________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરંગ-રહિત સાગરની જેવું શા-ત=રજોગુણ તથા તમોગુણના પ્રભાવથી શુન્ય, અનંતઘણું મોટું પ્રતીત થતું અને અમિતામાત્રમ- આત્માનુભૂતિમાત્ર કરનાર થઈ જાય છે. જે વિષયમાં એમ કહેવાય છે કે તે મરૂપ-સૂક્ષ્મરૂપ પોતાના આત્માનો અનુભવ કરીને મતિ = "હું છું’ એ પ્રકાર (આત્મ અનુભૂતિ)નું સભ્યજ્ઞાન= સાક્ષાત્કાર કરે છે. એ બે પ્રકારની વિશોકા જયોતિખતી પ્રવૃત્તિ છે= એક વિષયવતી (વુદ્ધિવિટૂVT) અને બીજી અસ્મિતા માત્રા કહેવામાં આવે છે. જે પ્રવૃત્તિથી યોગી-પુરુપોનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે.
(વ્યાસ-ભાખની મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા) એમાં એ જોવું જોઈએ કે હૃદયમાં ધારણા ચિત્તની લખી છે. તેનાથી નિર્મળ પ્રકાશ સ્વરૂપ ચિત્ત થાય છે. જેવો સૂક્ષ્મ વિભુ પ્રકાશ છે, તેવી જ યોગીની બુદ્ધિ થાય છે. તત્ર નામ પોતાના હૃદયમાં વિશાળ સ્થિતિ થવાથી બુદ્ધિની જે શુદ્ધ પ્રવૃત્તિ, (સોઈ=) તે જ બુદ્ધિ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, મણિ તેમના જેવી પ્રભા, તેવી જ યોગીની બુદ્ધિ સમાધિમાં હોય છે.
તથા અસ્મિતામાત્રા અર્થાત આ મારું સ્વરૂપ છે, એવા સાક્ષાત્કાર સ્વરૂપનું જ્ઞાન બુદ્ધિને જ્યારે થાય છે. ત્યારે ચિત્ત નિતરંગ અર્થાત્ નિષ્ફપસમુદ્રની જેમ એકરસ વ્યાપક થાય છે. તથા શાન્ત, નિરુપદ્રવ, અનંત અર્થાત્ જેની સીમા ન હોય, આ જ મારું સ્વરૂપ છે, અર્થાત મારી આત્મા છે. જે વિગત અર્થાત શોક રહિત જે પ્રવૃત્તિ તે જ વિષયવતી પ્રવૃત્તિ કહેવાય છે. તેને અસ્મિતામાત્ર પ્રવૃત્તિ કહે છે. તથા જયોતિખતી પણ તેને જ કહે છે. યોગીનું જે ચિત્ત છે, તે જ ચંદ્રાદિત્ય આદિક સ્વરૂપ થઈ જાય છે”.
(હુગલી શાસ્ત્રાર્થમાં પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાવાર્થ - આ વિશોકા જયોતિષ્મતી ચિત્તની પ્રવૃત્તિ વિષયવતી પ્રવૃત્તિથી ઊંચા-સ્તરની હોય છે. એ દશામાં ચિત્ત રજોગુણ, તમોગુણના પ્રભાવથી હીન હોવાથી સાત્ત્વિક, પ્રકાશમય અને આકાશના સમાન નિર્મળ થઈ જાય છે. જીવાત્માનું નિવાસસ્થાન હૃદય આ દશામાં સૂર્ય, ચંદ્ર અને મણિના પ્રકાશના સમાન પ્રકાશમાન થઈ જાય છે. આ સ્થિતિની વિશોકા વિષયવતી અને અસ્મિતામાત્રા જયોતિષ્મતી ભેદથી બે પ્રકારની પ્રવૃત્તિ હોય છે. બંનેમાં અંતર એ છે કે વિશોકા વિષયવતીની સ્થિતિમાં શોક આદિની અનુભૂતિ ન હોવા છતાં પણ વિષયવતી=લૌકિક વિષયોનો બોધ રહે છે. અને જયોતિષ્મતી પ્રવૃત્તિમાં અસ્મિતામાત્રા પોતાના સૂરમ આત્માનું શુદ્ધ-બુદ્ધ સ્વરૂપનો બોધ થવાથી બીજી લૌકિક વસ્તુઓનો બોધ નથી રહેતો. તે વખતે ચિત્ત નિસ્તરંગ સમુદ્રની માફક શાન્ત, અનંત=સીમા રહિત અને આત્માની સાથે અભિન્નરૂપ જેવું થઈ સાક્ષાત્ આત્માની અસ્મિતા="હું છું તે પ્રકારની જ અનુભૂતિ કરે છે. પ્રાચીન આચાર્ય પંચશિખાચાર્યએ પણ આ જ બાબતની પુષ્ટિ કરી છે. જોકે આ સ્થિતિથી યોગીનું ચિત્ત ઉત્સાહિત થવાથી એકાગ્ર થઈ જાય છે. પરંતુ આ સ્થિતિ વૃજ્યાત્મક વૃત્તિવાળી) હોવાના ૧૦)
યોગદર્શન
For Private and Personal Use Only