________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માને છે, પ્રર્દન નહીં. (૪) યોગદર્શનમાં યોગાંગોના અનુષ્ઠાનથી અશુદ્ધિનો ક્ષય થવાનું માન્યું છે. તેમાંય પ્રાણાયામ મુખ્ય છે. યોગાંગોમાં પ્રાણાયામનું ચોથું સ્થાન છે. મહર્ષિ પતંજલિએ આ ક્રમ પણ સમજી વિચારીને રાખ્યો છે. માટે પ્રાણાયામની સિદ્ધિ ત્યાં સુધી સંભવ નથી જયાં સુધી યમ-નિયમોનું સેવન ન કરવામાં આવે અને આસન સિદ્ધિ ન થાય. કેમ કે યમ-નિયમોનું પાલન અને આસન સિદ્ધિથી પ્રાણાયામ નિર્વિઘ્ન થવાથી ચિત્ત જલદી એકાગ્ર થઈ જાય છે. અને જેમ-નિયમોનું પાલન ન કરવાથી દિવસભર મિથ્યાભાપણ, હિંસા, ચોરી, લોભ, મોહ આદિ દોપોમાં ગ્રસ્ત રહે છે અને પ્રાતઃ સાયં (સવાર-સાંજ) યોગાભ્યાસ કરવાનો પ્રયાસ કરે છે, તેમને યોગાભ્યાસમાં સફળતા નથી મળતી અને એટલા માટે પોતાના દોષો પર ધ્યાન ન આપતાં યોગની નિંદા કરવા લાગે છે. માટે પ્રાણાયામની સિદ્ધિને માટે પૂર્વવત યોગાંગોનું અનુષ્ઠાન કરવાનું પરમ આવશ્યક છે. ૩૪ विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थिति निबन्धनी॥३५।। સૂત્રાર્થ - (વા) અથવા વિષયવતી, નાસિકા-અગ્ર આદિ સ્થાનો પર ચિત્તને સ્થિર કરવાથી (૩ત્વના પ્રવૃત્તિ) ઉત્પન્ન દિવ્ય ગંધ આદિ વિષયોવાળી પ્રવૃત્તિ (મન :) મનની સ્થિતિ-નિવશ્વની સ્થિરતાનું કારણ બને છે. (થાય છે.) રૂપા
ચિત્તની સ્થિરતા કેવી રીતે અને ક્યાં કરવી જોઈએ? ઈશ્વરના સાકારવાદના સમસ્ત ઉપાસકો એ જ તર્ક આપે છે કે, મૂર્તિ આદિના દર્શનથી ચિત્ત સ્થિર થઈ જાય છે. પરંતુ આ ધારણા સર્વથા મિથ્યા તેમ જ યોગ-દર્શનની વિરુદ્ધ છે. આ સૂત્રના ભાખમાં મહર્ષિ વ્યાસે આ બાબતનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે પ્રથમ સ્તર પર પણ ચિત્તની સ્થિરતા બાહ્ય પદાર્થોમાં નહીં પરંતુ શરીરની અંદર જ કરવી જોઈએ. આ વિષયમાં મહર્ષિ દયાનંદ લખે છે કે –
“આનાથી પ્રતિમા (મૃતિ) પૂજન કદી નથી આવી શકતું. કેમ કે એમાં દેવબુદ્ધિ કરવાનું નથી લખ્યું. પરંતુ જેવી તે જડ છે, તેવી જ યોગી લોકો તેને માને છે. અને બાહ્યમુખ (તરફ) જે વૃત્તિ છે, તેને અંતર્મુખ (તરફ) કરવાને માટે યોગશાસ્ત્રની પ્રવૃત્તિ છે. બહારના પદાર્થનું ધ્યાન કરવાનું યોગી લોકોને નથી લખ્યું. કેમ કે જેટલા સાવયવ પદાર્થ છે, તેમાં કદી પણ ચિત્તની સ્થિરતા નથી થતી. અને જો થતી હોય તો મૂર્તિમાન ધન, પુત્ર, શ્રી આદિના ધ્યાનમાં આખો સંસાર લાગેલો જ છે. પરંતુ ચિત્તની સ્થિરતા કોઈને પણ નથી થતી.”
(હુગલી શાસ્ત્રાર્થ પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાપ્ય અનુવાદ-નાસિકાના અગ્રભાગ પર ધારા=ચિત્તને સ્થિર કરનારા યોગ-સાધક પુરુપને જે દિવ્ય ગંધની અનુભૂતિ થાય છે, એ ગંધ પ્રવૃત્તિ છે. જીભના અગ્રભાગ પર ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય રસની અનુભૂતિ થાય છે તે રસ પ્રવૃત્તિ છે. તાળવામાં
સમાધિ પાદ
For Private and Personal Use Only