________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં પ્રથમ સ્તર પર પર્યાપ્ત સહાયક થાય છે. અને અતીન્દ્રિય તત્ત્વોને જાણવામાં વિશ્વાસ તેમ જ શ્રદ્ધા પેદા કરી દે છે. (૨) આ દિવ્ય-ગંધ આદિની પ્રતીતિનો લાભ બતાવતા ભાગ્યકારે લખ્યું છે કે – (ક) તેનાથી વિક્ષિપ્ત ચિત્તની પ્રવૃત્તિઓનો પ્રવાહ રોકાઈ જઈને એકાગ્ર થઈ જાય છે. (ખ) અને સંશયનો નાશ કરે છે. યોગાભ્યાસી પુરુપે જે કંઈ ગુરુજનો પાસેથી સાંભળેલું તથા શાસ્ત્રોમાં વાંચેલુ હોય,જ્યાં સુધી તેના કોઈપણ ભાગનું પ્રત્યક્ષ થતું નથી, ત્યાં સુધી સંશય જ બનેલો રહે છે. આ દિવ્યગંધ આદિની પ્રતીતિની પ્રથમ સફળતાથી સંશય દૂર થઈ જાય છે. અને મોક્ષશાસ્ત્રીય વચનો તથા ગુરુ ઉપદેશો પ્રતિ અતિશય શ્રદ્ધા વધી જાય છે. (ગ) અને સમાધિ-બુદ્ધિ=ઋતંભરા બુદ્ધિની પ્રાપ્તિમાં એ ચિત્તની એકાગ્રતા કારણ બની જાય છે. અને યોગ સાધનોના અનુષ્ઠાનમાં પ્રોત્સાહિત કરી દે છે. પરંતુ યોગની ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત થતાં એ વિષયવતી પ્રવૃત્તિ પણ હીન હોવાથી ત્યાજ્ય થઈ જાય છે. કેમ કે એ પણ વિષય સંબદ્ધ પ્રવૃત્તિ મોક્ષના ચરમ લક્ષ્યમાં બાધક જ રહે છે. રૂપા નોંધ - (૧) આ પ્રવૃત્તિઓને અહીંયા અનિયત=અસ્થાયી કહીને સ્પષ્ટ કર્યું છે કે એ પ્રવૃત્તિઓ ફક્ત ચિત્તને શરૂઆતમાં સ્થિર કરવામાં સહાયક થાય છે. તેમનાં ઉત્પન્ન થતાં તેમની અનિયતતા=અસ્થિરતાને જોઈને સાધક તેમના પ્રત્યે વિરક્ત થઈ જાય છે અને તેમને છોડી દે છે. (૨) વશીકાર સંજ્ઞા - (યો. ૧/૧૫) સૂત્રમાં અપર વૈરાગ્યના લક્ષણમાં સ્પષ્ટ કહ્યું છે કે દિષ્ટ તથા શ્રત (સાંભળેલ) વિષયોમાં તૃષ્ણા રહિત ચિત્તની વશીકાર સંજ્ઞા થાય છે કેમ કે તે વિષયોથી તૃષ્ણા રહિત ચિત્તની વશીકાર સંજ્ઞા થાય છે. કેમ કે તે વિષયોથી ઉન્મુક્ત થઈને સ્વાધીનત્વની અનુભૂતિ કરવા લાગે છે.
વિશો વા તિખતો / ર૬ / સૂત્રાર્થ - આ સૂત્રમાં પૂર્વ સૂત્રથી પ્રવૃત્તિત્પના મન સ્થિતિ નિવશ્વની” એ પદોની અનુવૃત્તિ આવે છે. (વા) અથવા જયારે ચિત્ત (વિશો)=રજસ અને તમસના પ્રભાવથી રહિત સતોગુણપ્રધાન હોવાથી (થવાથી) દુઃખ, શોક આદિની અનુભૂતિથી રહિત થઈ જાય છે. અને જ્યોતિષ્મતી = નિર્મળ તથા શાન્ત હોવાથી પ્રકાશ-સ્વરૂપ થઈ જાય છે, એવી ચિત્તની પ્રવૃત્તિ થતાં ચિત્ત એકાગ્ર થઈ જાય છે. ભાપ્ય અનુવાદ – પૂર્વ સૂત્રમાંથી “પ્રવૃત્તિત્વના મનસ: સ્થિતિનવન' એ પદોની અનુવૃત્તિ આવી રહી છે. પુરી =હૃદય કમળમાં ધાર=મનને સ્થિર કરનાર યોગીને જે વુદ્ધિવત્ =બુદ્ધિની પ્રતીતિ થાય છે, તે બુદ્ધિ વસ્તુ પ્રકાશમાન આકાશની સમાન નિર્મળહોય છે. ત્યાં ચિત્તની સ્થિતિ સ્થિરતા તથા વૈશારદ્ય= નિર્મળતાના કારણે પ્રવૃત્તિ= સૂર્ય, ચંદ્ર, ગ્રહ, મણિની માફક પ્રભારૂપ આકારવાળી (જયોતિખતી) બને છે અને સ્મિતા પોતાના આત્માની અનુભૂતિમાં સમાહિત કરેલું થયેલું) ચિત્ત
સમાધિ પાદ
(૯૯
For Private and Personal Use Only