________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામ=વિકાર=પરિવર્તન નથી થતું. ચેતનથી ભિન્ન પ્રકૃતિ પરિણામી છે. પ્રકૃતિનો જ વિકાર આ સમસ્ત જડ જગત છે. જેમ - જડ વસ્તુઓનું ઉપાદાને કારણે પ્રકૃતિ છે, તેમચેતન કોઈ વસ્તુનું ઉપાદાન કારણ નથી. અને નતો ચેતનનું પણ કોઈ કારણ. માટે
સારાવનિત્યમ્' આ નિત્યની પરિભાષા અનુસાર ચેતનપુરુષ નિત્ય છે. (૨) પ્રતિમા - વિતિ) ચેતન પુરુપને વ્યાસ મુનિએ “રાતિ પ્રતિસંગ છે વિષપુથા 'અર્થાત જેનો વિષયોમાં સંગ નથી, માટે નિર્લેપ કહ્યો છે. આ જ ભાવને અન્યત્ર પણ આ પ્રમાણે સમજાવ્યો છે
_ 'अविद्यादयः क्लेशा: कुशलाकुशलानि कर्माणि तत्फलं विपाकस्तदनुगुणावासना आशया : ते च मनसि वर्तमाना : पुरुषे व्यपदिश्यन्ते स हि तत्फलस्य भोक्तेति ।' (યો. વ્યા. ભાપ્ય ૧/૧/૨૪) અર્થાત્ અવિદ્યા આદિ ક્લેશ, પુણ્ય-અપુણ્ય કર્મ, તેમનું ફળ અને તેમની વાસનાઓ મનમાં રહે છે. પરંતુ જીવાત્મામાં તેમનો વ્યવહાર એ પ્રમાણે થાય છે કે જેમ યોદ્ધા પુરુષોનો જય અથવા પરાજય તેમના સ્વામી રાજાનો કહેવાય છે.
આચાર્ય વિજ્ઞાનભિક્ષુએ ઉપરના પદનો ‘નિષ્ક્રિયા' અર્થ કર્યો છે, તે ઋષિઓની માન્યતા તથા પ્રત્યક્ષથી વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતો કેમ કે “અન્વયવ્યતિરેક ન્યાયથી આ શરીરમાં સમસ્ત ક્રિયાઓ જીવાત્માના કારણે થઈ રહી છે. તેના પૃથક્ થતાં જડ શરીર નિષ્ક્રિય થઈ જાય છે અને ક્રિયા વિના જીવ અહીં તહીં બીજાં શરીરોમાં નથી જઈ શકતો. જીવાત્માની ગણના વૈશેષિક દર્શનમાં નવ દ્રવ્યોમાં કરવામાં આવી છે. અને દ્રવ્યની પરિભાષામાં “ક્રિયાગુણવતુ' કહીને ક્રિયાવાન તથા ગુણવાનને દ્રવ્ય કહ્યું છે. (૩) શિવકથા - જીવાત્માને અહીં ભોક્તા માનીને જ “દર્શિતવિપયા' કહ્યો છે કેમ કે સાંસારિક સમસ્ત વિષયોની પ્રાપ્તિ મન આદિ સાધનોથી થાય છે. ત્યાર પછી તેમનાથી સુખ-દુઃખનો ભોગ જીવાત્મા કરે છે. પરિણામમાં સાંસારિક વિષયોમાં સુખ ન સમજીને જ જીવાત્માને પૂર્ણ વૈરાગ્ય થાય છે. (૪) શુ - અશુદ્ધિ શું છે? તેનું સ્પષ્ટીકરણ વ્યાસ મુનિએ (૨/૨૮)માં ‘પષ્યપર્વો વિપર્યયસ્થાપર્ણ કહીને પાંચ પ્રકારના અવિદ્યા આદિ લેશોને જ અશુદ્ધિ કહી છે, અને તે મનમાં રહે છે. માટે જીવાત્મા યથાર્થમાં શુદ્ધ જ છે. પરંતુ તેનામાં નૈમિત્તિક અશુદ્ધિ તો કહી શકાય છે. જેમ કે જળનો ગુણ શીતળતા હોવા છતાં પણ તેમાં અગ્નિના કારણે ઉણતા આદિ ગુણ આવી જાય છે. (૫) મનન્તા – “ર વિદ્યાન્તો વિનાશ વેર્યો. ' આ શ્રુત્પિત્તિથી જીવાત્મા અનન્ત = અવિનશ્વર છે. અચેતન પ્રકૃતિથી બનેલા બધા પદાર્થો નાશ થનારા છે. ચેતનશક્તિ નિત્ય તેમ જ અમરણધર્મો છે. સંસારની કોઈ પણ વસ્તુ તેને છિન્ન ભિન્ન કરી નષ્ટ નથી કરી શકતી. આ જ ભાવને ઉપનિષદોમાં આ પ્રમાણે કહ્યો છે. -
न जायते म्रियते वा विपश्चिन्नायं कुतश्चिन्न बभूव कश्चित् । अजो नित्य : शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ।। (कठो.)
સમાધિ પાદ
४७
For Private and Personal Use Only