________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય-રૂપની અનુભૂતિ થાય છે તે રૂપ પ્રવૃત્તિ છે. જીભના મધ્યભાગમાં ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય સ્પર્શની અનુભૂતિ થાય છે તે સ્પર્શ પ્રવૃત્તિ છે. અને જીભના મૂળમાં ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય-શબ્દની અનુભૂતિ થાય છે તે શબ્દ-પ્રવૃત્તિ છે. આ પાંચ પ્રકારની પ્રવૃત્તિઓ ઉત્પન્ન થઈને, ચિત્તને સ્થિરતાનીદશામાં બાંધે છે-એકાગ્ર કરવા યોગ્ય બનાવે છે. સંશયનું નિરાકરણ કરે છે. અને સમાધિજન્ય (ઋતંભરા નામની) પ્રજ્ઞાની પ્રાપ્તિમાં દ્વાર=કારણ બને છે. તેનાથી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, મણિ, પ્રદીપ, રશ્મિ આદિમાં (ચિત્તને સ્થિર કરવાથી) ઉત્પન્ન, દિવ્ય પ્રવૃત્તિ પણ વિષયવતી=વિષય સંબદ્ધ જ જાણવી જોઈએ.
(હવે જે અહીંયા કહેવામાં આવ્યું છે કે વંશવે વિધતિ પ્રવૃત્તિઓ સંશયને દૂર કરે છે, તેને સ્પષ્ટ કરીએ છીએ). જો કે તે તે શારસોવિષય અનુસાર બનેલાં બીજા શારોથી, અનુમાન આદિ પ્રમાણોથી તેમ જ આચાર્યોના ઉપદેશોથી જે અર્થતત્ત્વ = પદાર્થોનું સ્વરૂપ જાણવામાં આવે છે, તે કંથાર્થ જ હોય છે, કેમ કે તેમનામાં (શાસ્ત્રો, પ્રમાણો તથા ઉપદેશોમાં) પદાર્થોના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનનું સામર્થ્ય છે. તેમ છતાંય કોઈ પદાર્થનો એક ભાગ પણ પોતાના મનથી પ્રત્યક્ષ અનુભવ નથી થતો ત્યાં સુધી બધું જ્ઞાન (શાસ્ત્રો, પ્રમાણો તથા ઉપદેશોથી જાણેલ) પરોક્ષની માફક (અવિશ્વસનીય) હોય છે. અને મોક્ષ આદિ સૂક્ષ્મ અથવા ગહન વિષયોમાં દઢ બુદ્ધિને ઉત્પન્ન નથી કરતું. એટલા માટે શાસ, અનુમાન અને આચાર્યોના ઉપદેશો (થી જ્ઞાત પદાર્થો)ને સાર્થક બનાવવા (કરવા) માટે અવશ્ય (જ્ઞાત પદાર્થોનું) કોઈ અર્થવિશેષ વિષય વિશેષનું મનથી પ્રત્યક્ષ કરવું જોઈએ.
આ (મોક્ષ આદિ સૂક્ષ્મ વિષયો) માંથી શાસ્ત્ર આદિ દ્વારા ૩પgિ=જ્ઞાત પદાર્થનું કોઈ ભાગનું સ્વયં પ્રત્યક્ષ કરવાથી થવાથી) મોક્ષ પર્યત બધા જ સૂક્ષ્મ વિષયો શ્રદ્ધાપૂર્વ=વિશ્વસનીય થઈ જાય છે. માટે એ ચિત્તનું રિર્ઝ= (યોગ ૧/૩૩)માં બતાવેલું, સુખી પ્રાણીઓમાં મિત્રતા આદિ પ્રવૃત્તિ પર્યત નિર્દિષ્ટ કર્યું છે. આ વિષયવતી તથા નિયત અસ્થાયી ગંધ આદિ પ્રવૃત્તિઓમાં તવિષય-તે તે દિવ્ય ગંધ આદિ વિષયોમાં પણ ઘણીવાર સંજ્ઞા- અપર વૈરાગ્ય થતાં (ચિત્ત) તે તે ધ્યેય પદાર્થોને પ્રત્યક્ષ કરવાને માટે સમર્થ થઈ જાય છે. અને તેમ થતાં= વૈરાગ્યની સિદ્ધિ થતાં યોગીને (અસંપ્રજ્ઞાત સમાધિના સાધનભૂત)શ્રદ્ધ, વીર્ય, સ્મૃતિ અને સમાધિ નિર્વિનરૂપે સિદ્ધ થઈ જશે, એવો દઢ વિશ્વાસ થઈ જાય છે. ભાવાર્થ-(૧) ચિત્તને સ્થિર કરવાનો મુખ્ય ઉપાય પ્રાણાયામનું કથન કરીને, હવે ચિત્તને સ્થિર કરનારા બીજા ગૌણ ઉપાયોનું પણ કથન કર્યું છે. તેમાં એક ઉપાય આ સૂત્રમાં કહ્યો છે - નાસિકાગ્રભાગ, જીભનો અગ્રભાગ, જીભના મધ્ય આદિ ભાગો પર ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય ગંધ આદિની અનુભૂતિ થાય છે, તે પ્રવૃત્તિ સામાન્ય વ્યાપાર ન હોતાં પ્રકૃષ્ટ-વ્યાપાર હોય છે. આ ગંધ આદિની અનુભૂતિ ચિત્તને એકાગ્ર
-
-
૯૮
યોગદર્શન
For Private and Personal Use Only