________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોડMાયાતો ન વેતિક વસિષ્ઠ પણ આવ્યા કે નહી. અહીંયા જોકે વસિષ્ઠ પણ બ્રાહ્મણ જ છે, તો પણ વિશેષ હોવાથી બીજીવાર પૂછવામાં આવ્યું છે. તે જ પ્રમાણે આ મોક્ષ-શાસ્ત્રમાં મોક્ષ ઈશ્વરના અનુગ્રહ વિના કદાપિ સંભવ નથી. માટે ઈશ્વરના ચિંતનનું વારંવાર કથન પણ પુનરુક્તિદોપયુક્ત નથી કહી શકાતું અને દષ્ટ-વિષયોથી વિરક્ત થવા માટે વેરાગ્ય માનવાવાળું શાસ્ત્ર દષ્ટ-વિષયોમાં આસક્ત થવાનો ઉપદેશ કેવી રીતે કરી શકે? માટે તેનો અર્થ ઈશ્વર-પરક કરવો એ જ ઠીક છે. ૩રા નોંધ-(૧) ગોમય-પાયસીય ન્યાયનો અભિપ્રાય એ છે કે ગોમય=ગોબર (છાણ) અને પાયસ= ખીર બંનેય ગાયથી ઉત્પન્ન અથવા બનવાને કારણે ગવ્ય છે. પરંતુ બંનેમાં સમાનતા કદાપિ નથી. ગવ્યના કારણે ગોમય તથા પાયસને સમાન બતાવવું સર્વથા અયુક્ત છે. તે જ રીતે ચિત્ત જાતીયની સમાનતા હોવા છતાં પણ એક ચિત્તે જોયેલો પદાર્થ બીજું ચિત્ત કેવી રીતે સ્મરણ કરી શકે ? (૨) ક્ષણિકવાદીની માન્યતામાં જીવાત્માના સ્થાને વિજ્ઞાન' તત્ત્વ માન્યું છે. અને યોગદર્શનમાં ‘વિજ્ઞાનને ચિત્ત શબ્દથી કહ્યો છે. ચિત્તને ક્ષણિક માનનારાઓના મતમાં જેને મેં જોયો હતો તેને હવે હું સ્પર્શ કરૂંછું આ પ્રકારની પ્રત્યભિજ્ઞાનું હોવું (થવું) કદાપિ સંભવ નથી. કેમ કે તેમના મતમાં જ્ઞાતા=ચિત્ત ક્ષણિક છે. માટે પ્રત્યભિજ્ઞા સંભવ નથી. (૩) ચિત્તઃમનના વિષયમાં વેદ-મંત્રો (શિવ સંકલ્પ મંત્રો)માં ઘણું જ સ્પષ્ટ કહ્યું છે. અર્થાત્ યજુર્વેદના ૩૪મા અધ્યાયમાં મનના વિષયમાં કહ્યું છે કે – મન અત્યંત વેગવાળું, રાત-દિવસ કાર્ય કરનારું, હૃદયમાં સ્થિર નિયંતા સારથિની તુલ્ય અજિર કદી પણ વૃદ્ધ ન થનારું, ત્રણેય કાળના વ્યવહારોને જાણવામાં સાધક, ઈદ્રિયોનું પ્રકાશક, બધાં કર્મોને સિદ્ધ કરનારું, નિશ્ચયાત્મક, સ્મરણ, અહંકાર આદિ વૃત્તિઓવાળું, અમૃત= શરીરની સાથે નષ્ટ ન થનારું અને જ્ઞાન વિજ્ઞાનનું સાધક છે. હવે - જે અવસ્થિત-અક્ષણિક ચિત્તનું આ શાસથી પરિકર્મ = (ક્રિયાકલાપ) નિર્દિષ્ટ કર્યું છે, તે કયા પ્રકારનો હોય છે - मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां
भावनातश्चित्तप्रसादनम् ॥३३॥ સૂત્રાર્થ - “ (મૈત્રી.) અર્થાત્ આ સંસારમાં જેટલાં મનુષ્ય આદિ પ્રાણી સુખી છે, તે બધાંની સાથે મિત્રતા કરવી. દુઃખીઓ પર કપા દૃષ્ટિ રાખવી. પુણ્યાત્માઓની સાથે પ્રસન્નતા. પાપીઓની સાથે ઉપેક્ષા અર્થાતુ ન તો તેમની સાથે પ્રીતિ રાખવી અને ન તો વેર રાખવું. આ પ્રકારના વર્તનથી ઉપાસકના આત્મામાં સત્ય ધર્મનો પ્રકાશ અને તેનું મન સ્થિરતાને પ્રાપ્ત કરે છે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ – (ઉપાસક) સુખી તથા ભોગ (સાધન) સંપન્ન બધાં પ્રાણીઓ પ્રતિ મિત્રતાની ભાવના કરે, દુઃખી પ્રાણીઓ પ્રતિ દયાની ભાવના કરે, પુણ્ય આત્માઓ સમાધિ પાદ
૯૩
For Private and Personal Use Only