________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટું અંતર છે. એટલા માટે સુત્રકારે “પુરષ વિશેપ' કહીને ઈશ્વરની વિશેષતા બતાવી છે. (૧) ઈશ્વર એક છે જયારે જીવાત્મા અનેક છે. (૨) જીવાત્મા અવિદ્યા આદિ ક્લેશો, શુભ-અશુભ કર્મો અને તેની વાસનાઓના ફળથી સંબદ્ધ થાય છે, તથા તેનાં ફળોનો ભોક્તા છે પરંતુ ઈશ્વર તેનાથી સદા અસંબદ્ધ રહે છે. (૩) જીવાત્મા શૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોના બંધનમાં આવે છે અને યોગાભ્યાસ કરીને બંધનોથી મુક્ત પણ થાય છે. પરંતુ ઈશ્વરને એવું બંધન કદી નથી હોતું, કેમ કે તે સદા મુક્ત છે. (૪) જીવાત્મા અલ્પજ્ઞ છે, જયારે ઈશ્વર વેદજ્ઞાનના ઉપદેખા તથા સર્વજ્ઞ છે. (પ) જીવાત્માનું ઐશ્વર્ય ઓછું વધારે થતું રહે છે, પરંતુ ઈશ્વરનું ઐશ્વર્ય સર્વાતિશાયી હોય છે. ઈત્યાદિ વિશેષતાઓ જીવોથી ભિન્ન હોવાથી ઈશ્વર “પુરુપ વિશેપ' કહેવાય છે. તથા દેહ આદિ બંધનોથી રહિત તેમ જ સદા મુક્ત કહેવાથી ઈશ્વરનો જન્મ તથા અવતારવાદ આદિનું સર્વથા ખંડન થઈ જાય છે. અવતારવાદની માન્યતા ઈશ્વરના સત્યરૂપને ન જાણવાથી શાસ્ત્ર-વિરૂદ્ધ તથા કાલ્પનિક હોવાથી મિથ્યા છે. અને આ યોગ-દર્શનમાં વેદમંત્રોને અનુકૂળ જ ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે. યજુર્વેદ (૪૦૮)માં લખ્યું છે કે – "પર્વIછું,
Tયમ્, , અનાવરમ્ અર્થાત્ તે પરમેશ્વર બધા જ પ્રકારનાં શરીરોથી રહિત, સર્વવ્યાપક તથા નસનાડીઓના બંધનથી સર્વથા રહિત છે. અહીં વ્યાસ-ભાયમાં આ તથ્યને સ્પષ્ટ કરતાં લખ્યું છે કે – “કુંવર તત્યપૂછ્યો ન ભૂતો નમાવી. અર્થાત્ ઈશ્વરનું શરીર આદિથી સંબંધ ન તો કયારેય થયો છે અને ન તો કયારેય થશે. (૩) આ સૂત્રના જાપ્યથી એ પણ સ્પષ્ટ છે કે કોઈ પણ મુક્ત આત્મા જગત રચના આદિ કાર્યને નથી કરી શકતા, કેમ કે મુક્ત આત્માઓનું મુક્તિથી પહેલાં બંધન અવશ્ય હોય છે. અને તે બંધનકાળમાં પણ સંસાર વિદ્યમાન હતો, એથી સ્પષ્ટ છે કે મુક્ત આત્માથી ભિન્ન ઈશ્વરે આ સંસારની રચના કરી છે અને જીવાત્મા મોક્ષ પ્રાપ્ત કરીને પણ સર્વજ્ઞ નથી થઈ શકતો માટે તે જગતનું રચના આદિ કાર્ય નથી કરી શકતો. (1) ભાખથી એ પણ સ્પષ્ટ છે કે વેદ એ ઈશ્વરનું જ્ઞાન છે. વેદ અને ઈશ્વરનો સંબંધ અનાદિ છે. વેદની નિર્બાન્ત પ્રામાણિકતા ઈશ્વરીય જ્ઞાન હોવાથી જ છે. અને તે ઈશ્વર જ જીવોને વેદોનો ઉપદેશ કરે છે. એટલા માટે તે પૂર્વેષાપિ ગુરુ જોનાનવચ્છે (યો. ૧/૨૬) સમસ્ત પૂર્વજોના પણ ગુરુ કહેવાય છે. મારા નોંધ - (૧) ઐશ્વર્યનો અર્થ ફક્ત ધન-દોલત જ નથી “કુંવરસ્ય ભાવ પેશ્વર્યમ્' આ વ્યુત્પત્તિલભ્ય અર્થ અનુસાર ઐશ્વર્યનો અર્થ “પ્રભુતા' પણ છે. તે ઈશ્વર સઘળાં જગતનો સ્વામી છે. જેમ કે વેદમાં કહ્યું છે કે “ફંશાવાદું સર્વમ્' (યજુ.) (૨) જેમનો સત્યવિચાર, શીલ, જ્ઞાન, અને અનંત ઐશ્વર્યછે, તેથી તે પરમાત્માનું નામ ઈશ્વર છે.
(સ.પ્ર. પ્રથમ સમુલ્લાસ) હવે - હજી તેનાથી પણ વધારે પુરુષ વિશેની વિશેષતા કહે છે -
સમાધિ પાદ
For Private and Personal Use Only