________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ-તે નિર્વિચાર સમાધિમાં અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થતાં) એકાગ્ર ચિત્તવાળા યોગીની જે પ્રજ્ઞા પ્રકટ થાય છે, તેનું નામ “ઋતંભરા' હોય છે. અને તે નામ સાર્થક છે. કેમ કે તે (અર્થ અનુસાર) ત=સત્યને જ ધારણ કરે છે. આ પ્રજ્ઞામાં વિપર્યા–મિથ્યા અથવા વિપરીત જ્ઞાનની ગંધ પણ નથી હોતી. અને આ વિષયમાં કહ્યું પણ છે –
આ ગામવેદ શાસ્ત્રોના શ્રવણથી, અનુમાન–અનુમાન-પ્રમાણથી, અથવા મનનથી, ધ્યાનસિરસ ધ્યાનના અભ્યાસથી (નિદિધ્યાસન દ્વારા)એ ત્રણેય પ્રકારોથી બુદ્ધિને પ્રકૃષ્ટ બનાવતો સાધક ૩ત્તમ યો=અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-સંપ્રજ્ઞાત યોગની નિર્વિચારા સમાપત્તિમાં ચિત્તની જયારે ઊંચી નિર્મળતા તથા એકાગ્રતા થઈ જાય છે, ત્યારે જે વિશિષ્ટ બુદ્ધિવૃત્તિ પેદા થાય છે તેને “ઋતંભરા' કહે છે. આ શબ્દથી જ પ્રજ્ઞાની વિશેષતાનો બોધ થઈ રહ્યો છે કે એ સત્યને જ ગ્રહણ કરે છે. તેમાં વિપરીત જ્ઞાન લેશમાત્ર પણ નથી હોતું. આ ઋતંભરા-પ્રજ્ઞાની સહાયથી જ યોગી ઉત્તમયોગ=અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ જાય છે. ૪૮ હવે - અને તે ઋતંભરા પ્રજ્ઞા પછી - श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् ॥४९॥ સૂત્રાર્થ - આ સૂત્રમાં પૂર્વ સૂત્રથી ‘ઋતંભરા” પ્રજ્ઞાની અનુવૃત્તિ આવે છે. ઋતંભરા પ્રજ્ઞાની વિશેષતા એ છે કે – એ પ્રજ્ઞા (શ્રુતાનુમાન પ્રજ્ઞાખ્યામ) શ્રત પ્રજ્ઞા=આગમ પ્રમાણજન્ય અને અનુગમ પ્રમાણજન્ય પ્રજ્ઞાથી (વિષય)ભિન્ન વિષયવાળી હોય છે. કેમ કે વિશેષાર્થ7ીત) આગમ અને અનુમાનથી પદાર્થોનું સામાન્યજ્ઞાન જ થાય છે. પરંતુ ઋતંભરા પ્રજ્ઞાથી પદાર્થોના વિશેષરૂપનું જ્ઞાન થાય છે.
જેમ કે આગમ આદિની દ્વારા જે(=ગાય) શબ્દનો જે અર્થ જાણવામાં આવે છે, તે ગાયમાત્રમાં સામાન્ય રીતે લાગુ પડે છે. પરંતુ જ્યારે દ્રષ્ટા ગાયને પ્રત્યક્ષ જોઈ લે છે,
ત્યારે ગાયના વિશેષરૂપને પણ જાણી લે છે જેનાથી દ્રષ્ટા (જોનાર) બીજી ગાયોથી ભિન્નતા જાણીને વિશેષ=ભેદક ગુણને પણ જાણી લે છે. ભાપ્ય અનુવાદ - જે કૃત (સાંભળેલુ)= આગમ પ્રમાણજન્ય જ્ઞાન છે તે સામાન્ય અંશને વિષય બનાવે છે. માટે આગમ પ્રમાણથી વિશેષરૂપ નથી કહી શકાતું, કેમ કે વિશેષવાળા અંશનો શબ્દથી સંકેત નથી કરવામાં આવ્યો. (અર્થાત્ શબ્દ દ્વારા કરેલ અર્થનો સંકેત તેના વિશેષરૂપને અભિવ્યક્ત નથી કરી શકતો.) તે જ પ્રમાણે અનુમાન પ્રમાણજન્ય જ્ઞાન (વસ્તુના) સામાન્ય અંશને જ વિષય બનાવનાર હોય છે. જેમ કે જેમાં પ્રાપ્તિ = સ્થાનાન્તર (બીજા સ્થાનમાં) જવાનો ગુણ છે, તેમાં ગતિ અવશ્ય છે અને જેમાં
પ્રતિઃ = જેમાં પહોંચવાનો ગુણ નથી, તેમાં ગતિશીલતા નથી, એવું અનુમાનથી કહેવાય છે અને અનુમાન દ્વારા સામાન્ય અંશથી જ પસંદીર = જ્ઞાનની સમાપ્તિ થઈ જાય છે. એટલા માટે આગમ અને અનુમાન પ્રમાણનો વિષય કોઈ પણ વસ્તુનો વિશેષ અંશ નથી હોતો.
સમાધિ પાદ
૧૧૫
For Private and Personal Use Only