________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ઉત્સાહથી આગળ ધપતો રહે, આ શક્તિ વિના ઉત્સાહ પણ નથી વધી શકતો. (૩) સ્મૃતિ - પૂર્વ અભ્યસ્થ સ્થિતિઓને યાદ રાખવી. શ્રદ્ધા તથા વીર્યસંપન્ન યોગી પોતાની સમસ્ત પૂર્વ અભ્યાસ્ત સ્થિતિઓનું સ્મરણ રાખીને, સદા સાવધાન રહે છે. પોતાના લક્ષ્ય પર પહોંચવાને માટે કઈ કઈ બાધાઓ સંભવે છે, અને તેમનાથી કેવી રીતે રક્ષણ કરવું જોઈએ, એ સ્મૃતિ ઉપાય છે. તેનાથી યોગી અગ્રિમ સ્તર પર પહોંચવાને માટે પોતાની જાતને સુદઢ કરી લે છે અને બાધા રહિત ચિત્ત સમાધિને પ્રાપ્ત કરી લે છે. (૪) સમાધિ - ચિત્તનો નિરોધ થવો. આ સ્તર પર પહોંચીને પણ અનેકવાર યોગીનું મન વિવેકથી ઉત્પન્ન ઝલકમાત્રથી જ સંતુષ્ટ થઈને લક્ષ્યને ભૂલી જાય છે. અને લક્ષ્યથી વિમુખ થતો જાય છે. માટે ચિત્તનો નિરોધ કરવાની આ સ્તરમાં પણ પરમ આવશ્યકતા રહે છે. પ્રજ્ઞા - ઋતંભરા બુદ્ધિનું પ્રકટ થવું. પરમાત્મ-સાક્ષાત્કારના સ્તર તરફ આગળ વધતા યોગીને ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે, જેનાથી યથાર્થ બોધની સાથે પરમાત્મ-સાક્ષાત્કારની ઉત્કૃષ્ટ સ્થિતિને યોગી પ્રાપ્ત કરી લે છે. તેમના અભ્યાસ અને પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાતસમાધિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે અને યોગી મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
૨૦ હવે - તે (શ્રદ્ધા આદિ યુક્ત) યોગી નિશ્ચયથી મૂદુ, મધ્ય, અધિમાત્ર ઉપાયોના ભેદથી નવ થાય છે. જેમ કે મૃદુ ઉપાયવાળા, મધ્ય ઉપાયવાળા, અધિમાત્ર ઉપાયવાળા. તેમાં મૃદુ-ઉપાય યોગી ત્રણ પ્રકારના હોય છે. મૃદુ સંવેગ, મધ્ય સંવેગ અને તીવ્ર સંવેગ. તે જ રીતે મધ્ય ઉપાયવાળા તથા અધિમાત્ર ઉપાયવાળા યોગીઓના ત્રણ ત્રણ પ્રકાર હોય છે. તેમનામાં અધિમાત્ર ઉપાયવાળા યોગીઓની -
તંત્રવેનાનાસન / ર? / સૂત્રાર્થ – તીવ્ર સંવેજ = તીવ્ર શુદ્ધ (દોષ રહિત) છે. સંવેગ =વૈરાગ્ય છે જેનો, તે વૈરાગ્યયુક્ત યોગીઓની સમાધિ. સિદ્ધિ અને સમાધિનું ફળ સમીપ (નજીક) હોય છે અથવા સંવેજી શબ્દથી (૧/ર૦) સૂત્રોક્ત શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, તથા પ્રજ્ઞાનું ગ્રહણ કરવું જોઈએ. તેમને યૌગિક ક્રિયાનુષ્ઠાન પણ કહી શકાય છે. શીધ્ર સમાધિને માટે વૈરાગ્ય તથા શ્રદ્ધા આદિનું જેટલું આધિકય (વધારે) હશે, તેટલી સમાધિ સિદ્ધિ શીધ્રહશે (થશે) અને અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ સૂત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિમાં પહોંચેલા યોગીઓના વિષયમાં કથન કર્યું છે, સામાન્ય સ્તરને માટે નહી. માટે પૂર્વોક્ત શ્રદ્ધા આદિનું ગ્રહણ કરવું જ ઉચિત છે. ભાષ્ય અનુવાદ - સમાધિની સિદ્ધિ અને સમાધિનું ફળ=કૈવલ્ય (મોક્ષ) તીવ્ર સંવેગવાળા યોગીઓની માનઃ =નિકટ હોય છે.
૭૨
યોગદર્શન
For Private and Personal Use Only