________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્યાર વ્યાપ્યાં તનિરોધ: / રર સૂત્રાર્થ - "(અગાસ.) જેવો અભ્યાસ ઉપાસના પ્રકરણમાં આગળ લખીશું તેવો કરે અને વૈરાગ્ય અર્થાત્ બધાં જ ખરાબ કામો અને દોપોથી અલગ રહેવું. એ બન્ને ઉપાયોથી (તન્ત નિરોધ.) પૂર્વોક્ત પાંચેય વૃત્તિઓને રોકીને, તેમને ઉપાસના યોગમાં પ્રવૃત્ત રાખવી.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - ચિત્તરૂપી નદી બે તરફ વહેનારી છે. તે એક બાજુ) કલ્યાણને માટે વહે છે, અને પાપને માટે વહે છે. જે ચિત્તવૃત્તિ વૈવત્વ=મોક્ષ તરફ પ્રHRT=ઉન્મુખ= ઝૂકી જાય છે, અને વિવેકખ્યાતિ તરફ જનારી હોય છે, તે કલ્યાણ તરફ વહે છે. અને જે ચિત્તવૃત્તિ સાંસારિક વિષય ભોગોની તરફ મુવ=ઝૂકે છે અને વિવેકજ્ઞાન વિરોધની=અજ્ઞાન માર્ગની તરફ જનારી હોય છે, તે પાપની તરફ વહે છે. તેમાં વૈરાગ્ય દ્વારા વિષયવસ્ત્રોત=સાંસારિક વિષયોની તરફ જનારા પ્રવાહવિયિતે કમ કરવામાં આવે છે=બંધ કરવામાં આવે છે. અને વિવેકજ્ઞાનના અભ્યાસથી વિવેસ્રોતઃ = મોક્ષ તરફ જનારા પ્રવાહને ખોલવામાં આવે છેઃનિબંધ પ્રવાહ કરાય છે. આ પ્રમાણે ચિત્તવૃત્તિનો નિરોધ બંને વૈરાગ્ય અને અભ્યાસને આધીન છે. ભાવાર્થ-સૂત્રકારે ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવાના બે ઉપાય બતાવ્યા છે (૧) અભ્યાસ (૨) વૈરાગ્ય. સૂત્રમાં તત્ પદથી ઉપર્યુક્ત વૃત્તિઓનો સંકેત કર્યો છે. પરમેશ્વર પ્રત્યેક જીવાત્માની સાથે સાધનરૂપમાં ચિત્ત આપે છે, એ ચિત્ત એક નદીના પ્રવાહની માફક વૃત્તિઓના પ્રવાહવાળું છે. જેમાં સૃષ્ટિના પ્રારંભથી વૃત્તિઓનો અનવરત (અટકયા સિવાય) પ્રવાહ ચાલતો રહે છે. અને એ પ્રવાહની બે દિશાઓ હોઈ શકે છે. - (૧) અજ્ઞાનવશ સંસારમાં આસક્તિના કારણે સંસારસાગરની તરફ પ્રવાહિત થવું. (૨) વિવેકખ્યાતિ દ્વારા સંસારસાગરના વૃત્તિ પ્રવાહને રોકીને બ્રહ્માનંદની તરફ પ્રવાહિત કરવો. વ્યાસ મુનિએ સંસારની તરફ પ્રવાહિત થવાને પાપ અને મોક્ષ-આનંદની તરફ પ્રવાહિત થવાને પુણ્ય કહ્યું છે. ચિત્તનદીની ધારાને પુણ્યની તરફ પ્રવાહિત કરવી સરળ કાર્ય નથી. કઠોપનિષદમાં આને ધુરી ધારા નિશિતા ફુરત્યય' કહીને તેજ તલવારની ધાર પર ચાલવાના સમાન ઘણો જ કઠિન માર્ગ ગણાવ્યો છે. આ મોક્ષ માર્ગ પર ચાલવા માટે મનુષ્યના જન્મ-જન્માંતરના સંચિત કર્મ અને સંસ્કાર પણ સાધક અથવા બાધક બને છે. જેનાં જેટલાં કર્મ અને સંસ્કાર શુદ્ધ હશે, તે સદગુરુના સાંનિધ્ય, મોક્ષશાસ્ત્રોનું અધ્યયન તેમ જ પ્રભુભક્તિનું યોગ્ય વાતાવરણ મેળવીને પુણ્યની તરફ ચિત્તનદીને પ્રવાહિત કરી શકે છે. આ ચિત્તનદીના પ્રવાહને વૈરાગ્યના બંધ દ્વારા વિષયો તરફથી હટાવીને વાળી અને વિષયસ્રોતને સૂકવી શકાય છે અને પછી નિરંતર દઢતા સાથે વિવેકખ્યાતિના અભ્યાસ દ્વારા વિવેકસ્રોતને શુદ્ધ કરીને સમસ્ત ચિત્તવૃત્તિઓના પ્રવાહને એકમુખ કરીને દ્વિગુણ કરી શકાય છે. આ પ્રકારે મોક્ષનો કઠિન માર્ગ પણ આ બંને સાધનોથી અત્યંત સુગમ થઈ જાય છે. જે ૧૨ એ
સમાધિ પાદ
For Private and Personal Use Only