________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિ વર્ષની ભાવના કરે, (અને અપુણ્યાત્માઓ = પાપ કરનારાં પ્રતિ ઉપેક્ષા = ઉદાસીનતાની ભાવના કરે. આ પ્રકારે ભાવના કરતાં આ ઉપાસકના આત્મામાં શુક્સ વર્ષ: = સત્યધર્મનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને આ સત્ય ધર્મના પ્રકાશથી ત્તિ પ્રસન= નિર્મળ = રાગ આદિથી રહિત શુદ્ધ થઈ જાય છે. પ્રસન= શુદ્ધ થયેલું ચિત્ત એકાગ્ર થઈને સ્થિર થઈ જાય છે. ભાવાર્થ-મનુષ્યોની જેમ યોગી પણ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહેતાં સુખી, દુઃખી, પુણ્યાત્મા, પાપાત્મા, મિત્ર તથા શત્રુ આદિ બધાં પ્રકારનાં મનુષ્યો સાથે સંપર્ક થતો રહે છે. સામાન્ય મનુષ્યોમાં એ પ્રવૃત્તિ જોવામાં આવે છે કે તે અનુકૂળ વ્યક્તિઓ સાથે રાગ, પ્રતિકૂળ વ્યક્તિઓ સાથે દ્વેષ, સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા, દુઃખી વ્યક્તિને જોઈને ધૃણાભાવ આદિ કરતા રહે છે. આ બધી જ રાગ આદિ યુક્ત ભાવનાઓ ચિત્તને વિક્ષિપ્ત તથા મલિન કરનારી હોય છે. માટે યોગાભ્યાસીએ તેમનાથી બચવું જોઈએ. યોગીનો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેનું દિગ્દર્શન આ સૂત્રમાં કરાવ્યું છે. અર્થાત્ સંસારમાં જે સુખી પ્રાણીઓ છે, યોગી તેમની સાથે ઈર્ષા ન કરતાં, મિત્ર ભાવના રાખે, દુઃખી પ્રાણીઓ સાથે ધૃણા ન કરતાં કરૂણા દયાની ભાવના રાખે, તેમના પ્રત્યે હાર્દિક સહાનુભૂતિની ભાવના હંમેશાં રાખે કેમ કે તેમના દુ:ખને દૂર કરવાનો ઉપાય કરવાથી અથવા સન્માર્ગ બતાવવાથી ચિત્તમાં શાન્તિભાવ બનેલો રહે છે અને એ જ પ્રમાણે જે પુણ્યાત્માઓ છે, તેમના પ્રતિ હર્ષભાવના તથા પાપાત્માઓ પ્રતિ ઉપેક્ષા ભાવ હંમેશાં રાખે. જે પાપી વ્યક્તિઓ હોય છે, તેમને સન્માર્ગ પર ચાલવાની વાત કરવી તો જોઈએ પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ શત્રુતાવશ બાધક ન બની જાય. આ પ્રકારનો લૌકિક વ્યવહાર કરવાથી યોગીનું ચિત્ત સ્વચ્છ તથા શાન્ત રહે છે અને એકાગ્રતા અથવા સંપ્રજ્ઞાત-યોગને પ્રાપ્ત કરવામાં આ વ્યવહાર ઘણો જ સહાયક થાય છે. ૩૩ નોંધ - “પરિકર્મ' શબ્દનો અહીં ભાવ એ છે કે સમાધિને યોગ્ય બનાવવા, ચિત્તને સ્થિર કરવા અને તેના પરિશોધનને માટે જે ઉપાયો કહ્યા છે તેમને “પરિકર્મ' શબ્દથી કહ્યા છે.
प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥३४॥ સૂત્રાર્થ-(પ્રચ્છન) જેમ ભોજન પછી કોઈ પ્રકારથી વમન (ઊલટી) થઈ જાય છે, તેવી જ રીતે અંદરના વાયુને બહાર કાઢીને સુખપૂર્વક જેટલો વખત રાખી શકાય તેટલો વખત બહાર જ રોકી રાખવો, પછી ધીરે ધીરે અંદર લઈને ફરીથી એ જ પ્રમાણે કરવું. આ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી પ્રાણ ઉપાસકના વશમાં થઈ જાય છે. અને પ્રાણના સ્થિર થતાં, મન સ્થિર થતાં આત્મા પણ સ્થિર થઈ જાય છે.
આ ત્રણેયના સ્થિર થવાની વખતે પોતાના આત્માની વચ્ચે જે આનંદ સ્વરૂપ અંતર્યામી વ્યાપક પરમેશ્વર છે, તેમના સ્વરૂપમાં મગ્ન થઈ જવું જોઈએ.
યોગદર્શન
For Private and Personal Use Only