________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથમિકતધ્યાનદ્ધિા / રૂ .. સુત્રાર્થ -“(વા) અથવા ત્યાંથી લઈને નિદ્રાજ્ઞાનાવત વા' અહીં શરીરમાં જેટલાં ચિત્તને સ્થિર કરનારાં સ્થાન લખ્યાં છે, તેમનામાંથી કોઈ પણ સ્થાનમાં યોગી ચિત્તને ધારણ કરે. જે સ્થાનમાં પોતાની અભિમતિ રુચિ) તેમાં ચિત્તને લગાવે”.
(હુગલી શાસ્ત્રાર્થ પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાપ્ય અનુવાદ - અથવા ઉપર્યુક્ત ઉપાયોમાંથી કોઈ પણ ઉપાયનું આલંબન કરીને ચિત્તને ધારણ કરે. તે અભિષ્ટ વિષયમાં સ્થિર થયેલું ચિત્ત અન્ય વિષયોમાં પણ સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-આસૂત્રનો અર્થ એવો કદાપિ નથી કે સાધક ઉપર્યુક્ત ઉપાયોથી ભિન્ન પોતાની રુચિ પ્રમાણે કોઈ પદાર્થમાં પણ (મૂર્તિ આદિમાં) મનને સ્થિર કરી શકે છે. અહીં વ્યાસ-ભાગ્યમાં આ બ્રાન્તિનું નિરાકરણ કરતાં સ્પષ્ટ કહ્યું છે કે ઉપર્યુક્ત ઉપાયોમાંથી, જે ઉપાય સાધકને અભીષ્ટ હોય, ત્યાં જ ધારણા કરીને ચિત્તને સ્થિર કરે. મહર્ષિ દયાનંદે પણ એવી જ વ્યાખ્યા કરી છે. અને એ વ્યાખ્યા જયોગદર્શનને અનુકૂળ છે. કેમ કે સમસ્ત યોગદર્શનનો વિષય બાહ્યવૃત્તિને સમાપ્ત કરીને અંતરવૃત્તિ કરવાનો છે. પછી અહીં બાહ્યવૃત્તિપરક સૂત્રાર્થ કેવી હોઈ શકે ? અને બાહ્ય સીમિત પદાર્થોમાં મન સ્થિર થઈ પણ નથી શકતું. એ મનનો સ્વભાવ છે કે થોડા વખત સુધી કોઈ પણ બાહ્ય વિષયને જોઈને બાદમાં પરાગમુખ થઈ જાય છે અને અહીં તહીં ભાગવા માંડે છે. માટે ઉપર્યુક્ત ઉપાયોનો જ આ સૂત્રમાં વિકલ્પ બતાવ્યો છે. એવું ન માનવાથી નશો વગેરે કરવાનું અથવા વાસનામૂલક અશાસ્ત્રીય ઉપાયોનું પણ ગ્રહણ કોઈ કરી શકે છે. કે જે શાસ્ત્રવિરદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતું ૩૯ હવે - ચિત્તને સ્થિર કરવાનું ફળ -
परमाणुपरममहत्त्वान्तोऽस्य वशीकारः ॥४०॥ સૂત્રાર્થ - (50) આ યોગીના ચિત્તની વિશાર ) સ્થિરતા=સ્વાધીનતા (પરમાણુપરમસદસ્વીત:) પરમાણુ અને પરમ મહત્ત્વ પર્યન્ત હોય છે. અર્થાત યોગી અભ્યાસ કરતાં કરતાં એવી દશામાં પહોંચી જાય છે કે તે પોતાના ચિત્તને સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાન થી મહાન પદાર્થોમાં પણ સ્થિર કરી શકે છે. ભાપ્ય અનુવાદ (યોગીનું ચિત્ત) સૂક્ષ્મમાં નિવિજ્ઞાન પ્રવેશ કરતું સ્થિર થતું પરમાણુ પર્યત પદાર્થોમાં સ્થિરતાને પ્રાપ્ત કરે છે. અને સ્થૂળ પદાર્થોમાં નિવિજ્ઞાન-સ્થિર કરતાં પરમ-મહત્ત્વ પર્યત (જેનાથી મોટું કોઈ જ ન હોય એવા આકાશ પર્યન્ત) પદાર્થોમાં સ્થિરતાને પ્રાપ્ત કરે છે. એ પ્રકારે તે બંને (સૂક્ષ્મ તથા સ્થૂળ) ટિકિનારા તરફ દોડતા એ યોગીના ચિત્તને જે પ્રતિપતિ અબાધિત વશીર સ્વાધીનત્વ છે. તે ૩ = બધાથી ઉત્તમ છે. તે વશીર=ઉત્કૃષ્ટ સ્વાધીનત્વથી પરિપૂર્ણ=પરિપકવ યોગીનું ચિત્ત સમાધિ પાદ
૧૦૩
For Private and Personal Use Only