________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રણિધાન, ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરની ઉપાસનાનું ફળ, ચિત્તની વિભિન્ન જુદી જુદી) વૃત્તિઓ, ચિત્તને વિક્ષિપ્ત કરનારાં વિઘ્નોનું સ્વરૂપ, વિક્નોથી પૃથક્ રહેવાનો થવાનો) ઉપાય, ચિત્તને સ્થિર કરવાના વિભિન્ન ઉપાયો અને પ્રાણાયામનું સ્વરૂપ આદિનું કથન કર્યું છે. યોગનાં આ સાધનોને બધા જ નથી અપનાવી શકતા. જેમનું ચિત્ત વિરક્ત તથા શુદ્ધ છે, તે જ આ સાધનોને કરવામાં સમર્થ થાય છે. પરંતુ જે વિક્ષિપ્તવૃત્તિવાળા મનુષ્પો છે, અને જેમનું ચિત્ત મલિન છે, તેમને યોગ-માર્ગમાં પ્રવેશ કરવાને માટે શાસ્ત્રકારે આ બીજાં પાદ (પ્રકરણ)માં બહિરંગ સાધનોનું વર્ણન કર્યું છે. એ સાધનોમાં – (૧) તપ - આ સાધન (તપ)થી જન્મ-જન્માંતરોના સંચિત અવિદ્યા આદિ લેશો અને વાસનાઓથી પૂર્ણ ચિત્તની શુદ્ધિ થાય છે. તપ દ્વારા ક્લેશ તથા વાસનાઓનો ચિત્તમાં રહેલો મળ ક્ષીણ થઈ જાય છે. અને ચિત્ત નિર્મળ થઈ જાય છે. “તપ” કોને કહે છે? તેનું સમાધાન નિયમોની અંતર્ગત (યોગ. ૨૩૨ના) વ્યાસ-ભાષ્યમાં આ પ્રમાણે આપ્યું છે. ભૂખ-તરસ, શરદી-ગરમી, સ્થાન-આસન અને કાષ્ઠ (લાકડા જેવું) મૌન-આકાર-મૌન આદિ ધંધોને સહેવું અને કૃષ્ણચાન્દ્રાયણ આદિ વ્રતોનું શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરવું તપ” કહેવાય છે. પરંતુ વ્યાસ-મુનિએ આ તપોના વિષયમાં સાવધાન પણ કર્યા છે કે તેમનું અનુષ્ઠાન પોતાની શક્તિ અનુસાર જ કરવું જોઈએ. નહીંતર શક્તિનું અતિક્રમણ (ઉલ્લંઘન) કરવાથી ધાતુઓમાં વપશ્ય થઈ જાય છે. અને અનેક રોગોથી શરીર દૂષિત (દોષવાળું) થઈ જાય છે. (૨) સ્વાધ્યાય-આ સાધનની અંતર્ગત વ્યાસ-મુનિએ જપ અને જ્ઞાનને માન્યું છે. જપનો અભિપ્રાય છે- પરમાત્માના ‘ગોરૂમ નામને અર્થસહિત જપવો, તેના અર્થનું ચિંતન કરવું અને આદિ શબ્દથી ગાયત્રી આદિ મંત્રોનો જપ પણ કરવો જોઈએ. અવિદ્યા બધા લેશોનું મૂળ કારણ છે, તેનાથી છૂટવાને માટે જ્ઞાન મેળવવું અપરિહાર્ય છે. માટે મોક્ષનો ઉપદેશ કરનારાં વેદ આદિ સત્યશાસ્ત્રોના અધ્યયનથી અવિદ્યાને દૂર કરવી જોઈએ. જ્ઞાન વિના પરમેશ્વરની ઉપાસના તથા મોક્ષ સાધના અસંભવ છે. (૩) ઈશ્વર-પ્રણિધાન - યોગ માર્ગમાં સર્વાધિક બાધક છે – આસક્તિ અને લોભવૃત્તિ.
જ્યાં સુધી એ પ્રબળ શત્રુ ચિત્તમાં વિદ્યમાન (હાજર) છે ત્યાં સુધી યોગનું પહેલું પગથિયું પણ પાર નથી થઈ શકતું અને તેમનાથી વશીભૂત થઈને, સાધકનું મન હંમેશાં વિક્ષિપ્ત જ રહે છે. માટે મુમુક્ષુને માટે, આ પરમ આવશ્યક છે કે તે પોતાની બધી જ ક્રિયાઓને ઈશ્વર પ્રણિધાન કરીને, તેના ફળની ઈચ્છાનો સંપૂર્ણ ત્યાગ કરી દે. વ્યાસ ભાગ્યમાં ‘વા શબ્દ સમુચ્ચય અર્થક છે વૈકલ્પિક નથી. આ ઈશ્વર પ્રણિધાન દ્વારા સાધક માનઅપમાન, રાગ-દ્વેષ, લાભ-હાનિ આદિ દોષોથી મુક્ત થઈ જાય છે. ઈશ્વરાર્પણ કરનારની લોભ વૃત્તિ તો સમૂળગી નાશ થઈ જાય છે અને ભૌતિક સુખો પ્રત્યે આકર્ષણ પણ સમાપ્ત થઈ જાય છે. અને આ બધા જ લેશોથી રક્ષાને માટે વ્યાસ મુનિએ સાધકને માટે પરોક્ષરૂપે એ પણ સંકેત કર્યો છે કે તે અંતર્યામી પરમાત્માને પ્રથમ ગુરુ
સાધન પાદ
૧૨૧
For Private and Personal Use Only