________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - અસંપ્રજ્ઞાત સમાધિના પ્રકારોમાં ‘ભવપ્રત્યય'ના વિષયમાં ઘણા ભાગે બહુ જ ભ્રાન્તિ છે. તેઓ ભૂલી જાય છે કે આ અસંપ્રજ્ઞાત સમાધિમાં કોઈ પણ પ્રકારનું આલંબન ન હોવું જોઈએ. પ્રાયઃ વ્યાખ્યાકાર “ભવપ્રત્યય'નો અર્થ જન્મમૂલક માને છે અથવા અવિદ્યામૂલક માને છે પરંતુ એ વ્યાસ-ભાખથી વિરુદ્ધ હોવાથી બરાબર નથી. કેમ કે જ્ઞાનની પરાકાષ્ઠા ચરમસીમાને વૈરાગ્ય માન્યો છે. વૈરાગ્ય વિના કોઈ પણ સમાધિ નથી થતી પછી અસંપ્રજ્ઞાત સમાધિમાં અજ્ઞાનમૂલકતા કેવી રીતે સંભવ છે? અને આ સૂત્રના વ્યાસ-ભાખથી પણ તે અર્થની (જન્મમૂલક અથવા અવિદ્યા મૂલકની) કોઈ સંગતિ નથી બેસતી. વ્યાસ-ભાખના અનુશીલનથી એ સ્પષ્ટ થાય છે કે પ્રકૃતિલય અને વિદેહ જીવનમુક્ત યોગી હોય છે. અને મવપ્રત્યયઃ' નો આશય એ જ છે કે અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરીને પણ શરીરધારી હોવાથી ભવ=સંસારનો પ્રત્યય=બોધ રાખે છે અને “ઉપાય-પ્રત્યય” યોગી અસંપ્રજ્ઞાત સમાધિમાં પહોંચીને પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે. “ભવપ્રત્યય' યોગીઓના વિષયમાં આ પ્રમાણે સમજવું જોઈએ - (૧) પ્રકૃતિલયયોગી - પરમાત્માની ઉપાસના (ભક્તિના) બે પ્રકાર છે - સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ ઉપાસનાના બે ભેદ છે - એક ઈશ્વરમાં “પ્રકૃતિ' ના ધર્મોનો અભાવ માની ઉપાસના કરવામાં આવે છે. એવા ઉપાસક યોગી પ્રકૃતિલય કહેવાય છે અને તે ગંધ તન્માત્રા આદિથી લઈને મૂળ પ્રકૃતિ સુધી નિરોધ કરીને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ગયેલા હોય છે અને તેના પ્રકૃતિના) પરિણામ આદિ દુઃખોને જાણીને વિરક્ત થાય છે. (૨) વિદેહયોગી - તે જ નિર્ગુણ ઉપાસનામાં ઈશ્વરમાં જીવાત્માના ધર્મોનો અભાવ માનીને ઉપાસના કરનારા યોગી વિદેહયોગી કહેવાય છે. અને તે દેહ અર્થાત્ શરીર, ઈદ્રિય અને મન આદિ અંતઃકરણના સંબંધથી ઉપર ઊઠીને યોગના અભ્યાસ દ્વારા અહંકારનો પણ વિરોધ કરી અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ચૂકેલા હોય છે. અને નિરંતર અભ્યાસ દ્વારા તેમની (મન આદિની) નશ્વરતાને જાણીને તેમનાથી વિરક્ત થઈ જાય છે. આ પ્રકારે પ્રકૃતિલય તથા વિદેહયોગી જડ પ્રકૃતિ અને ચેતન આત્માના યથાર્થ સ્વરૂપને જાણીને પરમાત્મ-સાક્ષાત્કારના સ્તર સુધી પહોંચી જાય છે. પરંતુ આ સ્તર પર પહોંચીને પણ જે યોગી સંતુષ્ટ થઈ જાય છે, તે પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચી શકતા. માટે આગળના સૂત્રમાં ઉપાય પ્રત્યય મુમુક્ષુ પરમાત્મા સાક્ષાત્કાર કરનારાઓ માટે શ્રદ્ધા આદિ ઉપાયોનું કથન કર્યું છે. નોંધ:- (૧) ઉપાય પ્રત્યયસમાધિનો આશય છે- ઉપાય= પરમેશ્વરની અતિશયનિકટ થઈને પ્રત્યયઃઅનુભૂતિ અથવા – ૩ય: વિનિયમ:) પ્રત્યય = IRTH વચ્ચે અર્થાત જે યમ નિયમ આદિ યોગના ઉપાયોથી પ્રાપ્ત થાય. (૨) અહીં પ્રકૃતિનો અભિપ્રાય સન્માત્રા, અહંકાર, મહત્તત્ત્વ અને મૂળ પ્રકૃતિ છે. (૩) અહીં દેહનો અભિપ્રાય શરીર, ઈદ્રિય, મન, અહંકાર આદિ છે. અને પ્રકૃતિલય તથા વિદેહયોગી ૭૦
યોગદર્શન
For Private and Personal Use Only