________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિ વસ્તુઓના આકારવાળું થઈને ઘટ પટ આદિના સ્વરૂપ જેવું દેખાય છે.
તે રીતે પ્રદો-વિષયોને ગ્રહણ કરવાનાં જીવાત્માનાં સાધન ઈદ્રિયોમાં પણ એમ જ જાણવું જોઈએ કે પ્રદાન = ઈદ્રિયોથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત ગ્રહણના આકારવાળું થઈને ગ્રહણના સ્વરૂપ જેવું દેખાય છે. (થાય છે). તથા તે જ પ્રમાણે પ્રદીતા પુરુષ=જીવાત્માથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત ગ્રહીતા-પુરુષના આકારવાળું થઈને ગ્રહીતા-પુરુપના સ્વરૂપ જેવું દેખાય છે. તથા તે જ રીતે મુકત-પુરુપથી ઉપરંજિત ચિત્ત મુકત-પુરુષના આકારવાળું થઈને મુકત-પુરુપ જેવું દેખાય છે.
આ પ્રમાણે સ્વચ્છ સ્ફટિક મહિના જેવો પ્રદીતા=જીવાત્મા, પ્રદ= ઈદ્રિયો અને પ્રાઈ=પંચભૂતો આદિ આલંબનમાં સ્થિરતાને પ્રાપ્ત થયેલું ચિત્ત જે તત્તદાકાર (તે તે આકારવાળું) થાય છે, તેને સમજુત્તિ =આ શાસ્ત્રીય નામથી કહેવામાં આવે છે. ભાવાર્થ - જયારે યોગાભ્યાસીનું ચિત્ત અભ્યાસ અને વૈરાગ્ય આદિ ઉપાયોથી શુદ્ધ અને એકાગ્ર થઈ જાય છે, તે વખતે તેની દશા એવી હોય છે કે જેવી સ્વચ્છ સફેદ સ્ફટિક પત્થરની હોય છે. શ્વેત સ્ફટિકની સમીપ લાલ, પીળી, ભૂરી આદિ રંગોવાળી જેવી રંગીન વસ્તુ રાખી હોય છે. તે પત્થર પણ તેવો લાલ, પીળો, ભૂરો વગેરે રંગોવાળો થતો દેખાય છે. બરાબર એવી જ દશા શુદ્ધ તથા એકાગ્રચિત્તની થાય છે. ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી સત્વ, રજસ તથા તમોગુણવાળું છે. જયારે યોગાભ્યાસીના ચિત્તમાં રાજસ તથા તામસ ગુણ અભિભૂત થઈને પ્રભાવહીન થઈ જાય છે અને સત્ત્વગુણની મુખ્યતા હોવાથી ચિત્ત નિર્દોષ, શુદ્ધ તેમ જ શાંત થઈ જાય છે, તે વખતે ચિત્ત જે પદાર્થોનું ધ્યાન કરે છે, તે ધ્યેય પદાર્થો જેવું જ ચિત્ત દેખાવા લાગે છે.
વ્યાસ-ભાયમાં ધ્યેય પદાર્થોને ત્રણ ભાગમાં વિભક્ત કર્યા છે-ગ્રહીતા-જીવાત્મા, ગ્રહણ ઈદ્રિયો તથા ગ્રાહ્ય સ્થૂળ તથા સૂક્ષ્મભૂતો. યોગસાધનાની દૃષ્ટિએ તેમને ઊલટાક્રમથી સમજવાં જોઈએ અર્થાત્ પ્રથમ ગ્રાહ્ય, પછી ગ્રહણ, અને બધાંથી છેલ્લે પ્રતીતા. કેમ કે સાધક સ્થૂળ પદાર્થોનો અભ્યાસ કરતો કરતો ઉત્તરોતર સૂક્ષ્મતા તરફ વધે છે. સાધક એકદમ સૂક્ષ્મ પદાર્થોને ધ્યેયનો વિષય નથી બનાવી શકતો. ગ્રાહ્ય પદાર્થોમાં સ્થૂળ-સૂમના ભેદથી બે ભેદ છે. પહેલાં સાધક જે (નાસિકા અગ્ર ભાગ આદિ) સ્થૂળ ભૂતો પર ચિત્તનું સંયમ કરે છે, ચિત્ત ધ્યેય આકાર તત્તદાકારવાળું થઈને (તેના જેવા આકારવાળું થઈને) તેને જાણવામાં સમર્થ થઈ જાય છે. તે જ પ્રકારે સાધક સૂક્ષ્મભૂતો, ઈદ્રિયો તથા આત્મા=પોતાની જાતને ધ્યેય બનાવીને, ચિત્તને તત્તદાકારવાળું બનાવીને તેમના સ્વરૂપને યથાર્થમાં જાણી લે છે. વ્યાસ ભાગ્યમાં આ જ તથ્યને ગ્રાહ્ય (સ્થૂળ, સૂક્ષ્મભૂત) ગ્રહણ તથા ગ્રહીતાના ક્રમને જ બતાવ્યો છે. આ ક્રમમાં ઉત્તરોત્તર યોગના ઉન્નત(ઊંચા) સ્તરને બતાવતાં અંતમાં ચિત્તને પુરુષ આકારવાળું બતાવ્યું છે. પરંતુ એ સ્થિતિ લાંબાકાળના અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એટલા માટે વ્યાસ-ભાગ્યમાં તેને મુક્ત-પુરુષની સ્થિતિ કહી છે. અહીં “મુક્ત પુરુષ'થી અભિપ્રાય પોતાનાથી ભિન્ન
સમાધિ પાદ
૧૦૫
For Private and Personal Use Only