________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીધેલા આહારના) રસની વિષમતા અને ઈદ્રિયોની વિષમતાનું નામ વ્યાધિ=રોગ છે.
સ્થાનમ-ચિત્તની અકર્મણ્યતા (શ્રેષ્ઠ કાર્યોમાં મન ન પરોવવું) સ્વાન વિષ્મ છે. સંશય એવું જ્ઞાન જે સમયોટિપ્પન = બંને કિનારાને સ્પર્શનારું બે વિરુદ્ધ માર્ગો તરફ જનારું દ્વિધા (અવઢવ) પેદા કરનારું છે, એ આવું હોઈ શકે છે કે નહીં, આ પ્રકારનાં જ્ઞાનને સંશય કહે છે. પ્રત્ : = સમાધિના સાધનોને ન કરવાં પ્રમાદ વિઘ્ન છે. મનસ્થ= શરીર અને ચિત્ત ના (તમઃ પ્રધાન થતાં) જે ભારેપણું થવાથી (યોગ સાધનામાં) પ્રવૃત્ત ન થવું, તે આળસ-વિઘ્ન છે. અવિરતિ = ચિત્તની (રૂપ, રસ આદિ) વિષયોની સંપ્રયોગરૂપ જે ઈચ્છા છે તે અવિરતિષવિરક્તિનો અભાવ છે. પ્રતિદ્ર્શન વિપરીત અથવા મિથ્યાજ્ઞાનને ભ્રાન્તિદર્શન કહે છે. મનષ્પમિત્રમસમાધિની ભૂમિ દશાને પ્રાપ્ત ન કરવી. મનવથિતત્ત્વમન્સમાધિની પ્રાપ્ત ભૂમિ (દશા)માં ચિત્તનું ન લાગવું. કેમ કે સમાધિની સિદ્ધિ થતાં તો ચિત્ત સ્થિત થવું જોઈએ. એ નવ ચિત્તનાં વિક્ષેપ યોનના : = યોગનાં મળ (દોષ) થોડાપ્રતિપક્ષી : = યોગનાં શત્રુ અને વળતરવા = યોગનાં વિઘ્નો કહેવાય છે. ભાવાર્થ - ચિત્તને વિક્ષિપ્ત કરનારાં કયાં કયાં વિનો=કારણો હોઈ શકે છે. તે બધાંનું દિગ્દર્શન સૂત્રમાં કરાવ્યું છે. એ બધાં જ યોગાભ્યાસીના માર્ગમાં પ્રબળ બાધક બનતાં રહે છે. એ બધાં જ વિશ્નો એક સાથે આવે છે, એવી વાત નથી. પ્રત્યુત યોગાભ્યાસીના માર્ગમાં વિભિન્ન સ્તરોમાં એ વિનો આવી શકે છે. માટે યોગાભ્યાસીએ તેમનાથી સદા જાગૃત રહેવું જોઈએ. એ નવ વિનો આ પ્રકારે છે. - (૧) વ્યાધિ-વ્યાસ-ભાપ્ય અનુસાર તેની ઉત્પત્તિ ત્રણ કારણોથી થાય છે. ધાતુ-શરીરસ્થ રસથી લઈને વીર્ય પર્યત ધાતુઓમાં અથવા વાત, પિત્ત તથા કફમાં વિષમતા= વિકાર આવી જવાથી, રસ = અભક્ષ્ય, વિપરીત આહાર યા મિથ્યા આહાર કરવાથી (કમ કે જે કંઈ આપણે ખાઈએ છીએ, તેનો જ રસ બને છે) તથા કરણ=ઈદ્રિયોમાં વિષમતા=વિકાર આવવાથી વ્યાધિ=શારીરિક રોગોની ઉત્પત્તિ થાય છે અને એ રોગો યોગમાં વિઘ્ન છે. (૨) સ્વાન- તેનો અર્થ છે ચિત્તની અકર્મણ્યતા. અર્થાત તમોગુણની અધિકતાના કારણે ભારેપણું બની રહે છે. અને તેનાથી સત્યકર્મોમાં પ્રીતિ નથી રહેતી. (૩) સંશય - યોગાભ્યાસીને યોગનું ફળ તરત તો મળતું નથી. યોગફળ તો નિરંતર દીર્ઘકાળના અભ્યાસની પછી પ્રાપ્ત થવા લાગે છે. તેટલા સમય સુધી બૈર્ય તથા શ્રદ્ધા આદિ ગુણોને બનાવી રાખવું પરમ આવશ્યક છે. પરંતુ ફળ પ્રાપ્તિ પહેલાં જ સંદેહ પેદા થઈ જાય – કે આનું ફળ મળશે કે નહીં, હું આ કાર્યને કરી શકીશ કે નહીં? એ સંદેહ ચિત્તને વિક્ષિપ્ત કરી દે છે. કેમ કે એવી કહેવત પ્રસિદ્ધ છે - દ્વિવિધા રોનો गये माया मिली न राम । (૪) પ્રમાદ -યોગનાં સાધનોની ઉપેક્ષા કરવી અને તેમનું વિધિવત્ અનુષ્ઠાન ન કરવું. (૫) આલસ્ય (આળસ) યોગ સાધનોનાં અનુષ્ઠાનનું સામર્થ્ય હોવા છતાં પણ તમોગુણ
યોગદર્શન
૮૬
For Private and Personal Use Only