________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવેશ ન થવાથી એ એક સ્વતંત્ર વૃત્તિ છે. નોધ:- પ્રમાણવૃત્તિમાં વસ્તુઓનું સત સ્વરૂપ યથાર્થતા) હોય છે. વિપર્યયવૃત્તિમાં વસ્તુઓનું અસતરૂપ (અયથાર્થતા) હોય છે. અને વિકલ્પવૃત્તિમાં સત-અસત રૂપથી રહિત કલ્પિત શાબ્દિક વ્યવહાર હોય છે. પરંતુ નિદ્રાવૃત્તિ એ ત્રણેય વૃત્તિઓથી વિલક્ષણ ઈદ્રિયજન્ય જ્ઞાનના અભાવ પ્રતીતિનો આશ્રય હોય છે. માટે આ નિદ્રાવૃત્તિ પ્રમાણ આદિ વૃત્તિઓથી જુદી છે. નિદ્રા સુષુપ્તિ દશાનું નામ છે. નિદ્રામાં ઈદ્રિયજન્ય જ્ઞાનનો અભાવ હોય છે અને તેના અભાવનો આશ્રય કરનારી ચિત્તવૃત્તિનું નામ નિદ્રા છે.
નિદ્રાવૃત્તિના નિરોધની આવશ્યકતા-નિદ્રાવૃત્તિ તમોગુણ પ્રધાન છે, જયારે સમાધિમાં સત્ત્વગુણની મુખ્યતા હોય છે, નિદ્રાવૃત્તિમાં ઈદ્રિયજન્ય જ્ઞાન રહિત હોવાથી આત્મા તમોગુણના આવરણથી આચ્છાદિત રહે છે. માટે યોગીએ તમોગુણ દશાથી બચવા માટે નિદ્રાનો પણ વિરોધ કરવો જોઈએ. વિશેષ પરિશિષ્ટમાં જોવું. મે ૧૦ મા
નમૂતવિષયuોષ: તિ: ? સૂત્રાર્થ -“પાંચમી (મૃતિ (અનુપૂત. અર્થાત્ જે વસ્તુને અથવા વ્યવહારને પ્રત્યક્ષ જોઈ લીધો હોય, તેના જ સંસ્કાર જ્ઞાનમાં બની રહેતાં અને તે વિષયને સંપ્રમોષ) ભૂલાય નહીં, એ પ્રકારની વૃત્તિને સ્મૃતિ કહે છે”.
(2 ભૂ.ઉપાસના) ભાપ્ય અનુવાદ - (સ્મૃતિના સમયે) શું ચિત્ત તતિ =અનુભવરૂપ જ્ઞાનનું સ્મરણ કરે છે અથવા વિષયનું = અનુભૂત પદાર્થોનું? (ઉત્તર) પ્રા=પ્રહણ કરવા યોગ્ય ઘટ આદિ પદાર્થોથી સંબદ્ધ અનુભવરૂપ જ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ અને પ્રફળ =જ્ઞાન બન્નેના આકારને લઈને તેવા જ સંસ્કાર ઉત્પન્ન કરે છે. પોતાના વ્યંગ-નિમિત્તથી અભિવ્યક્ત (ઊભરતા) થયેલા તે સંસ્કાર તાર=વિષય તથા જ્ઞાન બન્નેના આકારવાળી (ગ્રાહ્ય-ગ્રહણ ઉભયાકાર) સ્મૃતિને ઉત્પન્ન કરે છે. માટે સ્મૃતિ ન તો વિષયની તેમ જ ન તો કેવળ પ્રતીતિરૂપ જ્ઞાનની હોય છે, પરંતુ સ્મૃતિનો હેતુ છે- સંસ્કાર અને સંસ્કારની ઉત્પત્તિ થાય છે - વિષય તથા ઈદ્રિય દ્વારા થયેલા પ્રતીતિરૂપ જ્ઞાનથી. માટે સ્મૃતિમાં વિષય અને જ્ઞાન બન્નેય કારણ છે.)
પરંતુ તે ઉભય આકાર સ્મૃતિમાં આ નિયમ છે – જે વૃદ્ધિપ્રતીતિરૂપ (અનુભવાત્મક) જ્ઞાન છે, તે ગ્રહણાકાર પૂર્વા=ઈદ્રિયોને આધીન છે. અને સ્મૃતિમાં અનુભૂત ઘટ આદિ વિષય પ્રધાન (મુખ્ય) હોય છે. અર્થાત અનુભવ કરતી વખતે (ઘટ જોઉછું વગેરેમાં) જોકે ઘટ અને તેનું જ્ઞાન બંને પ્રકાશિત રહે છે, પરંતુ તે ઈદ્રિયને આધીન છે અને સ્મૃતિમાં સંસ્કારને અનુરૂપ વિષય અને જ્ઞાન બંને ઉબુદ્ધ થઈ જાય છે. પરંતુ ગ્રાહ્ય=ઘટનો આકાર પ્રકાર આદિ મુખ્ય હોય છે.]
તે સ્મૃતિ બે પ્રકારની હોય છે - પવિત=અસ્વાભાવિક=કલ્પિત (અયથાર્થ) સ્મરણીય વિષયવાળી અને અમાવત= અકલ્પિત (યથાર્થ) સ્મરણીય વિષયવાળી.
સમાધિ પાદ
પ૯
For Private and Personal Use Only