દ પશુ વિશેષ જાતિને સામાન્યરૂપે બતાવે છે. પરંતુ કોઈ ગાય-વિશેપનું જયારે કાર્ય થાય છે, ત્યારે તેની વિશેષરૂપત્રકાળી, પીળી, પાતળી વગેરેથી વ્યવહાર થાય છે. (ગ) શબ્દ પ્રમાણ અને અનુમાન પ્રમાણથી જે જ્ઞાન થાય છે, તે પદાર્થના સામાન્યરૂપનું જ હોય છે. પરંતુ વિશેષ રૂપનું નહી. કેમ કે ગુરુમુખ વગેરેથી સાંભળેલો શબ્દ જે અર્થનો બોધ કરાવે છે, તે તેના વિશેષરૂપની અભિવ્યક્તિ (ઓળખ) નથી કરી શકતું. જેમ કે કોઈએ “ગાય” પદથી ગાય પશુ વિશેની જાણકારી તો પ્રાપ્ત કરી લીધી પરંતુ જયાં સુધી તેને સાક્ષાત્ નથી જોતો, ત્યાં સુધી તેનો સંદેહ (શંકા) દૂર નથી થતો. આ પ્રકારે અનુમાન જ્ઞાન પણ છે. જેમ કે પહેલાં આપણે જાણીએ છીએ કે ગતિ વિના કોઈ પદાર્થ સ્થાનાન્તરમાં એક સ્થાનથી બીજા સ્થાને) નથી જઈ શકતો. ત્યારપછી આપણે જે દેવદત્તને કેટલાક દિવસ પહેલા કાશીમાં જોયો હતો, તેને ફરીથી દિલ્હીમાં જોઈને દેવદત્તની ગતિનું જ્ઞાન થયું. પરંતુ એ સામાન્ય જ્ઞાન જ છે, વિશેષ નહી. અને જયારે દ્રષ્ટા પ્રત્યક્ષ જોઈ લે છે, ત્યારે તેને વિશેષરૂપનો બોધ થવાથી બ્રાન્તિ (ગેર સમજ)નું નિરાકરણ થઈ જાય છે. (ઘ) જો અહીં કોઈ એમ કહે કે પ્રત્યક્ષ પ્રમાણથી વિશેષરૂપનો બોધ થવાથી ઋતંભરાત્ર પ્રજ્ઞા પ્રાપ્તિને માટે યોગસાધના નિરર્થક છે, એવી આશંકા કરવી પણ નિરર્થક છે, કેમ કે જે પદાર્થ અતીન્દ્રિય, સૂક્ષ્મ, દૂરસ્થાને તથા છૂપાયેલો છે, તેમનું બાહ્ય-પ્રત્યક્ષ સંભવ નથી અને તે પદાર્થોનો અભાવ છે એમ પણ નથી કહી શકાતું. માટે એ પદાર્થોના ૧૧૬
યોગદર્શન
For Private and Personal Use Only