________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાર્થમાં શરીરસ્થ બધી જ ક્રિયાઓનો આધાર પ્રાણ છે. એટલા માટે સમસ્ત ઇંદ્રિયો પણ પ્રાણના આશ્રયથી કાર્ય કરે છે. ઉપનિષદોમાં આ જ રહસ્યને સમજાવવા માટે પ્રાણની સાથે ઈદ્રિયોના વિવાદનું અલંકારિક વર્ણન આવે છે. ઈદ્રિયો મહાન છે કે પ્રાણ ? આ વિવાદમાં પ્રાણના બહાર નીકળતાં જ ઈદ્રિયોને તેના મહત્ત્વનો ખ્યાલ આવ્યો અને એમણે પ્રાણની મહત્તા સ્વીકાર કરી. એટલા માટે પ્રાણના નિયંત્રણથી મન આદિ ઈદ્રિયો વશમાં થઈ જાય છે. એટલા માટે જ કોઈ સંસ્કૃતના કવિએ કહ્યું છે કે “વત્તે વાતે વત્ત વિત્ત નિષત્તે નિત્તે ભવેત્ ચિત્ત પ્રાણના ચંચળ થતાં ચંચળ થાય છે અને પ્રાણના નિશ્ચલ થતાં નિશ્ચલ થઈ જાય છે. (૨) મનુસ્મૃતિમાં પ્રાણનો નિગ્રહ કરવાનું ફળ બતાવતાં લખ્યું છે કે -
दह्यन्ते ध्मायमानानां धातूनां च यथा मला : ।
તથેન્દ્રિયાનાં રાન્ત ટોષT : પ્રાણિ નિપ્રદાતા (મનુ.) જેમ- અગ્નિમાં તપાવવાથી સુવર્ણ આદિ ધાતુઓનો મળ (મેલ) નાશ થઈને શુદ્ધ થાય છે, તે રીતે પ્રાણાયામ કરીને મન આદિ ઈદ્રિયોના દોપ ક્ષીણ થઈને નિર્મળ થઈ જાય છે.”
" (સ.પ્ર.ત્રીજો સમુલ્લાસ) માટે ચિત્તને નિર્મળ તથા સ્થિર કરવા માટે પ્રાણાયામ કરવો અત્યંત આવશ્યક છે. યોગના અનુભવી યોગીઓએ પણ પ્રાણાયામનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે કે પ્રાણાયામ મન આદિ ઈદ્રિયોના મળોને સમૂળગા નષ્ટ કરી દે છે. પરંતુ પ્રાણાયામ દરરોજ વિધિપૂર્વક સામર્થ્ય અનુસાર જ કરવા જોઈએ. નહીતર એ નુકશાન પણ કરે છે. મહર્ષિ-દયાનંદ આ યુગના મહાન યોગી હતા. તેમણે પોતાના અનુભવના આધાર પર પ્રાણાયામની સરળ તથા પૂર્ણ વિધિ લખી છે. જે ઉપર બતાવી છે. એટલા માટે સંધ્યામાં પણ દરરોજ પ્રાણાયામ કરવાનું વિધાન મહર્ષિએ કર્યું છે. અને પ્રાણાયામની માત્રા (સંખ્યા) ત્રણથી લઈને એકવીસ સુધી ધીરે ધીરે વધારતા કરવી જોઈએ. આ એમણે સામાન્ય લોકોને માટે એક સરળ વિધિ લખી છે અને આ સૂત્રના આધારે જ પ્રાણાયામના ચાર મુખ્ય ભેદ મહર્ષિએ ઉપર બતાવ્યા છે. જોકે હઠયોગ આદિમાં પ્રાણાયામની તેનાથી ભિન્ન વિધિઓ તથા ભેદ લખ્યા છે. પરંતુ મહર્ષિએ એમને નથી અપનાવ્યા. કેમ કે તેમનાથી લાભને બદલે હાનિ પણ થવા સંભવ છે. (૩) સૂત્રમાં પ્રાણ શબ્દથી શ્વાસ-પ્રશ્વાસના વાયુનું જ ગ્રહણ કર્યું છે. શ્વાસ-પ્રશ્વાસનું લક્ષણ યોગ (૧/૩૧) સૂત્ર ભાગ્યમાં દ્રષ્ટવ્ય છે. કેટલાક વ્યાખ્યાકાર “પ્રચ્છન્દન'નો અર્થ
શ્વાસ-પ્રશ્વાસ” પરક માને છે અર્થાત્ જે વાયુ શરીરની અંદર બહારથી આવે છે, તથા અંદરથી બહાર જાય છે અને પ્રચ્છર્દન' છે. પરંતુ એ વ્યાસ-ભાણની વિરુદ્ધ છે, કેમ કે પ્રચ્છર્દન શબ્દની વ્યાખ્યા વ્યાસ-મુનિએ ‘વમન' (ઊલટી) શબ્દથી કરી છે, જે શરીરથી બહાર નીકળતા વાયુ માટે સંગત થાય છે. અને એથી સૂત્રકારે દ્વિવચનનો પ્રયોગ કર્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે વારંવાર બહારથી અંદર જનારા પ્રાણને સૂત્રકાર વિધારણ
યોગદર્શન
૯૬
For Private and Personal Use Only