________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય ધ્યેય-વિષ =આલંબન બને છે. ભાવાર્થ - (૧) આ સૂત્રમાં ચિત્તનું એકાગ્ર તથા શુદ્ધ થતાં નિર્વિતક સમપત્તિનું સ્વરૂપ બતાવ્યું છે. સવિતર્ક અને નિર્વિતર્કોમાં તફાવત એ છે કે જોકે એ બંને સમાપત્તિઓ સ્થૂળ ધ્યેય વિષયોના આકારવાળી જ જણાય છે, પરંતુ સવિતર્કમાં ગાય, ઘટ આદિ ધ્યેય પદાર્થોની શબ્દ, અર્થ અને જ્ઞાન ત્રણેયની સંકીર્ણ મિશ્રિતરૂપની સ્મૃતિ રહે છે. જયારે નિર્વિતમાં ચિત્તની એકાગ્રતા ઉચ્ચસ્તરની હોવાથી ચિત્તનું પોતાનું સ્વરૂપ શૂન્યની જેમ થઈ જાય છે. એટલા માટે, શબ્દ, અર્થ અને જ્ઞાનની મિશ્રિત સ્મૃતિ ન રહેવાથી તે પદાર્થ માત્ર જ ભાસિત થાય છે. અભિપ્રાય એ છે કે આ દિશામાં પદાર્થના વાચક શબ્દની સ્મૃતિ અને ગ્રહણ કરનારાં ચિત્તનું સ્વરૂપ નિવૃત્ત જેવું થઈ જાય છે. ચિત્તની આ સ્થિતિને નિર્વિતર્કી સમાપત્તિ' કહે છે. (૨) આ સૂત્રમાં જે સ્વપશ્ચાદ્ય પદોનો પાઠ છે. અહી સ્વરૂપ શબ્દનો અભિપ્રાય ગ્રહણ કરનારું ચિત્ત છે. આ દિશામાં ચિત્તની સત્તાનો અભાવ નથી થતો, બલ્ક ધ્યેય પદાર્થમાં આ પ્રકારે તદાકાર થઈ જાય છે કે તેનું પોતાનું ગ્રહણાત્મક સ્વરૂપ પ્રતીત નથી થતું. જો ચિત્તનો આ દશામાં અભાવ માની લેવામાં આવે તો યોગાભ્યાસીને ધ્યેય પદાર્થનું જ્ઞાન પણ ન થઈ શકે. આ અર્થ માત્ર જ્ઞાનને વ્યાસ-ભાયમાં પર-પ્રત્યક્ષ-ઉચ્ચસ્તરનું કહ્યું છે તેને “યોગજ-પ્રત્યક્ષ” પણ કહી શકાય છે. (૩) આ યોગજ પ્રત્યક્ષના વિષયમાં વ્યાસ મુનિએ કેટલુંક સ્પષ્ટીકરણ પણ કર્યું છે. આ પર-પ્રત્યક્ષ જ્ઞાન શ્રત શાસ્ત્ર (શબ્દ પ્રમાણ) અને અનુમાનનું કારણ હોય છે. તે જ પ્રત્યક્ષ જ્ઞાનથી (સામાન્ય માણસોને યોગી પુરુષોએ રચેલાં શાસ્ત્રોને વાંચીને) અર્થતત્ત્વ વિષયક શબ્દપ્રમાણજન્ય જ્ઞાન તેમ જ આનુમાનિક જ્ઞાન થાય છે. એ શબ્દ પ્રમાણ તથા અનુમાન પ્રમાણ તે પર-પ્રત્યક્ષ જ્ઞાનમાં સીધું સહાયક નથી થતું. એટલા માટે આ જ્ઞાનને બીજાં પ્રમાણોથી અસંકીર્ણ-અમિશ્રિત કહ્યું છે. (૪) આ નિર્વિતર્ક-સમાપત્તિની દશામાં જે ધ્યેય ઘટ આદિનો આભાસ થાય છે. તેને દર્શનકારોએ “અવયવી” નામથી કહ્યો છે. એ અવયવી અનેક અવયવોના સંઘાતરૂપ હોય છે. સામાન્ય માણસ જયારે કોઈ અવયવીને જાણે છે તો તે પહેલાં એક ભાગનું જ પ્રત્યક્ષ કરીને અનુમાનથી બીજા ભાગોને જાણી શકે છે. પરંતુ યોગી આ દશામાં પહોંચીને સંપૂર્ણ અવયવીને યોગાભ્યાસથી જાણી લે છે. (૫) કેટલાંક આચાર્યો “અવયવી'ની કોઈ સત્તા જ નથી માનતા. વ્યાસ ભાષ્યમાં તેમની માન્યતાનું ખંડન કરીને એક અવયવીનું પ્રતિપાદન કર્યું છે. જોકે અવયવી પોતાના સૂક્ષ્મ કારણોનો એક સમૂહ હોય છે, પરંતુ તેને અનેક પરમાણુરૂપ પણ નથી કહી શકાતું. એ અવયવી સૂક્ષ્મ કારણોથી ઉત્પન્ન થઈને પણ પોતાના એક ભિન્ન સ્વરૂપવાળું હોય છે. અને પોતાના સ્વરૂપ (ઘટનાં ઠીકરાં વગેરે)ના પ્રકટ થતાં પ્રકટ થાય છે અને તે સ્વરૂપનો નાશ થઈ જતાં નાશ થઈ જાય છે. એટલા માટે ઘડાના ચૂરેચૂરા થઈ જતાં જયારે સમાધિ પાદ
૧૦૯
For Private and Personal Use Only