________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ કહે છે.
વૃત્તિ-નિરોધના ઉત્કૃષ્ટ સ્તરને અસ્મિતાનુગત-સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. જોકે ‘સ્મિતા નું યોગ દર્શન (૨૬)માં ક્લેશોમાં પણ પરિગણન કર્યું છે. પરંતુ અહીંયા એ ક્લેશ નથી. આ સ્તરમાં શુદ્ધ ચિત્તવૃત્તિથી જીવાત્માના સ્વરૂપનો કંઈક સાક્ષાત્કાર થવાથી કદમ મિ હું છું, અથવા મારી પ્રકૃતિથી ભિન્ન સત્તા છે, આ પ્રકારનો બોધ થવાથી એને અસ્મિતાનુગત સમાધિ કહે છે. સંપ્રજ્ઞાત યોગના આ સ્તરમાં જીવાત્માને સ્વરૂપનું આલંબન મુખ્ય હોય છે. માટે ભાગ્યકાર વ્યાસમુનિએ આ દશાને પાત્મા સંવત્ કહી છે. એ તત્ત્વજ્ઞાનની પ્રમુખ પ્રક્રિયા છે, જેને યજુર્વેદના ચાલીસમા અધ્યાયમાં વિનાશન મૃત્યુ તીર્તી સમૃત્યામૃતમત્તે અર્થાત્ વિનાશ = સૂક્ષ્મ અવ્યક્ત પ્રકૃતિના તથા કમ્પત્ય = કાર્ય સ્થૂળજગતના જ્ઞાનથી મૃત્યુને તરીને મોક્ષ પ્રાપ્તિનું કથન કર્યું છે. તેના હવે અસપ્રજ્ઞાત સમાધિ કેવી ઉપાયવાળી અને કેવા સ્વભાવવાળી હોય છે એ કહે છે
विराम प्रत्ययाभ्यासपूर्व: संस्कारशेषोऽन्यः ॥१८॥ સૂત્રાર્થ-વિરામપ્રત્યાખ્યાસપૂર્વ:) બધી વૃત્તિઓનો વિરામ=નિરોધનો પ્રત્યય-કારણ (પરવૈરાગ્ય)ના વારંવાર અભ્યાસથી થનારી સંસ્કાર શેષ )= (સંસ્કાર શેષા પરિમન) સંસ્કાર જ જેમાં શેપ (બાકી) છે એવી નિરોધરૂપ ચિત્તની સમાધિ (અન્ય) સમ્પ્રજ્ઞાતથી ભિન્ન (જુદી) અસમ્પ્રજ્ઞાત-સમાધિ કહેવાય છે. ભાપ્ય અનુવાદ-વિરH) ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ થઈ જતાં સંસ્કાર શેષ) સંસ્કાર જ જેમાં શેપ (બાકી) રહી જાય છે એવા નિરોધરૂપ ચિત્તની સમાધિ જ અસંપ્રજ્ઞાત સમાધિ છે. (પ્રત્યય) તે સમાધિનો ઉપાય પરવૈરાગ્ય છે. (સંપ્રજ્ઞાત સમાધિમાં કરેલા વિતર્ક આદિના આશ્રયથી) આલંબન-સહિત કરેલા અભ્યાસ અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિને માટે સમર્થ નથી થતો, એટલા માટે વિરામ વૃત્તિ નિરોધનો પ્રત્યય-કારણ પરવૈરાગ્ય (નો અભ્યાસ) કોઈ પણ વસ્તુના આશ્રય વિના કરવામાં આવે છે, અને તે અભ્યાસ વસ્તુશૂન્ય હોય છે. તે નિરાલંબનપૂવર્ક (આલંબન વગર) કરેલાં, પરવૈરાગ્યના અભ્યાસવાળું ચિત્ત આલંબનતીન (આલંબન વગર) હોવાથી અભાવરૂપ જેવું થઈ જાય છે. આ નિર્બોજ સમાધિ જ અસંપ્રજ્ઞાત - સમાધિ છે. ભાવાર્થ - અહીં ‘વિરામ' પદનો અર્થ છે – ચિત્તની સમસ્ત વૃત્તિઓનું વિપયો પ્રતિ આકૃષ્ટ ન થવું અર્થાત્ ચિત્તના વ્યાપારનું વિષયો પ્રતિ સમાપ્ત થઈ જવું. આ વિરામ સ્થિતિનો ઉપાય પરવૈરાગ્ય છે. પરવૈરાગ્યના અભ્યાસથી આ સ્તર (જ્ઞાનની ઉત્કૃષ્ટ દશા) પ્રાપ્ત થાય છે. આ દશામાં જીવાત્મા કેવલ્ય=પોતાના સ્વરૂપ સ્થિતિનો અનુભવ કરવા લાગે છે અને ચિત્તમાં કર્મોનો સંસ્કાર બની રહે છે. તે સંસ્કારોને બાળી મૂકવા માટે નિરંતર પરવૈરાગ્યનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. નહીંતર એ સંસ્કાર યોગ્ય અવસર પ્રાપ્ત થતાં યોગીના પતનનું કારણ બની શકે છે. સંપ્રજ્ઞાત સમાધિમાં કરેલો
યોગદર્શન
૬૮
For Private and Personal Use Only