________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્ય સમાપ્ત થઈ જાય છે ત્યારે તે મોક્ષ પ્રાપ્ત કરાવનારા સંસ્કારોની સાથે નિવૃત્ત થઈ જાય છે.) અર્થાત્ ચિત્ત પોતાની પ્રકૃતિમાં લીન થઈ જાય છે (મળી જાય છે, તેની સાથે નિરોધ સંસ્કારોનો પણ લય થઈ જાય છે.)
તે ચિત્તની નિવૃત્તિ થઈ જતાં અર્થાત્ ભોગ અપવર્ગ (મોક્ષ) રૂપ કાર્યોથી નિવૃત્ત થઈ જતાં (પોતાના કારણમાં લીન થઈ જતાં) પુરુષ:= જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. તે વખતે પુરુષ = જીવાત્મા સ્વરૂપ માત્ર સ્થિતિવાળો હોવાથી શુદ્ધ=ત્રિગુણાતીત કેવલ અને મુવત : =ત્રિવિધ દુઃખોથી છૂટેલો કહેવાય છે. ભાવાર્થ - (ક) આ સૂત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ બતાવ્યું છે. સંપ્રજ્ઞાત સમાધિના અંતિમ-સ્તર પર પહોંચતાં ઋતંભરા-પ્રજ્ઞા, તેનાથી ઉત્પન્ન સંસ્કાર, તે સંસ્કારોથી ભોગોનુખવૃત્તિનો નિરોધ, તથા લેશોનો ક્ષય થઈ જાય છે. આમાં ચિત્તવૃત્તિનો અધિકાર બનેલો રહે છે, કેમ કે ચિત્તનો વ્યાપાર વિવેક-ખ્યાતિ સુધી રહે છે. જો કે આ સ્તર પર ચિત્તવૃત્તિ અધ્યાત્મચિંતનમાં લાગેલી રહે છે, તેમ છતાં પણ પ્રકૃતિ-જન્ય હોવાથી ચિત્તવૃત્તિનું ભોગોની તરફ પ્રવાહિત થવાનું શક્ય છે. અને એ ભોગો તરફ વળવાનું જ સંસાર (જન્મ-મરણ)નું કારણ છે. એટલા માટે સંપ્રજ્ઞાત યોગને “સબીજ-યોગ” કહેવામાં આવે છે (ખ) ત્યાર પછી યોગાભ્યાસ કરતાં કરતાં સાધકની સ્થિતિ વધુ ઊંચી બની જાય છે (થઈ જાય છે) અને વિવેક ખ્યાતિ થવાથી આત્મ-સાક્ષાત્કાર થઈ જાય છે. આ દિશામાં સમાધિજ-પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોનો પણ નિરોધ ચિત્તના નિરોધજ-સંસ્કારોથી થાય છે. પરંતુ આ નિરોધજ-સંસ્કાર અનુમાનથી જ જાણવા યોગ્ય હોય છે. અને આત્મ સાક્ષાત્કાર થતાં આ નિરોધજ-સંસ્કારોની સાથે જ ચિત્ત પોતાના કારણ, પ્રકૃતિમાં વિલીન (મળી) જાય છે. આ દિશામાં ચિત્તવૃત્તિનો ક્રમ પૂર્ણરૂપે સમાપ્ત થઈ જતાં સંસાર જન્મ મરણનાં બીજ=કારણની પણ સંભાવના (શકયતા) નથી રહેતી. માટે આ સમાધિને નિર્બેજ-સમાધિ' કહેવાય છે. (ગ) સમાધિની આ ચરમ દશામાં જીવાત્મા પ્રકૃતિના સંપર્કથી સર્વથા પૃથક્ (જુદો) હોવાથી સ્વરૂપ-માત્રમાં સ્થિત (રહી) થઈ જાય છે. પ્રકૃતિનો સંપર્ક જ જીવાત્માની અશુદ્ધિ અને બંધનનું કારણ થાય છે. એટલા માટે પ્રકૃતિનો સંપર્ક ન રહેવાથી જીવાત્મા શુદ્ધ અને બંધન-મુક્ત થઈ જાય છે. આ દશામાં જીવાત્માને કેવલ” કહેવાનો એ આશય નથી કે તેની સાથે પરમાત્માનો પણ સંપર્ક નથી રહેતો. અથવા જીવાત્મા પરમાત્મામાં વિલીન (મળ) થઈ જાય છે. પરમાત્માનો સંપર્ક તો હંમેશાં રહે છે, અને રહેશે. પરંતુ જે પ્રકૃતિના સંપર્કથી બંધનોમાં જીવાત્મા ફસાય છે, તેનાથી પૃથફ થવાથી જ જીવાત્માને કેવલ” અથવા “કેવલી' કહ્યો છે. કેમ કે શુદ્ધ તથા મુક્ત વિશેષણોની સાથે “કેવલ'ની પણ એવી જ સંગતિ લગાડવી યોગ્ય છે.
પ્રથમ સમાધિપાદ સમાપ્ત
સમાધિ પાદ
૧૧૯
For Private and Personal Use Only