________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનો અનુભવ પણ મપર્વ= મિથ્યા થઈ જાય છે. (પ્રત્યેક પદાર્થમાં) પૃથ-પૃથફ ચિત્ત હોવાથી થમ્ = કઈ રીતે ? (જો કોઈ એવો પ્રશ્ન કરે, તો તેનો ઉત્તર એ છે) કે જે પદાર્થને મેં જોયો હતો, તેને હું અડકું છું અને જેને હું અડકયો હતો, તેને હું જોઉં છું.' આ પ્રકારની પ્રત્યભિજ્ઞા, જ્ઞાનના સાધનભૂત ચિત્તની ભિન્ન-ભિન્ન હોવાથી પર પ્રત્યાયની = જ્ઞાતા (જીવાત્મા)માં અમે=એકત્વ=અભિન્નરૂપથી વર્તમાન રહે છે. (પ્રત્યવિષયો)=એક જ જ્ઞાનનો વિષય બનનારી એક જ ચિત્તથી અનુભૂયમાન (અનુભૂતિ) થનારી આ માત્મીક એકરૂપથી થનારી પ્રત્યભિજ્ઞાનું (બfમતિ પ્રત્યય:) ‘અદમ્ (હું) શબ્દથી જાણવા યોગ્ય સ્વાનુભૂતિ, અર્થાત્ મેં જોયું, અથવા હું પૂર્વદષ્ટ પદાર્થને અડકયો, આ પ્રકારની પ્રતીતિ અત્યંત ભિન્ન ક્ષણિક ચિત્તમાં કેવી રીતે સંભવ છે? અને કેવી રીતે અત્યંત ભિન્ન ચિત્તોમાં વિદ્યમાન (દેખાતી) એક સામાન્ય પ્રત્યયી=જ્ઞાતા (આત્મા)ને આશ્રય બનાવશે?
અને (૩) જો ક્ષણિકવાદી આ ‘અદY “હું” શબ્દથી થનારી પ્રત્યભિજ્ઞાને જ માનવાનો જ ઈન્કાર કરે તો તેનો ઉત્તર આપીએ છીએ. (વાનુમત્ર પ્રારવીયામે ભાતિ પ્રત્યય ) એ અભિન્નરૂપ અનુભૂતિ (પ્રત્યભિજ્ઞા) (પ્રત્યેક મનુષ્યને પોતાના) અનુભવથી ગ્રાહ્ય છે=પ્રત્યક્ષ અનુભૂતિ છે અને પ્રત્યક્ષ પ્રમાણનું મહત્ત્વ બીજા કોઈ પણ પ્રમાણથી દબાવાયaખંડિત નથી કરી શકાતું. (કેમ કે) પ્રત્યક્ષથી ભિન્ન પ્રમાણ તો પ્રત્યક્ષ પ્રમાણના બળથી જ પ્રમાણરૂપ વ્યવહારને પ્રાપ્ત કરે છે. તેનાથી સિદ્ધ થાય છે કે ચિત્ત એક છે, તે અનેક પદાર્થોને જ્ઞાન કરાવવા માટે અવસ્થિત-(કેવલ્ય પ્રાપ્તિ સુધી) સ્થિત રહેનારું છે. ભાવાર્થ- (૧) યોગ દર્શનમાં ઈશ્વર, જીવ અને પ્રકૃતિ ત્રણ અનાદિ તત્ત્વોને માન્યાં છે. અને મુમુક્ષુ જીવાત્માને વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવાને માટે પ્રકૃતિ અથવા પ્રકૃતિના કાર્યોથી પૃથફ થવાનો ઉપદેશ આપ્યો છે. જીવાત્માનું પ્રકૃતિના બંધનમાંથી છૂટીને આત્મા-પરમાત્માના સ્વરૂપને જાણવું જ તે કૈવલ્ય કહેવાય છે. માટે આ સૂત્રમાં એક તત્ત્વ' પદનો અર્થ ઈશ્વર જ છે. જીવાત્મા પ્રકૃતિથી પૃથક્ થઈને બીજા કોનું ધ્યાન કરી શકે છે ? અને સૂત્રમાં ‘અભ્યાસ' પદનો અભિપ્રાય પ્રણવ આદિનો જપ કરવો, તઅનુસાર અર્થ-ચિંતન કરવું અને પ્રણિધાન=સમસ્ત ક્રિયાઓ અને તેમનાં ફળોને ઈશ્વર અપર્ણ કરવું આદિ છે. આ એક તત્ત્વ-બ્રહ્મની ઉપાસના તથા તેમની આજ્ઞાનું પાલન કરવાથી વ્યાધિ આદિ વિનો તેમ જ તેમની સાથે થનારાં દુઃખ આદિ ઉપવિપ્નોની નિવૃત્તિ થઈ જાય છે. અથવા હોવા છતાં પણ ઈશ્વર-પ્રણિધાન કરનારા યોગીને આ વિઘ્નો વિક્ષિપ્ત નથી કરી શકતાં. (૨) ચિત્તના ક્ષણિકવાદનું ખંડન-(બૌદ્ધમતવાદીનું) દાર્શનિક જગતમાં એક માન્યતા એ છે કે આ ચિત્ત દર ક્ષણે બદલાતું રહે છે. આ ક્ષણિકવાદમાં એક ક્ષણમાં ચિત્તમાં જે વૃત્તિ રહે છે તેમાં બીજી વૃત્તિનું ઉત્પન્ન થવું સંભવ જ નથી. માટે આ પક્ષમાં ચિત્તની
યોગદર્શન
૯૦
For Private and Personal Use Only