________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પ્રકારે રસતન્માત્રાના અભ્યાસમાં રસમાં જ મન રહે, ઈત્યાદિ) તથવિશિષ્ટRવસ્તુના કોઈ પણ ધર્મ વિશેષને જ પ્રકટ કરનારી ગંધતન્માત્રા આદિ પાંચ મહાભૂતોનાં સૂક્ષ્મ તત્ત્વોનું આલંબન સમાધિ પ્રજ્ઞામાં ઉપસ્થિત રહે છે.
નિવવીર) જે સર્વથા=બધા પ્રકારથી સર્વત: = બધી બાજુથી શાન્તિઃ ભૂતકાળ ત= વર્તમાન તથા ભવિષ્યકાળ, તથા દેશ, નિમિત્ત આદિના સમસ્ત ધર્મોથી સંવેદ્ધઅસ્પષ્ટ હોતાં બધાં જ કાર્યરૂપ ધર્મોમાં અનુગત થનારા, બધા જ ધર્મના કારણરૂપ તન્માત્રા આદિ સૂક્ષ્મ ભૂતોમાં સમપત્તિ તદ્રુપતા હોય છે. તે નિર્વિચારા' કહેવાય છે. એવાં સ્વરૂપવાળા ગંધતન્માત્રા આદિ સૂક્ષ્મભૂત આ જ સ્વરૂપથી આલંબન બનેલાં હોવાથી જ સમાધિકાળની પ્રજ્ઞાના સ્વરૂપને ૩પfઝતતન્મય કરી દે છે. અને જેનાથી સમાધિ પ્રજ્ઞા પોતાના સ્વરૂપની પ્રતીતિ ન કરતી હોય તેમ, જયારે મર્થનત્રિ ધ્યેય અર્થના જ રૂપવાળી થઈ જાય છે, ત્યારે “નિર્વિચારા' સમાપત્તિ કહેવાય છે.
તેમનામાં ધૂળ વસ્તુને વિષયો બનાવનારી સવિતર્કો અને નિર્વિતક સમાપત્તિઓ હોય છે. તથા સૂક્ષ્મ વસ્તુને વિષય બનાવનારી વિચારો અને નિર્વિચારા સમાપત્તિઓ હોય છે. આ પ્રકારે આ નિર્વિકર્મા સમાપતિ દ્વારા જ બંને = નિર્વિતર્કો અને નિર્વિચારા સમાપત્તિઓની વિરુત્વદાન = ભેદ શૂન્યતા = દેશ, કાળ, નિમિત્ત આદિ ભેદોથી શૂન્યતા બતાવી છે. ભાવાર્થ – યોગીનો ધ્યેય-વિષય જયારે સ્થૂળ હોય છે, ત્યારે સવિતર્કો તથા નિર્વિતર્ક નામની સમાપત્તિઓ હોય છે (થાય છે). અને જયારે એકાગ્રતાની સ્થિતિ ઉન્નત થતાં ધ્યેય-વિષય સૂક્ષ્મ થઈ જાય છે. ત્યારે વિચારા, નિર્વિચારા નામની સમાપત્તિઓ થાય છે, પરંતુ જે ભેદ સવિતક તથા નિર્વિતકમાં છે, તેવા જ ભેદ સવિચારા તથા નિર્વિચારામાં છે. અર્થાત જેમ સવિતર્કસમાપત્તિમાં શબ્દ, અર્થ અને જ્ઞાનનો ભેદ બની રહે છે, અને નિર્વિતકમાં અર્થમાત્રની જ પ્રતીતિ થાય છે તેવી જ રીતે વિચાર સમાપત્તિમાં સૂક્ષ્મ ધ્યેય વિષયનો શબ્દ, અર્થ, જ્ઞાનની સાથે દેશ=સ્થાન (ઉપર, નીચે અહીં-તહીં આદિ)ની કાળ=વર્તમાન ભૂત-ભવિષ્યનું તથા તેનું કારણ તન્માત્રા આદિનું ચિંતન વર્તમાન રહે છે અને નિર્વિચારા સમાપત્તિમાં સૂક્ષ્મ ધ્યેય વિષયનું શબ્દ, અર્થ, જ્ઞાન તથા દેશ, કાળ, નિમિત્તના ભેદની નિવૃત્તિ થવાથી ફક્ત સૂક્ષ્મ અર્થ માત્ર જ ધ્યાનનો વિષય હોય છે. તે ૪૪ છે નોંધ - સવિચારા તથા નિર્વિચારામાં અંતર એ છે કે સવિચારામાં ધ્યાનનો વિષય સૂક્ષ્મભૂત ગંધતન્માત્રા આદિ શબ્દ, અર્થ, જ્ઞાન, દેશ, કાળ, નિમિત્તથી સંકીર્ણ (મિશ્રિતો રહે છે. જયારે નિર્વિચારામાં ધ્યાનનો વિષય શબ્દ, જ્ઞાન, દેશ, કાળ નિમિત્તના ચિંતનની નિવૃત્તિ થઈ અર્થમાત્ર જ રહે છે. જોકે શબ્દ, જ્ઞાન, દેશ, કાળ આદિ બધા ધર્મ ધ્યેય વિષયમાં અંતનિહિત રહે છે. પરંતુ તે અર્થમાત્રના ધ્યાનકાળમાં ઊભરતા નથી, દબાયેલાં રહે છે હવે - પ્રાકૃતિક પદાર્થોની સૂક્ષ્મતાની ચરમસીમા –
સમાધિ પાદ
૧૧૧
For Private and Personal Use Only