________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ મનુષ્ય પાણીમાં ગોથું (ડૂબકી) મારીને ઉપર આવે છે, પછી ફરીથી ગોથું મારે છે (ડૂબકી મારે છે) એ જ પ્રમાણે પોતાના આત્માને પરમેશ્વરની વચમાં વારંવાર મગ્ન કરવો જોઈએ.”
(ઋ..ઉપાસના) (પ્રાણાયામની વિધિ) જેમ અત્યંત વેગથી ઊલટી થઈને અન્ન-જળ બહાર નીકળી જાય છે, તે રીતે પ્રાણને બળથી બહાર ફેંકી, બહાર જ યથાશક્તિ રોકી રાખવો. જયારે બહાર કાઢવો હોય, ત્યારે મૂલેન્દ્રિયને ઉપર ખેંચીને વાયુને બહાર ફેંકી દેવો. જયાં સુધી મૂલેન્દ્રિયને ઉપર ખેંચી રાખો, ત્યાં સુધી પ્રાણ બહાર રહે છે. આ પ્રકારે પ્રાણ બહાર વધારે વખત રોકી શકાય છે. જયારે ગભરામણ થાય ત્યારે ધીરે ધીરે વાયુ અંદર લઈને ફરીથી પણ એ જ પ્રમાણે કરતાં જાવ. જેટલું સામર્થ્ય અને ઈચ્છા હોય અને મનમાં (રૂમ)નો જપ કરતાં જાવ. આ પ્રકારે કરવાથી આત્મા અને મનની પવિત્રતા અને સ્થિરતા થાય છે”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) (પ્રાણાયામના ભેદ) “એક “બાહ્ય વિપય' અર્થાત્ બહારવધારે રોકવો. બીજો “આભ્યન્તર” અર્થાત્ અંદર જેટલો પ્રાણ રોકી શકાય તેટલો રોકવો, ત્રીજો “સંભવત્તિ' અર્થાત એક જ વાર જયાં હોય ત્યાં જ પ્રાણને યથાશક્તિ રોકી રાખવો, ચોથો ‘બાહ્યાભ્યન્તરાપી” અર્થાત્ પ્રાણ જયારે અંદરથી બહાર નીકળવા લાગે ત્યારે તેનાથી વિરુદ્ધ નીકળવા ન દેવા માટે બહારથી અંદર લેવો. અને જયારે બહારથી અંદર આવવા લાગે ત્યારે અંદરથી બહારની તરફ પ્રાણને ધક્કો દઈને રોકતા જાવ.”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) (પ્રાણાયામના લાભ) “એવી એક બીજાની વિરુદ્ધ ક્રિયા કરો તો બંનેની ગતિ રોકાઈ જઈને પ્રાણ પોતાના વશમાં થવાથી મન અને ઈદ્રિયો પણ સ્વાધીન થાય છે. બળ પુરુષાર્થ વધીને બુદ્ધિ તીવ્ર સૂક્ષ્મરૂપ થઈ જાય છે. કે જે ઘણા જ કઠિન અને સૂક્ષ્મ વિષયને પણ શીધ્ર ગ્રહણ કરે છે. તેનાથી મનુષ્ય શરીરમાં વીર્યવૃદ્ધિને પ્રાપ્ત કરીને સ્થિરતા, બળ, પરાક્રમ, જિતેન્દ્રિયતા - બધાં શાસ્ત્રોને થોડા જ વખતમાં સમજીને ઉપસ્થિત કરી લેશે. સ્ત્રી પણ આ જ પ્રકારે યોગાભ્યાસ કરે”
(સ. પ્ર.ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ – અથવા સૌ= ઉદરસ્થ વાયુને નાસિક્કાપુર- નાસિકાના બન્ને છિદ્રોથી પ્રયત્ન વિશેષ = યોગ શાસ્ત્રીય રીતથી વમન = ઊલટીની માફક વેગથી બહાર કાઢવો-પ્રચ્છન છે. અને (વિવાર) (બાહ્ય-વાયુને પ્રયત્ન વિશેષથી જ) અંદર લઈને ધારણ કરવો–ત્યાં જ રોકવો “પ્રાણાયામ' કહેવાય છે. (તાગામ) તે બંને=પ્રચ્છેદન તથા વિધારણની ક્રિયાથી મનની સ્થિરતા સિદ્ધ કરવી. ભાવાર્થ - (૧) ચિત્તની સ્થિરતાને માટે પ્રાણાયામ એક મુખ્ય ઉપાય છે.
-
-
-
-
-
-
-
- -
સમાધિ પાદ
૯૫
For Private and Personal Use Only