________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત વિક્ષિપ્ત છે, તેને આ દુઃખ આદિ બાધાઓ વધુ સતાવે છે, પરંતુ જેનું ચિત્ત એકાગ્ર થઈ ગયું છે તેને નથી સતાવતાં. માટે એ બાધાઓને પણ યોગાભ્યાસીએ અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા દૂર કરવી જોઈએ. એ ઉપ-વિક્નોને વ્યાસ-ભાગ્યમાં આ પ્રકારે સમજાવ્યાં છે – (૧) દુઃખ - જેનાથી પીડિત થઈ પ્રાણી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તે પ્રતિકૂળ અનુભૂતિ દુઃખ કહેવાય છે. પ્રાણીઓનાં સમસ્ત દુ:ખોને ત્રણ ભાગોમાં વિભક્તકરવામાં આવ્યા છે. - (૧) આધ્યાત્મિક-જે શરીરથી સંબંધ રાખે છે. તેની અંતર્ગત શારીરિક જ્વર આદિ રોગ તથા માનસિક રાગ-દ્વપ આદિથી થનારાં દુઃખ આવે છે. (૨) આધિભૌતિક --જે શત્રુઓ, સિંહ, વાઘ, સાપ તથા મચ્છર આદિ થી દુઃખ પ્રાપ્ત થાય છે તેને ભૂત-પ્રાણીસમૂહથી પ્રાપ્ત થવાના કારણે આધિભૌતિક કહે છે. (૩) આધિદૈવિક – જે દેવ અર્થાત્ મન તથા ઈદ્રિયોની અશાન્તિથી તેમ જ પ્રાકૃતિક આફતોથી=અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિઠંડી, તથા અતિગરમી અને ભૂકંપ આદિથી પ્રાપ્ત થાય છે. (૨) દૌર્મનસ્ય - ઈચ્છા પૂરી ન થવાથી અથવા તેમાં કોઈ બાધા આવી જવાથી મનમાં જે ક્ષોભ (ઉદ્વિગ્નતા) ઉત્પન્ન થાય છે, તેને દૌર્મનસ્ય કહે છે. એ વિઘ્નના ઉપસ્થિત થતાં યોગાભ્યાસ પ્રત્યે પ્રવૃત્તિ જ નથી થઈ શકતી. પરંતુ એકાગ્ર ચિત્તવાળા યોગીને એ વિઘ્ન વિક્ષિપ્ત નથી કરતું. (૩) અંગમેજયત્વ - શરીરના અંગોનું કંપન =હાલવું, ડોલવું. એ કંપન ભલે ગમે તે રોગના કારણે હોય, અથવા આસનની સિદ્ધિ ન થવાથી હોય, એ યોગાનુષ્ઠાનમાં બાધક થાય છે. એટલા માટે આસનના અભ્યાસ દ્વારા નિચેષ્ટ બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. અને કંપન રોગ હોય તો દવા આદિથી દૂર કરવો જોઈએ. (૪-૫) શ્વાસ-પ્રશ્વાસ – નાસિકા-છિદ્રોથી બહારના વાયુને અંદર લેવો શ્વાસ અને અંદરના વાયુને નાસિકા-છિદ્રોથી બહાર કાઢવો “પ્રશ્વાસ' કહેવાય છે. જો કે શ્વાસ-પ્રશ્વાસની ગતિ સ્વાભાવિક હોય છે. પરંતુ દમ આદિ રોગોના કારણે, અત્યંત વેગથી આવવું જવું યોગાભ્યાસમાં બાધક થાય છે (બને છે) કેમ કે એવી દશામાં શ્વાસ-પ્રશ્વાસ સાધકની ઈચ્છાની વિરુદ્ધ થઈ જાય છે. અને જયારે પ્રાણાયામનો અભ્યાસ કરવા લાગે છે, તો તે વખતે એ ઉપવિપ્ન બાધક બની જાય છે. ૩૧ હવે-સમાધિના શત્રુ આ વિક્ષેપોનો તે અભ્યાસ અને વૈરાગ્ય નામના ઉપાયોથી નિરોધ કરવો જોઈએ. તેમાંથી અભ્યાસના વિપયનો ઉપસંહાર કરતાં સૂત્રકાર આમ કહે છે -
__ तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥३२॥ સૂત્રાર્થ - (તપ્રતિષેધા.) જે કેવળ એક અદ્વિતીય બ્રહ્મ છે, તેમાં જ પ્રેમ તથા સર્વદા તેમની જ આજ્ઞા પાલનમાં પુરુષાર્થ કરવો, તે જ એક તે વિઘ્નોના નાશ કરવાનું વજરૂપ શસ્ત્ર છે, બીજું કોઈ નથી. એટલા માટે બધા મનુષ્યોએ સારી રીતે પ્રેમભાવથી પરમેશ્વરના
૮૮
યોગદર્શન
For Private and Personal Use Only