________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સૂત્રમાં આત્મ-તત્ત્વનો બોધ એ જે ફળ કહ્યું છે, તે યોગીની અંતિમ દશા છે. તેનાથી પ્રથમ જીવાત્માનો ચિત્ત આદિ (પ્રકૃતિજન્ય)થી પણ સંપર્ક બની રહે છે. એટલા માટે જયાં સુધી જીવાત્માની સાથે પ્રકૃતિનો સંપર્ક છે, ત્યાં સુધી જીવાત્મા શુદ્ધ, કેવલ તથા નિર્વિકાર નથી થઈ શકતો. આ અંતિમ દશામાં પહોંચીને જ જીવાત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણી શકે છે. માટે પરમાત્મસાક્ષાત્કારની દશા તથા જીવાત્માની સ્વરૂપ સ્થિતિને પૃથ-પૃથકુ કહેવું પણ અજ્ઞાનમૂલક છે. અને વિનોનો નાશ બીજું ફળ બતાવ્યું છે. એ વિનો યોગના પ્રથમ સ્તરથી લઈને યોગની અંતિમ દશા સુધી બાધક બનતાં રહે છે. જો કે તે વિઘ્નો યોગાભ્યાસીને માટે ઉત્તરોઉત્તર અલ્પમાત્રામાં જ રહી જાય છે, પરંતુ તેમનો સંપૂર્ણ અભાવ પરમાત્મસાક્ષાત્કાર થવાથી જ થાય છે. માટે સૂત્રમાં બન્ને ફળોનું કથન એક સાથે કર્યું છે. આ વિશ્નોનું સ્વરૂપ સ્વયં સૂત્રકારે આગળનાં સૂત્ર (૧/૩૦)માં સ્પષ્ટ કર્યું છે. મારા નોંધ - આત્મા પરમાત્માના ભેદ તથા અંતર્યામી પરમાત્મામાં પ્રમાણ – આત્માન તિષ્ઠનાત્મનોગતરોયમાત્મા ન વે યાત્મા શરીરમ્ (બૃહદારણ્યક.) હવે - ચિત્તને વિક્ષિપ્ત કરનારાં (યોગનાં) વિનો કયાં છે? અને તે કેટલા છે? व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तराया : ॥३०॥ સૂત્રાર્થ - “એ વિપ્નો નવ પ્રકારનાં છે. (વ્યાધિએક વ્યાધિ અર્થાત ધાતુઓની વિષમતાથી જ્વર (તાવ) આદિથી પીડા થવી, બીજું (ાન) અર્થાત્ સત્ય કર્મોમાં અપ્રીતિ, ત્રીજું સંશય) અર્થાત્ જે પદાર્થનો નિશ્ચય કરવાનું ઇચ્છે તેનું યથાવત્ જ્ઞાન ન હોવું થવું), ચોથું પ્રHC) અર્થાત્ સમાધિ સાધનોના ગ્રહણમાં પ્રીતિ તથા તેમનો વિચાર યથાવત્ ન થવો (હોવો), પાંચમુ માતચ) અર્થાત્ શરીર તથા મનમાં આરામની ઈચ્છાથી પુરુષાર્થ છોડી દેવો, છઠું (વિરતિઅર્થાત વિષય-સેવનમાં તૃષ્ણા હોવી, સાતમું પ્રતિદ્દન) અર્થાત્ ઊલટા જ્ઞાનનું હોવું જેમ કે જડમાં ચેતન અને ચેતનમાં જડ બુદ્ધિ કરવી તથા ઈશ્વરમાં અનીશ્વર અને અનીશ્વરમાં ઈશ્વર કરીને પૂજા કરવી, આઠમું (47૦ધપૂમિ7) અર્થાત્ સમાધિની પ્રાપ્તિ ન થવી અને નવમું (નવરિથ7) અર્થાત સમાધિની પ્રાપ્તિ થવા છતાં પણ તેમાં ચિત્ત સ્થિર ન થવું. આ બધાં ચિત્તની સમાધિ થવામાં વિક્ષેપ અર્થાત્ ઉપાસના યોગનાં શત્રુ છે” (8. ભૂ. ઉપાસના). ભાપ્ય અનુવાદ – એ નવ અન્તરાય = યોગનાં વિદ્ગ (વ્યાધિ આદિ) ચિત્તને વિક્ષિપ્ત કરનારાં છે. એ (વિપ્નો) ચિત્તવૃત્તિઓની સાથે જ હોય છે. એ વિઘ્નોનો અભાવ થતાં પૂર્વોક્ત ચિત્તની વૃત્તિઓ (પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ) નથી થતી. તે વિદ્ગોમાં વ્યાધિ = વાત, પિત્ત, કફરૂપ ધાતુઓની વિષમતા (અસમાનતા) (ખાધા સમાધિ પાદ
૮૫
For Private and Personal Use Only