________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃત્તિઓના નિરોધને યોગ માનવાની માન્યતા વ્યર્થ થઈ જાય છે, કેમ કે એક સમય (વખતે)માં ચિત્તમાં અનેક વૃત્તિઓ નથી રહી શકતી, વૃજ્યન્તર થતાં જ બીજું ચિત્ત થઈ જાય છે. તેનાં ફળ સ્વરૂપ ચિત્તમાં એક વૃત્તિનો જ સમાવેશ થવાથી ચિત્ત એકાગ્ર જ રહે છે. માટે ક્ષણિકવાદમાં આ એકાગ્ર કરવાનો ઉપદેશ આપનારું યોગશાસ્ત્ર ચિત્તની વિક્ષિપ્ત દશા ન હોવાથી નિરર્થક છે. ક્ષણિકવાદની માન્યતામાં દોષો - (૧) જો ક્ષણિકવાદીઓનો અભિપ્રાય એ છે કે જો કે ચિત્ત પ્રત્યર્થનિયત=પ્રત્યેક પદાર્થને જાણવાને માટે પૃથક-પૃથફ નિયત હોવાથી પૃથક પૃથક્ છે. પરંતુ બધા વિષયોથી હટાવીને એક પદાર્થમાં એકાગ્ર કરવું જ યોગ છે. આ તેમનું કથન (કહેવું) સ્વવચન (પ્રતિજ્ઞા) વિરોધના કારણે અસંગત છે. કેમ કે પ્રત્યેક પદાર્થને માટે પૃથફ પૃથક્ ચિત્ત નિયત છે. તેનાથી તેમનો વિરોધ થઈ જાય છે. પૃથફ પૃથક નિયત ચિત્તોને એક પદાર્થમાં નિયત કરવું કદાપિ સંભવ નથી થઈ શકતું. (૨) જો તેમનો ચિત્તને એકાગ્ર કરવાનો અભિપ્રાય એ હોય કે પૃથફ પદાર્થોને ગ્રહણ કરનારાં ભિન્ન-ભિન્ન ચિત્તોને એક પદાર્થમાં એકાગ્ર કરવાનું તો સંભવ નથી. પરંતુ પ્રતિક્ષણ ચિત્ત બદલાતું રહે છે, જયારે એ ચિત્તોમાં વિસદશ પ્રવાહ ભિન્ન ભિન્ન વિષયોનો પ્રવાહ ચાલે છે. તો એ ચિત્તની વિક્ષિપ્ત દશા છે. અને એ વિસદશ પ્રવાહને રોકવાને માટે જ યોગાંગોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. જેથી તે ચિત્ત સદશ પ્રવાહ-એક વિષયને જ ગ્રહણ કરનારું થઈ શકે એનો અભિપ્રાય એ થયો કે પ્રતિક્ષણ (દરેક ક્ષણે) ચિત્ત તો બદલાતું રહે, પરંતુ એમાં વૃત્તિ એક જ રહે તેનું જ નામ એકાગ્રતા છે.
આ માન્યતાનું ખંડન કરવા માટે વ્યાસ-ભાગ્યમાં પ્રશ્ન કર્યો છે કે ક્ષણિકવાદી એ બતાવે કે એ જે એક જ્ઞાનવિષયક પ્રવાહરૂપ વૃત્તિ પોતે માની છે તે ચિત્તનો ધર્મ છે અથવા પ્રત્યય જ્ઞાનનો? તેમાં પ્રથમ પક્ષ તો સ્વતઃ (આપમેળે) જ ધરાશયી થઈ જાય છે, કેમ કે જે ચિત્ત પ્રતિક્ષણ બદલાતું રહે છે, તેમની સદશ પ્રવાહરૂપ વૃત્તિ કોના આશ્રયથી રહેશે? અને ધર્મ અને ધર્મીનો તો સમવાય સંબંધ હોય છે. (રહે છે). જે ચિત્ત નષ્ટ થઈ ગયું તેની જ વૃત્તિનું વર્તમાન રહેવું અને ચિત્તને ક્ષણિક માનવું પરસ્પર વિરોધી કથન છે જયારે બીજા પક્ષમાં ચિત્તની વિક્ષિપ્ત દશા જ સંભવ નથી, કેમ કે જે પ્રત્યય=જ્ઞાન થઈ રહ્યું છે, ભલે તે સદશ પ્રવાહવાળું હોય કે વિસદશ પ્રવાહવાળું હોય, તે પણ ક્ષણિક જ હશે અને ક્ષણિક ચિત્તમાં એક વિષયવાળી વૃત્તિ હોવાથી સ્વતઃ જ બની રહેશે. તેને માટે યોગનો ઉપદેશ કરવાનું નિરર્થક છે. (૩) અને જો ક્ષણિકવાદીનો અભિપ્રાય એ છે કે અમે ભિન્ન-ભિન્ન ચિત્તોનો સદશ પ્રત્યયએક વિષય-જ્ઞાન પ્રવાહને એકાગ્રતા નથી માનતા, બલ્ક એક જચિત્તથી તેનાથી અસંબદ્ધ ભિન્ન ભિન્ન જ્ઞાન થઈ જાય છે, એ જ એકાગ્રતાનું સ્વરૂપ છે. તેમાં દોષ એ છે કે પ્રતિક્ષણ ચિત્તના બદલાવાથી બીજા ચિત્તથી થનારા જ્ઞાનને બીજું ચિત્ત કેવી રીતે
સમાધિ પાન
૯૧
For Private and Personal Use Only