________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્મરણ કરશે? જ્ઞાન કોઈક બીજા ચિત્તથી થઈ રહ્યું હોય, અને તેનું સ્મરણ બીજું ચિત્ત કરી લે, એ બાબત ગોમય-પાયસીય ન્યાયની તુલ્ય નિન્દનીય હોવાથી માન્ય નથી થઈ શકતી. જેમ કે ગોમય (ગોબર) પણ ગOછે અને પાયસઃખીર પણ ગવ્ય છે. એ કારણથી પાયસની તુલ્ય ગોબર (ગોમય)ને પણ ખાઈ શકાય છે ? એ જ પ્રકારે બીજાં ચિત્તથી થનારૂં જ્ઞાન બીજું ચિત્ત એટલા માટે સ્મરણ કરી લેશે કે બંને સમાન ધર્મવાળાં ચિત્ત છે; આ કથન ઠીક નથી.
ક્ષણિકવાદ પર સૌથી મોટો દોષ એ આવે છે કે તેમની માન્યતા પ્રત્યક્ષ પ્રમાણની વિરુદ્ધ છે. લોકોમાં બધા મનુષ્યોમાં એ પ્રતીતિ થાય છે કે જેને પહેલાં ક્યારેક જોયો, અડકયો અથવા સુંધ્યો, તે પદાર્થને જોઈને એ પ્રમા =પ્રતીતિ બધાંને થાય છે કે જેને મેં જોયો હતો, તેને સ્પર્શ કરી રહ્યો છું અથવા જેને સ્પર્શ કર્યો હતો, તેને જ જોઈ રહ્યો છું. જોકે જોવા સાંભળવા આદિનાં સાધન (ઈદ્રિયો) ભિન્ન ભિન્ન છે. પરંતુ ઈદ્રિયો દ્વારા જાણનારું ચિત્ત એક જ છે. એ પ્રતીતિ અત્યંત ભિન્ન ચિત્તોમાં કદાપિ સંભવ નથી અને પ્રત્યક્ષ પ્રતીતિનું કોઈ પણ પ્રમાણથી ખંડન નથી કરી શકાતું કેમ કે બીજાં અનુમાન આદિ પ્રમાણ, પ્રત્યક્ષ (પ્રમાણ)ના આશ્રયથી જ વ્યવહારમાં આવે છે. એટલા માટે પ્રત્યર્થનિયતવત્ત = પ્રત્યેક પદાર્થને જાણવાને માટે ક્ષણિકવાદીની અનેક ચિત્તોની માન્યતા મિથ્યા જ છે અને અનેક પદાર્થોનું જ્ઞાન કરાવનારૂં ચિત્ત એક જ છે, એમાં કોઈ દોષ નથી આવતો. આ જ પક્ષમાં યોગ દર્શનનો સમસ્ત ઉપદેશ સંગત થાય છે. વિમર્શ - આ સૂત્રની “એકતત્ત્વ' પદની વ્યાખ્યા યોગવાર્તિકકાર વિજ્ઞાનભિક્ષુએ ભ્રાન્ત કરી છે. તેમનું કહેવું છે કે અહીં “એકતત્ત્વ' પદથી ઈશ્વરનું ગ્રહણ કરવું ઉચિત નથી કેમ કે “એકતત્ત્વ' એક સામાન્ય શબ્દ છે. તેનાથી કોઈ પણ સ્થૂળ આદિ પદાર્થનો ચિત્તને એકાગ્ર કરવાને માટે અભ્યાસ કરી શકાય છે, કેવળ ઈશ્વરનું નહીં અને ઈશ્વર-પરક અર્થ કરવામાં પુનરુક્ત દોષ પણ છે કેમ કે પ્રણવ જપ અને ઈશ્વર-પ્રણિધાનનું કથન પહેલાં કરી દીધું છે. તે જ વાતનું પિષ્ટપેષણ કરવું ઠીક નથી.
વિજ્ઞાનભિક્ષુના આ બન્નેય તર્ક અસંગત છે. સામાન્ય શબ્દથી વિશેષ અર્થનો બોધ ન માનવો અનુચિત તેમ જ શાસ્ત્રવિરુદ્ધ છે. સૂત્રકારે “તનપતર્થમાંવના આદિ સૂત્રોમાં પણ સામાન્ય શબ્દથી વિશેપનું ગ્રહણ કર્યું છે. પ્રસંગાનુસાર સામાન્ય શબ્દોનો વિશેષ અર્થ પણ હોય છે. (થાય છે, અને જો આ પ્રકારના સામાન્ય શબ્દોનો વિશેષ અર્થન માનવામાં આવે, તો એવા શબ્દોનો પ્રયોગ નિરર્થક થઈ જાય, કેમ કે એમનાથી કોઈ અર્થની પ્રતીતિ તો થઈ જ નથી શકતી. સૂત્રમાં “એકતત્ત્વ' શબ્દ આપ્યો છે, તે એક માત્ર ઈશ્વર જ હોઈ શકે છે. કેમ કે ઈશ્વરથી ભિન્ન કોઈ પણ પદાર્થ યથાર્થમાં એકતત્ત્વ નથી હોઈ શકતો. તેનું કારણ એ છે કે બધા જ પદાર્થ પાંચ તત્ત્વોના સંયોગથી બન્યા છે. અને ઈશ્વર-પરક વ્યાખ્યામાં પુનરુક્તિ દોષ પણ નથી આવતો. જેમ કે કોઈએ કોઈને પૂછયું કે-ધ્રા માયાતા : = શું બ્રાહ્મણ આવી ગયા છે ? અને ત્યારબાદ પૂછયું – ૯૨
યોગદર્શન
For Private and Personal Use Only